મેને પ્યાર કિયાની ભાગ્યશ્રી આજે 50 વર્ષની ઉંમરે પણ લાગે છે તેટલી નમણી અને સુંદર ! જુઓ તેની ફીટનેસ !

આજથી ત્રીસ વર્ષ પહેલાં મેને પ્યાર કીયામાં એક સીધી સાદી, ગભરુ ભારતીય યુવતિનું પાત્ર ભજવનારી મીઠા અવાજ વાળી ભાગ્યશ્રી આજે 50 વર્ષની ઉંમરે લાગે છે તેની યુવાની કરતાં પણ સુંદર અને બોલ્ડ.

તમને જણાવી દઈએ કે ભાગ્યશ્રીએ 1989માં આવેલી પોતાની પ્રથમ ફિલ્મથી જ બોક્ષ ઓફિસ પર ધૂમ મચાવી દીધી હતી. પણ તેણીએ પોતાની પ્રથમ ફિલ્મ બાદ જ બિઝનેસમેન હિમાલય દસાની સાથે લગ્ન કરી લીધા હતા. ત્યાર બાદ તેણીએ પોતાના પતિ સાથે કામ કરવાનો આગ્રહ રાખતાં તે ફિલ્મોમાં વધારે કામ નહોતી કરી શકી. જો કે તેણીએ પોતાના બિઝનેસમેન પતિ સાથે બે-ત્રણ ફિલ્મો પણ કરી હતી જેના નામ કેદ મેં હૈ બુલબુલ, પાયલ અને ત્યાગી હતા.

તમને કદાચ ખ્યાલ નહીં હોય પણ ભાગ્યશ્રી એક શાહી કુટુંબની દીકરી છે. તેણી મહારાષ્ટ્રના શાહી પટવર્ધન કુટુંબમાં જન્મેલી છે. તેણીનું પુરુ નામ શ્રીમંત રાજકુમારી ભાગ્યશ્રી રાજે પટવર્ધન છે. આજે ત્રીસ વર્ષ બાદ 50ની ઉંમરે જાણે તેણીનું સૌંદર્ય તેની યુવાનીમાં કેદ થઈ ગયું હોય તેટલી જ યુવાન તેણી લાગે છે.

ભાગ્યશ્રી સોશિયલ મિડિયા પર ઘણી એક્ટિવ છે તેણી અવારનવાર પોતાની ફીટનેસના વિડિયો અથવા ક્યાંક ફરવા ગઈ હોય તેના ફોટોઝ પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર શેયર કરે છે. તેણી ઘણીવાર પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર યોગાની વિડિયો પણ શેયર કરે છે.

આજે તેના ઇન્સ્ટા અકાઉન્ટ પર લાખો ફેન ફોલોઅર્સ છે. તેણી આજે પણ પોતાના સ્ટારડમનો લાભ ઉઠાવીને કમાણી કરી રહી છે. તાજેતરમાં તેણીએ ગુજરાત ખાતે ગુજરાતના ટુરિઝમ મિનિસ્ટર જવાહર ચાવડા સાથે સાપુતારા મોનસૂન ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કર્યું હતું.

ભાગ્યશ્રીએ પોતાની કેરિયરની શરૂઆત અમુલપાલેકરની ટીવી સીરીઝ કચ્ચી ધૂપ સાથે કરી હતી. તેણીની કેરિયરની શરૂઆત ખુબ જ અચાનક થઈ હતી. તેણીની પાડોશમાં બોલીવૂડના જાણીતા અભિનેતા અને નિર્દેશક અમોલપાલેકર રહેતા હતા અને તેમણે ભાગ્યશ્રીને એક્ટિંગ ક્ષેત્રે આવવા અરજ કરી હતી અને પોતાના ટીવીશો કચ્ચી ધૂપમાં કામ આપ્યું હતું. જે તેણે પાછળથી ફિલ્મોમાં કામ મળતા છોડી દીધું હતું.

તેણીએ પોતાની કેરિયરમાં કંઈ વધારે ફિલ્મો નથી કરી પણ તેણીની સુપરહીટ ફિલ્મ મેને પ્યાર કિયા આજે પણ લોકો ભુલ્યા નથી અને માટે જ તેણી વન ફિલ્મ વન્ડર તો છે જ પણ વર્ષો બાદ આજે પણ ભાગ્યશ્રીનો ચહેરો લોકો માટે તેટલો જ તાજો છે. તેણીને મેને પ્યાર કિયા ફિલ્મ માટે બેસ્ટ ન્યુકમરનો ફિલ્મફેર અવોર્ડ પણ મળ્યો હતો.

તેણીએ જો કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ તેમજ ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીઝમાં છુટ્ટક છુટ્ટક ઘણી બધી ભૂમિકાઓ ભજવી છે. તેણીએ અક્ષય કુમાર – કેટરીના કૈફ અભિનિત ફિલ્મ હમકો દિવાના કર ગયેમાં પણ અભિનય કર્યો હતો. ત્યાર બાદ 2014-15માં તેણીએ લાઈફ ઓકે ટીવી ચેનલ પર આવતી લૌટ આઓ ત્રીશામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. અને છેલ્લે 2014માં તેણીએ ટુ સ્ટેટ્સમાં પણ અભિનય કર્યો હતો.

જો ભાગ્યશ્રીના ફેન્સ તેને આજે તેના ઇન્સ્ટા અકાઉન્ટ પર જોશે તો તેમને જરા પણ એવું નહીં લાગે કે તેઓ ત્રીસવર્ષ બાદ 20ની નહીં પણ 50 વર્ષીય ભાગ્યશ્રીને જોઈ રહ્યા છે. કારણ કે તેણીએ પોતાની ફિટનેસ દ્વારા પોતાની જાતને કોઈ 20 વર્ષની યુવતિ જેટલી જ ફીટ તેમજ સુંદર રાખી છે. તેણીને આજે બે યુવાન બાળકો છે એક દિકરો અભિમન્યુ દસાની અને અવંતિકા દસાની.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ