શા માટે પ્લેનનો કલર હોય છે વ્હાઇટ? ક્લિક કરીને રસપ્રદ સ્ટોરી વાંચી લો તમે પણ…

શા માટે પ્લેન સફેદ રંગના હોય છે ?

કેટલી બધી વસ્તુઓ કુદરતી રીતે જ સફેદ હોય છે. માણસ ના દાંત, કેટલીક ગાયોનો રંગ, દૂધ સફેદ, દહીં સફેદ ,પનીર સફેદ , વાદળા સફેદ અને વાદળોમાં વચ્ચે ઉડતું પ્લેન પણ સફેદ. કેટલીક વસ્તુ તો કુદરતી રીતે જ સફેદ છે પણ કોઈ દિવસ એવો વિચાર આવ્યો છે કે પ્લેન શા માટે સફેદ રંગનું હોય છે ?જોકે હવે તો ઘણા પ્લેન રંગીન પણ જોવા મળે છે પરંતુ મોટે ભાગે સફેદ રંગના વધારે જોવા મળે છે.

image source

પ્લેન સફેદ રંગનું હોવા પાછળ ચોક્કસ આર્થિક અને વૈજ્ઞાનિક કારણો છે.

આપણે બધા જ જાણીએ છીએ કે આપણે પણ ઉનાળાની પ્રખર ગરમીથી બચવા માટે સફેદ રંગનાં કપડાં પહેરવાનું પસંદ કરીએ કારણ સફેદ રંગ ગરમીનો શોષક છે.સફેદ રંગ સૂર્યની ઉર્જાને સારી રીતે પરિવર્તિત કરી શકે છે.બસ વાત પ્લેનનાં સફેદ રંગ પાછળ પણ લાગુ પડે છે.પ્લેન આકાશમાં ઉચ્ચ ઉડે છે , તેની પર સૂર્યના કિરણો સીધા જ પડે છે. સૂર્ય માંથી નીકળતા ઇન્ફ્રારેડ કિરણો ભયંકર ગરમી ઉત્પન્ન કરે છે.જ્યારે સફેદ રંગ એક સારા માં સારો રિફલેક્ટર છે જે અસહ્ય ગરમીથી પ્લેનને ગરમ થવાથી બચાવે છે. સફેદ રંગ 99% સૂર્યના કિરણોને રિફ્લેક્ટ કરે છે.

image source

પ્લેનના સફેદ રંગમાં કોઈપણ પ્રકારની તિરાડ અને ગોબો બહુ જ જલદી દેખાઈ જાય છે. પ્લેનનું આસાનીથી નિરીક્ષણ થઈ શકે એટલા માટે પણ તેનો રંગ સફેદ રાખવામાં આવે છે.

અન્ય રંગો ની સરખામણીએ સફેદ રંગની વિઝિબિલિટી પણ વધારે હોય છે. આકાશમાં ઊંચે ઊડતું સફેદ પ્લેન બહુ સરળતાથી દેખાય છે જેને કારણે એક્સિડન્ટથી પણ બચી શકાય છે.

image source

અન્ય રંગની તુલનામાં સફેદ રંગનું વજન પણ ઓછું હોય છે. સફેદ રંગે રંગેલા પ્લેન પર રંગ ના વજન નો ભાર ઓછો પડે છે.પ્લેન પોતે જ ખુબ વજનદાર હોય છે ,તેમાં અન્ય રંગથી રંગ કરવામાં આવે તો તેનું વજન વધી શકે છે.પ્લેન ના વધુ પડતા વજનને કારણે પેટ્રોલનો પણ વધુ પડતો વપરાશ થાય છે, એટલે પરોક્ષ રીતે જોઈએ તો સફેદ રંગના કારણે પેટ્રોલમાં પણ બચત થાય છે.

image source

નિષ્ણાતોના જણાવ્યા મૂજબ સફેદ રંગના પ્લેનની રિસેલ વેલ્યુ પણ વધારે હોય છે. બાહય પ્રદૂષણ અને સતત ગરમીમાં રહેવાને કારણે પ્લેનનો કલર જલ્દી ઉડી જાય છે. પણ સફેદ રંગના કારણે પ્લેનને વારંવાર રંગ કરાવવું પડતું નથી.તમને જાણીને નવાઈ લાગશે કે એક પ્લેનને રંગ પાછળ લગભગ ત્રણ લાખથી એક કરોડ રૂપિયા સુધીનો ખર્ચ થઈ શકે છે. ઉપરાંત એક પ્લેનને રંગ કરવામાં ત્રણથી ચાર અઠવાડિયા નો સમય થાય છે.

image source

કોઈપણ કંપનીને આટલો સમય અને આટલો ખર્ચો નુકસાન કરે છે. આ સમસ્યાથી બચવા માટે પણ મોટાભાગની કંપનીઓ પ્લેનનો રંગ સફેદ રાખવાનું પસંદ કરે છે. ક્રેશ થયેલા વિમાનનો કાટમાળ પણ સફેદ રંગને કારણે જલ્દી મળી જાય છે. ઘણીવાર પ્લેન ક્રેશ થઇ અને દરિયામાં પણ પડતું હોય છે ત્યારે દરિયાના ઊંડાણમાં સફેદ રંગનું પ્લેન કે તેનો કાટમાળ શોધવામાં પણ સરળતા રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ