તમે પણ પહોંચી જાવો આ તળાવ જોવા, જે દેખાય છે બધી બાજુથી અલગ

આ દુનિયા ફક્ત એટલી જ નથી જેટલી આપણે આ આંખોથી જોઈએ છીએ.

image source

પરંતુ દુનિયાભરમાં અલગ અલગ દેશ, અલગ અલગ માણસો અને અલગ અલગ જગ્યાઓ આવેલી છે જેના વિષે આપણે હજુ અજાણ અથવા ઘણું ઓછું જાણીએ છીએ.

અહીં જેન્તીલાલ ડોટ કોમ પર અમે આપને આવી જ નવીનતા સભર અને માહિતીથી ભરપૂર આર્ટિકલ આપવા માટે જાણવા જેવું વિભાગ સતત અપડેટ કરતા જ રહીએ છીએ.

image source

આપણે આજે અહીં જે વિષય પર વાત કરવાના છીએ તે વિષય છે તળાવ.

વિશ્વમાં અનેક વિશિષ્ટ ઓળખાણ ધરાવતા તળાવો અને નદીઓ આવેલા છે જે સામાન્યથી કૈંક અલગ હોય. ક્યાંક એવું તળાવ કે સરોવર છે જેના પાણીનો રંગ લોકોને પોતાની તરફ આકર્ષે છે.

તો વળી ક્યાંક એવું તળાવ કે સરોવર છે જેના પાણીમાંથી ધુમાડા નીકળતા હોય. જો કે લગભગ રહસ્ય પાછળ કોઈને કોઈ વૈજ્ઞાનિક કારણ પણ હોય છે તેમ છતાં અમુક અપવાદ હજુ પણ એક કોયડો બનીને ઉભા છે.

image source

ખેર, આજના આ આર્ટિકલમાં અમે તમને એક એવા તળાવ વિષે જણાવવાના છીએ જેને અલગ અલગ દિશાએથી જોતા તેનો આકાર પણ અલગ અલગ દેખાય છે.

તાઇવાન દેશમાં આવેલા આ તળાવ જોવામાં એટલું મનમોહક અને ખુબસુરત છે કે જોનારા ઘડી ભર તો તેની સુંદરતા નિહાળ્યા જ કરે.

પરંતુ તળાવની જે ખાસિયત છે તે તેના આકારને કારણે છે.

image source

મધ્ય તાઇવાનના નાનડુ કાઉન્ટીના યુચી ટાઉનશીપ ખાતે સ્થિત આ તળાવ ચારે બાજુ લીલીછમ ટેકરીઓથી ઘેરાયેલું છે.

આ તળાવને જો પૂર્વ દિશા તરફ ઉભા રહીને નિહાળવામાં આવે તો તેનો આકાર તમને સૂર્યની જેમ ગોળ દેખાય છે.

જયારે પશ્ચિમ દિશા તરફ ઉભા રહીને નિહાળવામાં આવે તો તેનો આકાર અડધા ચંદ્ર જેવો દેખાય છે.

image source

સાદી ભાષામાં કહીએ તો આ તળાવ એક દિશાએથી સૂરજની જેમ ગોળ દેખાય છે તો બીજી બાજુએથી ચંદ્રની અર્ધ ગોળ.

તળાવની આ ખૂબીને કારણે સ્થાનિક લોકોએ આ તળાવને ” સનમુન ” એટલે કે સૂરજ-ચંદ્ર એવું નામ આપ્યું છે.

image source

અને એ જ નામથી તેને ઓળખવમાં આવે છે. તળાવની આ ખૂબીને પોતાની રીતે જોવા જાણવા અહીં દિવસ દરમિયાન ટુરિસ્ટોની ભીડ લાગેલી રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ