અમેરિકામાં રહેતી સુશાંત સિંહ રાજપૂતની બહેને કોરોન્ટાઇન છૂટ મેળવવા માટે કરી અપીલ, કારણકે…

સુશાંત સિંહ રાજપૂતની બહેન અમેરિકાથી આવી રહી છે, ક્વોરંટાઈનમાંથી છૂટ મેળવવા માટે કરી અપીલ

૨૦૨૦નુ વર્ષ દેશ અને દુનિયા માટે સારું રહ્યું નથી, આ વર્ષે અનેક મુશ્કેલીઓ સામે દેશ અને દુનિયા લડી રહી છે. પછી એ બોલીવુડ હોય કે દેશના ઉદ્યોગ ક્ષેત્ર. કોરોનાના કહેરે કશાયને છોડ્યું નથી. આવા સમયે બોલીવુડમાં અનેક સેલેબ્રેટી પોતાના અભિનયને સંકેલી ચુક્યા છે. હાલમાં જ સુશાંત સિંહના સમાચારે આખાય દેશમાં ખળભળાટ મચાવ્યો હતો, ત્યારે હવે એમના પરિવાર માટે લોકો દુઆ કરી રહ્યા છે. મળતી માહિતી મુજબ એમના પરિવારમાંથી એમની બહેન શ્વેતા સિંહ કીર્તિ હવે અમેરિકાથી ભારત આવી રહી છે.

image source

જલ્દી મારા પરિવાર પાસે પહોચવું છે

આપને જણાવી દઈએ કે આ અંગે એમણે પોતે જ જણાવ્યું હતું. પણ એમને દેશમાં આવ્યા પછી સાત દિવસ ક્વોરંટાઈન રહેવા અંગે ચિંતા છે. એમનું કહેવું છે કે તેઓ જલ્દીથી જલ્દી પોતાના પરિવાર પાસે જવા માંગે છે. આ અંગે એમણે પોતાની સોશીયલ મીડિયા પોસ્ટમાં પણ જણાવ્યું હતું કે – “આપ સૌની મદદથી ભારત આવવા માટેની ટીકીટ કન્ફર્મ થઇ ચુકી છે. હું ૧૬ તારીખે અહીંથી ઉડાન ભરીશ અને દિલ્લી થઈને મુંબઈ આવીશ. જો કે હું સાત દિવસની ક્વોરંટાઈન સમયને લઈને ચિંતામાં છું. કોઈ એવો માર્ગ નથી કે આ સમયથી હું બચી શકું? મારે જેમ બને તેમ જલ્દી મારા પરિવાર પાસે પહોચવું છે.”

મારા પરિવાર માટે પ્રાથના કરો

આપને જણાવી દઈએ કે સુશાંતને ૧૪ જુનના દિવસે બાંદ્રા સ્થિત પોતાના ઘરમાં ફાંસી પર લટકેલ અવસ્થામાં મળ્યા હતા. જો કે ૧૫ જુનના દિવસે એમના પરિવારની હાજરીમાં એમના અંતિમ સસ્કાર પણ કરવામાં આવ્યા હતા. આ ઘટના પર શ્વેતાએ લખ્યું હતું જે – “પ્રતિક્રિયા ન આપવા બાબતે હું દિલગીર છું. હું હજુ પણ મજબુત બની રહેવાનો પ્રયાસ કરી રહી છું. દરેકની સંવેદનાઓ બદલ આપનો આભાર. આ મને શક્તિ આપે છે. બસ મારા પરિવાર માટે પણ પ્રાથના કરો.’

આપને એ પણ જણાવી દઈએ કે સુશાંતના આ પ્રકારના નિધનથી આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. સુશાંતે ૧૪ જુનના દિવસે પોતાના બાંદ્રા સ્થિત ઘરમાં ફાંસી લગાડીને આત્મહત્યા કરી લીધી હતી.

સુશાંત સિંહ રાજપુતના કરિયરની શરૂઆત

ઉલ્લેખનીય છે કે સુશાંત સિંહ રાજપૂતે સ્ટાર પલ્સના શો ‘કિસ દેશ મેં હે મેરા દિલ’ ટીવી શોથી પોતાના અભિનય કાર્યની શરૂઆત કરી હતી. જો કે આ પછી તેઓ ઝી ટીવી પર આવનારા શો પવિત્ર રીસ્તામાં મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. પવિત્ર રીસ્તા સિરીયલથી લોકચાહના મેળવ્યા બાદ અભીનતા સુશાંત જરા નચકે દિખા અને ઝલક દિખલા જા જેવા રિયલિટી શોમાં પણ જોવા મળ્યા હતા. જો કે ત્યારબાદ એમણે ‘કાય પો છે’ દ્વારા પોતાના ફિલ્મી જગતની સફર શરુ કરી હતી. જો કે સુશાંતની સુસાઈડ મિસ્ટ્રી હજુ સોલ્વ થઇ નથી, પણ પોલીસની તપાસ હજુ ચાલુ છે.

Source : ABP News

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ