નીના ગુપ્તાની આ સ્ટાઇલ તમારી વધતી ઉંમરને છુપાવી દેશે, ફોલો કરો તમે પણ

નીના ગુપ્તાની આ ટાઇમલેસ સ્ટાઇલ જોઈ ભલભલી યુવતિઓ પણ તેને ફોલો કરવા લાગશે

image source

બોલીવૂડની પીઢ અભિનેત્રી નીના ગુપ્તા આજ કાલ અત્યંત ખુશ જોવા મળી રહી છે અને કેમ ન હોય તેણીની ફિલ્મ લાસ્ટ કલરને 92માં એકેડેમી અવોર્ડમાં બેસ્ટ પિક્ચરની કેટેગરીમાં નોમિનેશન મળ્યું છે. તેણીની અભિનય ક્ષમતા વિષે તો કોઈ જ બે મત ન હોઈ શકે. તણીએ વારંવાર પોતાના ઉત્તમ અભિનયને સાબિત કર્યો છે.

image source

તેણી ભલે તમને ઓન સ્ક્રીન સાદા વસ્ત્રો કે પછી ટીપીકલ ઇન્ડિયન માતાના વસ્ત્રોમાં જોવા મળતી હોય પણ પર્સનલ લાઇફમાં તેણી ઘણી સ્ટાઇલીસ્ટ છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ટકી રહેવા માટે કલાકારે ઘણા પ્રયાસ કરવા પડે છે પણ આ બધા વિરુદ્ધ નીના ગુપ્તાએ પોતાની શરતે કામ કર્યું છે અને તેણી સ્ક્રીન પર પોતાની હાજરી ગણાવવામાં સફળ રહી છે.

image source

હાલ નીના ગુપ્તા 60 વર્ષ વટાવી ચૂકી છે અને તેણી પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર પણ સતત એક્ટિવ રહે છે. જો તમે ક્યારેય તેણીની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ ન જોઈ હોય તો તમારે તેના પેજ પર એકવાર તો સર્ફ કરી જ લેવું જોઈએ. તમને તેની તસ્વીરો જોઈને ખ્યાલ આવી જશે કે તેણી રીયલ લાઇફમાં કેટલી સ્ટાઇલીશ છે.

આ તસ્વીરો દ્વારા તમને ખ્યાલ આવશે કે તેણીની ફેશન સેન્સ અત્યંત આધુનિક અને અનુરુપ છે. અને બની શકે કે તેમાંથી તમને પણ તમારું વોર્ડરોબ અપગ્રેડ કરવાનું મન થઈ જાય.

image source

સામાન્ય રીતે નીના ગુપ્તાને તમે ઓન સ્ક્રીન તો સાદી સાડી કે પછી પંજાબી સૂટમાં જ જોઈ હશે. પણ આ તસ્વીરમાં તમે તેને પ્લેન ગ્રીન સાડીમાં જોઈ શકો છો તેણી તેમાં સુંદર લાગી રહી છે. કોટન સારી સાથે તેણીએ સુંદર એથનિક જ્વેલરી પહેરી છે.

image source

પણ હવે પછીની તસ્વીરમાં તેણીને તમે અત્યંત આધુનિક વસ્ત્રોમાં જોશો. અને કેમ ન જુઓ તમને કદાચ ખ્યાલ નહીં હોય પણ તેણીની દીકરી મસાબા ગુપ્તા બોલીવૂડની જાણીતી ફેશન ડીઝાઈનર છે. બીજી બાજુ નીના કોઈ પણ વસ્ત્રોને સુંદર રીતે કેરી કરી જાણે છે. આ વન-શોલ્ડર કફ્તાનને જ લઈ લો તેણી તેમાં અત્યંત એલિગન્ટ લાગી રહી છે.

image source

મા દીકરીની આ સહિયારી તસ્વીરમાં બન્ને એકબીજાને કમ્પીટીશન આપી રહી હોય તેવું લાગી રહ્યું છે. મસાબા તો નિઃશંક પણે એક બોસ લેડી જ લાગી રહી છે કે જે તેણી વાસ્તવમાં છે પણ તેણીની માતા પણ આત્મ વિશ્વાસથી ભરપુર લાગી રહી છે જે આ બન્ને સ્ત્રીઓના લોહીમાં દોડે છે.

image source

તો આ શોર્ટ્સ ડ્રેસીસમાં પણ તેણી કૂલ લાગી રહી છે. નીનાની આ તસ્વિરો જણાવે છે કે ઉંમર તો માત્ર આંકડા જ છે તમારે માત્ર તમે જે છો તે બનવાની હિમ્મત કરવાની છે. આ મીની ફ્લોરલ ડ્રેસમાં તેણી સુંદર લાગી રહી રહે છે.

image source

એવું નથી કે નીના ગુપ્તા માત્ર શોર્ટ ડ્રેસીસ, સાડી કે પછી લોંગ ડ્રેસીસ જ પહેરી શકે છે પણ આ તસ્વીરોમાં તમે જોઈ શકશો કે તેણી કોઈ પણ વસ્ત્રોમાં સુંદર લાગે છે. તે પછી ગ્લેમરથી ભરપૂર વસ્ત્રો હોય કે કેઝ્યુઅલ વસ્ત્રો હોય તેણી કોઈ પણ વસ્ત્રોમાં સ્વાભાવિક લાગી શકે છે. આ ટ્રેકસૂટ્સમાં તમે પણ જુઓ કે તેણી કેટલી નેચરલ લાગી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ