જરૂર વાંચો સ્વામી વિવેકાનંદના આ 10 વિચારો, બદલાઇ જશે તમારી જીંદગી

જ્યારે હિંમત હોય ઓછી ત્યારે યાદ કરો સ્વામી વિવેકાનંદના આ 10 અણમોલ વિચાર.

image source

નેશનલ યુથ ડે 2020- તારીખ 12 જાન્યુઆરી એટલે નેશનલ યુથ ડે જે સ્વામી વિવેકાનંદના જન્મદિવસના યાદગીરી રૂપે મનાવવામાં આવે છે. સ્વામી વિવેકાનંદ એક આધ્યાત્મિક ગુરુ અને સમાજસુધારક હતા.સ્વામી વિવેકાનંદે પુરોહિતવાદ, બ્રાહ્મણવાદ, ધાર્મિક કર્મકાંડ જેવી ઘણી બધી અસંગતતા દૂર કરવા ખૂબ પ્રયાસ કર્યા છે.

સ્વામી વિવેકાનંદનો જન્મ 12 જાન્યુઆરી 1863 માં કલકત્તામાં થયો હતો. તેનું બાળપણનું નામ નરેન્દ્રનાથ દત્ત હતું. સ્વામી વિવેકાનંદ નામ તો તેના ગુરુ રામકૃષ્ણ પરમહંસે આપ્યું હતું.

image source

અમેરિકાના શિકાગો શહેરમાં ભરાયેલ ધર્મસંમેલનમાં સનાતન ધર્મનું પ્રતિનિધિત્વ સ્વામી વિવેકાનંદે કર્યું હતું અને વેદાંત દર્શનનો પ્રચાર પુરા વિશ્વમાં કર્યો હતો. આપણા સમાજની સેવા માટે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી હતી.

સ્વામી વિવેકાનંદે એના પુસ્તકમાં કહ્યું હતું કે જ્યારથી મને ખબર પડી છે કે દરેક વ્યક્તિના શરીરમાં ભગવાન રહે છે ત્યારેથી જે પણ વ્યક્તિ એની સામે આવે એનામાં ભગવાનની તસ્વીર દેખાવા લાગી અને ત્યારથી જ બધા મોહ માંથી છૂટી ગયા. પોતાના આવા વિચારોથી બીજા ઘણાને પ્રભાવિત કર્યા.

image source

ચાલો જાણીએ સ્વામી વિવેકાનંદના આવા અણમોલ વિચારોને.

1) ઉઠો, જાગો અને ત્યાં સુધી ના રોકાવ જ્યાં સુધી તમને તમારું લક્ષ્યના મળે.

2) પોતાને કમજોર સમજવો એ સૌથી મોટું પાપ છે.

3) તમને કોઈ ભણાવી નહિ શકે, તમને કોઈ આધ્યાત્મિક નહિ બનાવી શકે. તમારે બધુંજ જાતે કરવાનું છે. આત્માથી સારો કોઈ શિક્ષક નથી.

image source

4) સત્યને હજાર તરીકે બતાવી શકાય છે પણ છતાં બધુજ સત્ય છે.

5) બહારનો સ્વભાવ ખાલી અંદરના સ્વભાવનું મોટું રૂપ છે.

6) વિશ્વની બધીજ શક્તિ પહેલાંથી આપડી છે. એ આપણેજ છીએ જે પહેલા પોતાની આંખ પર હાથ રાખીએ અને પછી કહીએ કે બધે જ અંધારું છે.

image source

7) વિશ્વ એક વિશાળ વ્યાયામ શાળા છે જ્યાં આપણે પોતાને મજબૂત બનાવવા આવીએ છીએ.

8) દિલ અને દિમાગ ના ઘર્ષણમાં દિલની વાત સાંભળો.

9) શક્તિ જીવન છે નિર્બળતા મૃત્યુ છે. વિસ્તાર જીવન છે સંકોચ મૃત્યુ છે. પ્રેમ જીવન છે વેર મૃત્યુ છે.

image source

10) કોઈ દિવસ એવો આવે કે તમારી સામે મુશ્કેલી ના આવે તો સમજી જવું કે તમે ખોટા રસ્તા પર છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ