આલુ પનીર ચાટ -ટેંગી, સ્પાયસી ટેસ્ટી આલુ પનીર ચાટ બનાવવી ખુબજ સરળ છે. એપીટાઇઝર તરીકે પણ સર્વ કરવામાં આવે છે.

આલુ પનીર ચાટ :

આલુ પનીર ચાટ એ એક પ્રકારનું ઇવનિંગ સ્નેક છે. ટેંગી, સ્પાયસી ટેસ્ટી આલુ પનીર ચાટ બનાવવી ખુબજ સરળ છે. એપીટાઇઝર તરીકે પણ સર્વ કરવામાં આવે છે. ટી ટાઇમ માં પણ સર્વ કરવામાં આવતી હોય છે. ઓછી જ સામગ્રીમાં થી બની જતી આ રીચ આલુ પનીર ચાટ ચટપટી હોવાથી બાળકોને અને સોફ્ટ હોવાથી ઘરના વડીલો ને પણ ખાવી ફાવશે. આમ નાનાથી માંડીને મોટા દરેક લોકોને ખૂબજ સ્વાદિષ્ટ લાગશે. તેમાં ઉમેરેલી દરેક સામગ્રી ખૂબજ હેલ્ધી પણ છે. બાળકો ને નાસ્તા બોક્ષમાં આપી શકાય છે. વેકેશનમાં સાંજના નાસ્તામાં બાળકોને બનાવી આપવી પણ ખૂબ અનુકૂલ રહેશે. ઘરમાં થી જ મળી જતી સામગ્રી માંથી બની જતી આ આલુ પનીર ચાટ તમે પણ ઘરે બનાવી બધાને ટેસ્ટ કરાવજો.

તેના માટે હું અહીં આલુ પનીર ચાટની રેસિપિ આપી રહી છું તો તમે તેને ફોલો કરીને ચોક્કસથી બનાવજો.

આલુ પનીર ચાટ બનાવવા માટેની સામગ્રી :

  • 4 બટેટા
  • ½ કપ લીલા વટાણા
  • 1 કપ પનીર ક્રમ્બલ અથવા અથવા 1 ½ કપ પનીર ના ક્યુબ
  • 5 ટી સ્પુન ઓઇલ + 1 ટી સ્પુન બટર
  • 1 ટેબલ સ્પુન છીણેલુ આદુ
  • 1 બારીક કાપેલુ ટમેટુ
  • 1 લીંબુ નો જ્યુસ
  • 1 ટેબલ સ્પુન ટોમેટો સોસ
  • 2 ટેબલ સ્પુન બારીક સમારેલી કોથમરી
  • 1 બારીક સમારેલી ઓનિયન
  • 2 બારીક સમારેલા લીલા મરચા
  • સોલ્ટ સ્વાદ મુજબ
  • 1 ½ ટી સ્પુન ચાટ મસાલો
  • ½ ટી સ્પુન મરી પાવડર
  • ½ ટી સ્પુન ચીલી ફ્લેક્ષ
  • 10-12 કાજુના ફાડા
  • 15 -20 કીશમીશ
  • 1 નાનુ લાલ મરચુ

ગાર્નિશિંગ માટે :

  • 2-3 કાજુ, બારીક કાપેલી કોથમરી, ઓનિયન રીંગ્સ, ટમેટાના નાના પીસ

આલુ પનીર ચાટ બનાવવા માટેની રીત :

સૌ પ્રથમ કુકરમાં નીચે સ્ટેંડ મૂકી તેમાં જાળી મૂકી તેમાં 4 બટેટા અને લીલા વટાણા 3 વ્હીસલ કરી બાફી લ્યો.

બફાઇ જાય એટલે છાલ ઉતારી તેના મોટા સ્ક્વેર કાપી લ્યો.

ત્યારબાદ એક નોન સ્ટીક તવામાં 5 ટી સ્પુન ઓઇલ + 1 ટી સ્પુન બટર મૂકી ગરમ કરો.

ઓઇલ બરાબર ગરમ થાય એટલે તેમાં બાફેલા બટેટાના બધા સ્ક્વેર ગોલ્ડન કલર ના ફ્રાય કરી લ્યો. હવે તેને એક પ્લેટ્માં ટ્રાંસફર કરી લ્યો.

હવે તવા માં રહેલા લેફ્ટ ઓવર ઓઇલમાં 1 ટેબલ સ્પુન છીણેલુ આદુ અને 2 બારીક સમારેલા લીલા મરચા ઉમેરી જરા સાંતળીલ્યો.

ત્યારબાદ તેમાં બાફેલા ½ કપ લીલા વટાણા ઉમેરી મિક્ષ કરી લ્યો.

હવે તેમાં 10-12 કાજુના ફાડા, 15 -20 કીશમીશ, 1 નાનુ લાલ મરચુ અને 1 ઓનિયન બારીક સમારેલી ઉમેરીને મિક્ષ કરો.

ઓનિયન ટ્રાંન્સ્યુલેટ થાય એટલે તેમાં 1 કપ પનીર ના ક્રમ્બલ ઉમેરી અને 1 બારીક કાપેલા ટમેટાના પીસ ઉમેરો. ક્રમ્બલ પનીર ઉમેરવાથી થોડો સમય ઓછો લાગશે. (કેમકે ક્યુબ ફ્રાય કરીને ઉમેરવાના હોય છે. પનીર ના ક્રમ્બલ અલગ થી સોતે કરવાના નથી કેમેકે તેમ કરવાથી પનીર ટાઈટ થઇ જાય છે).

અથવા 1 ½ કપ પનીર ના ક્યુબ ગોલ્ડન ફ્રાય કરીને તેમાં ઉમેરો. મિક્ષ કરી લ્યો.

હવે તે½ ટી સ્પુન મરી પાવડર અને ½ ટી સ્પુન ચીલી ફ્લેક્ષ ઉમેરી મિક્ષ કરો.

ત્યારબાદ તેમાં 1 ½ ટી સ્પુન ચાટ મસાલો ઉમેરો.

(આલુ પનીર ચાટ ને ચટપટુ – ટેંગી ટેસ્ટ આપવા માટે તેમાં ચાટ મસાલાનું પ્રમાણ વધારે રાખવાનું છે).

સાથે તેમાં 2 ટેબલસ્પુન કોથમરી ઉમેરો. સરસ થી મિક્ષ કરી 2 મિનિટ કૂક કરો.

હવે તેમાં ગોલ્ડન ફ્રાય કરેલા બટેટાના ક્યુબ ઉમેરી દ્યો.

સાથે તેમાં 1 લીમ્બુનો રસ અને 1 ટેબલ સ્પુન ટોમેટો સોસ ઉમેરી બરાબર મિક્ષ કરી લ્યો.

1 – 2 મિનિટ હલાવતા જઈ કુક કરી લ્યો. જેથી તેમાં બરાબર ટેન્ગી ટેસ્ટ આવી જાય.

હવે આલુ પનીર ચાટ એક સર્વીંગ પ્લેટમાં ટ્રાંસ્ફર કરી લ્યો.

બારીક સમારેલી કોથમરી, કાજુ, ઓનિયન રિંગ્સ અને ટમેટાના નાના નાના પીસથી ગાર્નીશ કરી ગરમા ગરમ સર્વ કરો.

ઘરમાં ઇવનીંગ સ્નેક તરીકે અને હોટેલમાં એપીટાઈઝર તરીકે સર્વ કરવામાં આવતી આ ટેન્ગી આલુ પનીર ચાટ ખરેખર બધાને ખૂબજ ભાવશે. બાળકોને વારંવાર બનાવીને આપવું પડશે.

મારી આ રેસિપિ ફોલો કરીને તમે પણ તમારા રસોડે આલુ પનીર ચાટ ચોક્કસથી બનાવજો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.