શિયાળામાં કાકડી ખાવાથી સ્વાસ્થ્યને થાય છે એક નહિં પણ અનેક લાભ, જાણો અને ખાઓ તમે પણ

બજારમાં આવી ગઈ છે ભરપૂર કાકડી ! તો આ શિયાળામાં ભરપૂર ખાઓ કાકડી અને તમારા શરીરને બનાવો તંદુરસ્ત

કાકડીની સિઝન આવી ગઈ છે અને શાક માર્કેટમાં લારીઓમાં દેશી કાકડીના ઢગલા ઠલવાયા છે.

હવે કાકડી છેક ઉનાળા સુધી મળતી રહેશે તો કાકડીના સ્વાસ્થ્યને થતાં લાભો વિષે જાણો અને તેનો તમારા ડાયેટમાં ભરપુર ઉપયોગ કરો.

કાકડીના સેવનથી શરીર ડીટોક્સ થાય છે. કાકડીને તમે સલાડ રૂપે તેમજ તેના જ્યૂસ રૂપે તેમજ તેને આથીને પણ ખાઈ શકો છો.

image source

તેના નિયમિત સેવનથી તમે તમારા સ્વાસ્થ્યને સુધારી શકો છો. કાકડીનું સેવન નિયમિત કરવાથી તમે તમારા શરીરને પુરતા પ્રમાણમાં મોઇશ્ચર પહોંચાડી શકો છો અને તેના કારણે તમારા શરીરમાં ઉર્જાનું સ્તર પણ જળવાઈ રહે છે.

આમ તો કાકડીનો આપણે સુંદરતા વધરાતો ઉપયોગ જાણીએ છે પણ કાકડી શરીરને અંદરથી પણ અઢળક પોષણ પુરુ પાડે છે.

image source

તો ચાલો જાણીએ કાકડીના જ્યૂસના સ્વાસ્થ્ય લાભો વિષે.

પેટને સ્વસ્થ રાખે છે કાકડીનો જ્યૂસ

જો તમને કબજિયાતની સમસ્યા રહેતી હોય તો તમને કાકગડીનો જ્યૂસ પીવાથી ઘણી બધી રાહત મળશે.

image source

માત્ર તેટલું જ નહીં કાકડીના જ્યૂસથી તમને અપચા, ગેસ, પેટમાં બળતરા વિગેરેની સમસ્યા રહેતી હશે તો તે પણ દૂર થશે.

પ્રોટીનથી ભરપૂર છે કાકડીનો રસ

કાકડીને આપણે સામાન્ય રીતે સલાડમાં ખાતા હોઈએ છે પણ તેનો જ્યૂસ પીવાથી તમારા શરીરને પ્રોટીન પણ મળે છે જે તમારા શરીરની ખાસ જરૂરિયાતને પુરી કરે છે.

image source

કાકડીમાં ઇરેપ્સિન એઝાઈમ હોય છે જે પ્રોટીનને ડાયજેસ્ટ કરવામાં મદદ કરે છે.

કાકડીમાં પાણી ખૂબ હોય છે, આ ઉપરાંત તેમાં વિટામિન એ, સી, ડી, બી1 તેમજ બી6, ઉપરાંત તેમાં મહત્ત્વના ખનીજ ત્તત્વો જેવા કે ફોસ્ફરસ, પોટેશિયમ, આયર્નનું પણ પ્રમાણ વધારે હોય છે. કાકડીનો જ્યૂસ શરીરને આ બધા તત્ત્વોથી અંદરથી મજબૂત બનાવે છે.

કેન્સરથી રક્ષણ આપે છે કાકડીનો જ્યૂસ

image source

કાકડીમાં ઉપર જણાવ્યું તે પ્રમાણે એન્ટિઓક્સિડન્ટ્સ તો હોય જ છે પણ ક્યુબિટિસીન્સ પણ હોય છે જે કેન્સરને રોકવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.

આ ઉપરાંત કાકડીમાં મળતાં ડાયેટરી ફ્લેવેનોઇડ પ્રોસ્ટેટ કેન્સર ઉત્પન્ન કરતાં કોષોના વિકાસને ધીમો પાડે છે.

કાકડીનો જ્યૂસ હાડકાને મજબૂત બનાવે છે

image source

કાકડીમાં સમાયેલું વિટામીન કે શરીરમાંના પ્રોટીનને શરીરમાં પચાવવામાં મદદ કરે છે અને તે દ્વારા શરીરના હાડકા મજબૂત બને છે.

વાળ સુંદર બનાવે છે કાકેડીનો જ્યૂસ

કાકડીના જ્યૂસમાંથી ભરપુર પોષણ મળે છે તે તમારા વાળને લાંબા, મજબૂત અને ઘેરા બનાવે છે.

ત્વચાને અંદરથી શુદ્ધ અને સ્વસ્થ બનાવે છે કાકડીનો જ્યૂસ

image source

જો તમે નિયમિત રીતે રોજ કાકડીનો જ્યૂસ પીશો તો તે તમારી ત્વચાને અંદરથી પોષણ પુરુ પાડે છે.

તેમાં સમાયેલું વિટામીન બી5 ત્વચાને ખીલથી રક્ષણ આપે છે. તેમજ ત્વચાને અંદરથી જ શુદ્ધ કરે છે જેથી કરીને ત્વચા બહારથી પણ ચમકીલી અને સુંદર લાગે.

બ્લડ પ્રેશરને અંકુશમાં રાખે છે કાકડીનો જ્યૂસ

કાકડીમાં સમાયેલા ઇલેક્ટ્રોલાઇટ એવા પોટેશિયમથી કીડનીમાં રહેલા સોડિયમને અંકુશમાં રાખવામાં મદદ કરે છે. તમને જણાવી દઈએ કે આહારમાં રહેલું સોડિયમ લોહીના પ્રેશરને વધારે છે અને કાકડીનું સેવન તેને અંકુશમાં રાખે છે.

કાકડીનો જ્યૂસ શરીરનો મેદ ઘટાડવામાં મદદ કરે છે

જે લોકો પોતાની મેદસ્વીતાથી ચિંતિત છે તેમણે પોતાના ડાયેટમાં કાકડીનો સમાવેશ કરવો જોઈએ. કાકડીના જ્યૂસમાં કેલરી ઓછી અને પાણી વધારે હોય છે માટે તે વજન ઘટાડવામાં મદદ કરે છે.

જ્યારે પણ ભૂખ લાગે ત્યારે કાકડીનું સેવન કરવાથી તમારી ભૂખ સંતોષાય છે પણ તેનાથી તમને કેલરી નથી મળતી. કાકડીનો ઉપયોગ તમે સલાડ તેમજ અથાણા તરીકે પણ કરી શકો છો. તેમાં રહેલા રેશા તમારા પાચનને સરળ બનાવે છે.

કાકડીનો ઉપયોગ કેવી રીતે કરવો

કાકડીને તમે સલાડ તરીકે ખાઈ શકો છો તેનો જ્યૂસ કાઢી શકો છો અથવા તો તેનું પાણી બનાવી શકો છો.

કાકડીનું પાણી બનાવવા માટે

image source

– તેના માટે તમારે કાકડીની બે પાતળી સ્લાઈસ કરવી

– હવે બે લિટર પાણી લેવું. તેમાં અરધી નાની ચમચી મીઠું ઉમેરવું. હવે તેમાં સ્લાઇસ કરેલી કાકડી પણ ઉમેરી દેવી.

– હવે તેને ફ્રીજમાં આખી રાત માટે સ્ટોર કરવા મુકી દો.

– હવે તમને દિવસ દરમિયાન જ્યારે પણ પાણીની જરૂર પડે ત્યારે તમારે આ પાણી પીવું.

– આ તૈયાર કરેલા પાણીને તમારે વધારેમાં વધારે બે દિવસમાં પુરુ કરી લેવું. તેથી વધારે ન રાખવું.

કાકડીનો જ્યૂસ બનાવવા માટે

આ સિવાય તમે દીવસ દરમિયાન એક ગ્લાસ કાકડીનો જ્યૂસ પીને પણ તેમાંથી ભરપૂર પોષણ મેળવી શકો છો. તેના માટે જો તમારી ઘરે જ્યૂસર હોય તો તમે તેમાં કાકડીનો જ્યૂસ કાઢી શકો છો અથવા તો મિક્સરમાં પણ કાકડીનો જ્યૂસ કાઢી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ