રાજસ્થાનની 21 વર્ષીય સુમન રાવ ફેમિના મિસ ઇન્ડિયા 2019નું ટાઇટલ જીતી,PICS

ભારતીય મૂળની ટોની સિંહ બની મિસ વર્લ્ડ 2019

image source

ભારતીય મૂળની જમૈકામાં રહેનારી ટોની એન સિંહના માથા પર મુકાયો મિસ વર્લ્ડ 2019નો તાજ.

તમને જણાવી દઈએ કે મિસ વર્લ્ડનો આ વર્ષનો કોન્ટેસ્ટ લંડનમાં આયોજિત કરવામા આવ્યો હતો.

આ સ્પર્ધામાં 120 દેશની સુંદરીઓએ ભાગ લીધો હતો. અત્યાર સુધીમાં મિસવર્લ્ડનો ખિતાબ જમૈકાએ ચાર વાર જીત્યો છે.

image source

પણ આ વર્ષે ભારત માટે જમૈકાની આ જીત એટલા માટે ખાસ છે કારણ કે તેની વિજેતા મૂળે એક ભારતીય છે.

તેણી ફ્લોરિડા સ્ટેટ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી ચૂકી છે. અને તેણી એક સાઇકોલોજી સ્ટૂડન્ટ છે અને તેણી એક ડોક્ટર બનવા માગે છે.

તેમજ ભારતની પ્રતિનિધિ સુમન રાવે પણ દેશનું નામ રોશન કર્યું છે અને તેણી આ સ્પર્ધામાં ત્રીજા સ્થાને આવી છે.

image source

અને આમ જોવા જઈએ તો સ્પર્ધામાં ભારતની બેવડી જીત થઈ છે. તમને જણાવી દઈએ કે બીજા સ્થાન પર મિસ ફ્રાન્સ ઓપેલી મોજિનો છે.

ભારતનું પ્રતિનિધિત્વ કરી રહેલી સુમન રાવ આ પહેલાં મિસ વર્લ્ડ એશિયા 2019નો તાજ પોતાના નામે કર્યો હતો. તેણી 2019ના જૂન મહિનામાં મિસ ઇન્ડિયા બની હતી.

તેણીનો જન્મ 23 નવેમ્બર 1999ના રોજ થયો હતો હાલ તેણી સીએનો અભ્યાસ કરી રહી છે. તેણી રાજસ્થાનની વતની છે.

image source

અને અન્ય બ્યૂટી કોન્ટેસ્ટ વિજેતાની જેમ તેણીનું હવે પછીનું આયોજન બોલીવૂડમાં પ્રવેશવાનું છે. જો કે હાલ તેણી પાસે મોડેલીંગના અઢળક કોન્ટ્રાક્ટ છે તેને પુર્ણ કરવામાં લાગી છે.

તમને જણાવી દઈએ કે સુમન ખુબ જ નાની ઉંમરે ગ્લેમર વર્લ્ડમાં પ્રવેશી ચૂકી છે. તેણી એક કથક ડાન્સર પણ છે અને તેણી મિસ નવી મુંબઈ કોન્ટેસ્ટમાં ફર્સ્ટ રનરઅપ પણ બની ચૂકી છે. ત્યાર બાદ તેણી મિસ રાજસ્થાન 2019નો ખિતાબ પણ જીતી ચૂકી છે.

image source

સૂમનનો જન્મ રાજસ્થાનના ઉદપુર જિલ્લામાં આવેલા ઔદના ગામમાં થયો હતો. તેના પિતા રતનસિંહ રાવ ઝવેરી છે.

જ્યારે માતા કુંવર રાવ એક ગૃહીણી છે. તેના બે ભાઈ જીતેન્દ્ર અને ચિરાગ પણ છે.

અન્ય રાજસ્થાની કુટુંબની જેમ સુમનનો પરિવાર પણ રોજગારની શોધમાં સુમન જ્યારે માત્ર એક જ વર્ષની હતી ત્યારે મુંબઈ આવ્યો હતો. ત્યાર બાદ તેણીનું જીવન મુંબઈમાં જ પસાર થયું.

image source

તેણીએ પોતાના શાળાનો અભ્યાસ નવી મુંબઈની મહાત્મા સ્કૂલ ઓફ એકેડેમિક્સ એન્ડ સ્પોર્ટ્સમાંથી કર્યો છે અને હાલ તેણી મુંબઈ યુનિવર્સિટિમાંથી એકાન્ટન્ટસીનો કોર્સ કરી છે.

સુમને આ સ્પર્ધામાં માત્ર પોતાની સુંદરતાનો જ પરચો નથી આપ્યો પણ તેણીએ આ સ્પર્ધાના એક સેગમેન્ટ બ્યૂટિ વિથ અ પર્પઝમાં ભાગ લીધો હતો જેમાં તેણીએ આર્થિક સ્વતંત્રા દ્વારા આદિવાસી મહિલાઓને મદદ કરવાની પહેલ કરી હતી.

image source

આ ઉપરાંત સુમન રાજકુમારી દિયાકુમારી ફાઉન્ડેશન સાથે પણ સંકળાયેલી છે. તે દ્વારા તેણી મહિલાઓને તેમની હસ્તકલા દ્વારા રોજગાર પુરો પાડવામાં મદદ કરી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ