જો શરૂ થવા લાગે શરીરમાંથી બ્લીડીંગ, તો બીજા બધા કામ પડતા મુકીને કરો આ કામ

અતિ મહત્વની હોય છે પ્રાથમિક સારવાર, જાણો ફર્સ્ટ એડ સંબંધિત જાણકારી

અકસ્માત થાય, પડી જવાય કે અન્ય કોઈ રીતે શરીર પર ઘા થાય ત્યારે સૌથી વધારે મહત્વની હોય છે પ્રાથમિક સારવાર. ખાસ કરીને નાના બાળકોની બાબતમાં આ ઉપચાર મહત્વનો હોય છે. પ્રાથમિક ઉપચાર યોગ્ય રીતે મળે તો આગળની સારવાર મળે ત્યાં સુધી વ્યક્તિ જોખમમુક્ત રહે છે.

પ્રાથમિક સારવાર શા માટે જરૂરી ?

image source

પ્રાથમિક સારવાર આપવાથી ઘા ઝડપથી રુંઝાય છે, અચાનકથી રક્ત વહી જતું હોય તો તે અટકે છે અને જીવનું જોખમ ટળે છે. પ્રાથમિક સારવાર વ્યક્તિના જીવનું જોખમ દૂર કરે છે. પ્રાથમિક સારવાર આપી બ્લીડિંગ અટકાવી શકાય છે.

પ્રાથમિક સારવારની યોગ્ય રીત

image source

– બ્લીડિંગ કોઈપણ ઘાનો પહેલો સંકેત છે. જો કાન, નાક કે મોંમાંથી બ્લીડિંગ થતું હોય તો છાતિમાં કે અબ્ડોમિલમાં ઘા હોય શકે છે. જો 10 મિનિટ સુધી બ્લીડિંગ થાય તો દબાણ કરી શકાય છે જેનાથી બ્લીડિંગ રોકી શકાય છે.

– જ્યાં ઘા થયો હોય ભાર આપવાથી બ્લીડિંગ રોકી શકાય છે. બ્લીડિંગ રોકવા રુ કે સાફ કપડાનો ઉપયોગ કરવો.

– બ્લીડિંગ પગ કે હાથમાં હોય તો તેને હવામાં ઊંચા રાખવા જેથી બ્લીડિંગ ધીમું થઈ જાય છે.

– પ્રાથમિક સારવાર કરતાં પહેલા હાથ સાફ કરવા જેથી ઈંફેકશન ન થાય.

image source

– ઘાને સાફ કરવા માટે એંટીસેપ્ટિક ક્રીમ લગાવવી. તેનાથી ચેપ લાગતો નથી.

– ઘાને ક્યારેય પાણીથી સાફ કરવો નહીં.

– ઘાને સાફ કરવા કેટલાક કિસ્સામાં આયોડીન કે હાઈડ્રોજન પેરોક્સાઈડનો ઉપયોગ કરી શકાય છે. જો કે તેનો ઉપયોગ નિષ્ણાંતની દેખરેખમાં જ કરવો.

બ્લીડિંગ ઈમરજન્સીમાં શું કરવું ?

image source

ઘાની પ્રાથમિક સારવાર કરવી જરૂરી છે પરંતુ ઘા કેટલો મોટો કે વધારે છે તે વાત જાણવી પણ ખૂબ જરૂરી છે. ઘામાંથી વધારે પ્રમાણમાં લોહી વહી જાતું હોય તો સૌથી પહેલા ઈમરજન્સી કોલ કરો.

આવી સ્થિતિમાં પ્રાથમિક સારવાર પહેલા ઈમરજન્સી કોલ જરૂરી હોય છે. વધારે પ્રમાણમાં રક્ત વહીં જાય તો વ્યક્તિને ચક્કર આવવા લાગે છે અથવા તો તે બેભાન થઈ શકે છે. તેથી વ્યક્તિને યોગ્ય સ્થાને સુવાડી કે બેસાડી દેવો જેથી તેની પડી જવાની શક્યતા ન રહે.

image source

છાતિમાં વાગ્યું હોય તો વ્યક્તિના શરીરમાં કેટલાક પરિવર્તનો દેખાવા લાગે છે. તેથી વ્યક્તિને સતત નજર સામે રાખવી જ્યાં સુધી ઈમરજન્સી મદદ આવી ન જાય.

પ્રાથમિક સારવાર બાદ ડોક્ટરનો સંપર્ક

– પ્રાથમિક સારવાર આપવાથી રક્ત વહીં જતું બંધ થાય કે ઓછું થાય એટલે તુરંત ડોક્ટર પાસે જવું.

image source

– ઘા થયો હોય તેની આસપાસ ત્વચા નિર્જીવ થઈ જાય તો તુરંત ડોક્ટરને દેખાડો.

– ઘાની ચારે તરફ ત્વચા લાલ થઈ જાય તો પણ ડોક્ટરને તુરંત દેખાડો.

– પ્રાથમિક સારવાર પછી પણ દુખાવો બંધ ન થાય કે રાહત ન જણાય તો ડોક્ટરને તુરંત દેખાડો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ