આ શું! ટાઇગર શ્રોફને પકડી ગઇ પોલીસ, જોઇ લો તસવીરોમાં તમે પણ

ટાઈગર શ્રોફની ધરપકડઃ જાણો શું છે મામલો

તાજેતરમાં ટાઇગર શ્રોફની એક તસ્વીર સોશિયલ મિડિયા પર ખુબ વાયરલ થઈ રહી જેમાં તેની ધરપકડ કરવામાં આવી રહી છે. આ વયારલ થયેલી તસ્વીરમાં ટાઇગર શ્રોફ પોલીસ જીપમાં બેઠેલો છે અને તેને હાથકડી પણ પહેરાવવામાં આવી છે. ઇન્ટરનેટ પર તો લોકો એવી ચર્ચા કરી રહ્યા છે કે તેની ધરપકડ કરવામાં આવી છે. પણ સાચી હકીકત અમે તમને જણાવીશું.

image source

ગયા વર્ષે ટાઇગરે પોતાના આઈડલ એવા રિતિક રોશન સાથે વોર ફિલ્મ કરી અને ફિલ્મ સુપર ડુપર હીટ રહી. ઋતીક હવે પછી કઈ ફિલ્મ કરી રહ્યો છે તેની કોઈ જ માહિતી નથી પણ ટાઇગર પોતાની આવનારી ફિલ્મના શુટિંગમાં વ્યસ્ત થઈ ગયો છે. તેની હીટ સીરીઝનો ત્રીજા પાર્ટ એટલે કે બાગી 3ના શુટિંગમાં તે વ્યસ્ત થઈ ગયો છે અને આ તસ્વીર શુટિંગ દરમિયાન જ લેવામાં આવી હતી.

image source

સોશિયલ મિડિયા પર તસ્વીરોને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. એમ પણ બાગી સીરીઝનો એક આગવો ફેનવર્ગ છે અને ટાઇગરના ફેન્સની પણ કોઈ કમી નથી. ટાઈગર પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર 18.5 મિલિયન એટલે કે 1.85 કરોડ ફોલોઅર્સ ધરાવે છે.

image source

તમને જણાવી દઈએ કે માત્ર તસ્વીર જ નહીં પણ ટાઇગરની કેટલીક વિડિયોઝ પણ સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહી છે. કેટલાકમાં તે પોતાના ફેન્સને અભિવાદન આપતો જોઈ શકાય છે તો કેટલાકમાં તે શુટિંગ કરી રહ્યો છે. એક વિડિયોમાં તો તેના ફેન્સ ‘ટાઈગર ટાઇગર’નામની બૂમો પાડી રહ્યા છે. ટાઇગર સાથે એક્ટર રીતેશ દેશમુખ અને ડીરેક્ટર એહમદ ખાન પણ છે.

 

View this post on Instagram

 

A post shared by tigerian_sager (@tigerian_sager) on

આ ફિલ્મનું શુટિંગ હાલ જયપુરમાં ચાલી રહ્યું છે. અને જેમ જેમ લોકોને ખબર પડતી ગઈ કે ત્યાં ફિલ્મનું શુટિંગ ચાલી રહ્યું છે અને ટાઇગર શ્રોફ તેમજ રીતેશ દેશમુખ છે કે તરત જ સેંકડો લોકોની ભીડ ત્યાં હાજર થઈ ગઈ. છેલ્લા કેટલાક દિવસથી શૂટિંગ ચાલી રહ્યું છે. ક્યારેક રીતેશ દેશમુખ પોલીસના યુનિફોર્મમાં જોવા મળે છે તો ક્યારેક તે શહેરના કોઈ ધાબા પર પતંગ ઉડાવતો જોવા મળે છે.

image source

આ ફિલ્મનું શુટિંગ જોધપુરના ત્રિપોલિયા ગેટ વિસ્તારમાં થઈ રહ્યું હતું. જોકે ફિલ્મનું શૂટિંગ જે રીતે ચાલી રહ્યું હતું તે જોતાં કોઈ પણ રીતેશ દેશમુખ અને ટાઇગર શ્રોફ વચ્ચેના સંબંધનો અંદાજો ન લગાવી શક્યા. કારણ કે ક્યારેક રીતેશ ટાઇગરને એરેસ્ટ કરે છે તો ક્યારેક તે બન્ને એક જ મોટરસાઇકલ પર સવારી કરતાં દેખાય છે.

image source

રીતેશ દેશમુખને તમે પોલીસના યુનિફોર્મમાં જોઈ શકો છો. બાગીના આ પહેલાંના બન્ને પાર્ટને લોકોએ ખુબ પસંદ કર્યા છે. હવે ત્રીજા પાર્ટમાં તે કેટલો જાદૂ કરે છે તે તો ફિલ્મ રીલીઝ થશે ત્યારે જ ખ્યાલ આવશે. પણ એટલું તો ચોક્કસ છે કે તેમાં દર્શકોને ફુલ એક્શન જોવા મળશે.

image source

ટાઇગર પોતાની ફિલ્મો પોતાના ડાન્સ મૂવ્ઝ તેમજ હાર્ડકોર એક્સરસાઇઝના કારણે હંમેશા ચર્ચામાં રહ્યો છે પણ સાથે તે પોતાની ગર્લફ્રેન્ડ દિશા પટણીના કારણે પણ અવારનવાર ચર્ચામા રહે છે. દેખીતી રીતે તો તે બન્ને એકબીજાને ડેટ કરતા હોય તેવું લાગી રહ્યું છે પણ તેમણે ક્યારેય પોતાના સંબંધોને જાહેરમાં સ્વીકાર્યા નથી તેમણે હંમેશા એકબીજાને સારા મિત્રો જ ગણાવ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ