આ શહેર છે એકદમ શાંત, જ્યાં નથી કરતુ કોઇ પણ ટેક્નોલોજીનો ઉપયોગ

દુનિયાના આ શહેરમાં ન મોબાઈલ છે, ન ટીવી, ન રેડિયો, ન ઈન્ટરનેટ

image source

આજના સમયમાં માણસ જો કોઈ સૌથી વધુ બાબતથી પરેશાન હોય તો તે મોબાઈલ ફોન અને ઈન્ટરનેટ છે. બંને વસ્તુ આજે માણસની સૌથી મોટી જરૂરિયાત બની ગઈ છે.

એક દિવસ પણ લોકો તેનાથી દૂર રહે તો જાણે પોતાને અલગ દુનિયામાં હોવાનું અનુભવે છે. પરંતુ એક દુનિયા એવી પણ છે, જ્યાં લોકો શાંતિ અને સુકુનભરી જિંદગી જીવી રહ્યાં છે.

image source

અમેરિકામાં એક એવું શહેર છે જ્યાં ન તો મોબાઈલ છે, ન તો વાઈફાઈ અને ન તો રેડિયો.

અમેરિકાના વેસ્ટ વર્જિનિયામાં પોકાહોંટસ કાઉન્ટી સ્થિત એક શહેર છે ગ્રીન બેંક. આ સ્થળ રહેવા માટે દુનિયાનું સૌથી શાંત સ્થળ છે.

image source

આ શહેરમાં કોઈ મોબાઈલ ફોનનો ઉપયોગ કરતું નથી. વાઈફાઈ નથી, ટીવી પણ નથી. એટેલ કે જૂના જમાનાની જેમ. આધુનિક ટેકનિકથી દૂર.

હકીકતમાં, ગ્રીન બેંકમાં દુનિયાનું સૌથી મોટું સ્ટીરબલ રેડિયો ટેલિસ્કોપ રોબર્ટ સી.બાર્ડ ગ્રીન બેંક ટેલિસ્કોપ લાગેલું છે. આ જ કારણ છે કે, આ શહેરમાં બાકી તમામ ઉપકરણો પર પ્રતિબંધ મૂકાયેલો છે.

image source

જે ઈલેક્ટ્રોમેગ્નેટિક વેવ પેદા કરે છે. રેડિયો ટેલિસ્કોપ દૂર ગેલેક્સીથી આવે છે, જે ઈલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સની ઓળખ કરે છે. આવામાં જો તેની આસપાસ હળવી માત્રામાં પણ આવા બીજા વેવ્સ હોય તો, તે યોગ્ય રીડિંગ નથી આપી શક્તુ.

માત્ર મોબાઈલ, વાઈફાઈ, રેડિયો અને ટીવી જ નહિ, પરંતુ આ શહેરમાં પેટ્રોલની ગાડીઓ પર પણ પ્રતિબંધ છે. કેમકે, ગેસોલીન એન્જિનમાં ઈલેક્ટ્રીક સ્પાર્કનો ઉપયોગ થાય છે. તે પણ એક ઈલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ પેદા કરે છે.

image source

માત્ર ગ્રીન પાર્ક જ નહિ, આસપાસના અંદાજે 13000 સ્કેવર મીલ સુધીના વિસ્તારો ડિવાઈસ ફ્રી ઝોન જાહેર કરાયા છે. ગ્રીન બેંકમાં હાલ તો 150 લોકો રહે છે. તેઓ આજના જમાનામાં પણ પોતાને વરદાનની જેમ માને છે.

અહીના બાળકો મોબાઈલ ફોન અને ટીવીને બદલે એકબીજા સાથે આપસમાં વાત કરતા દેખાય છે. અહીના લોકોને તેમના સંબંધીઓ સાથે વાત કરવી હોય તો તેઓ પે ફોન બૂથનો ઉપયોગ કરે છે.

 

image source

મજેદાર વાત તો એ છે કે, છેલ્લાં કેટલાક વર્ષોથી દુનિયાના લોકો અહીં આવીને વસવા લાગ્યા છે. અહીં કોઈ કરિયાણાની દુકાન નથી.

રેસ્ટોરન્ટ નથી, કે આસપાસ કોઈ હોસ્પિટલ પણ નથી. પણ, અહીંનુ જીવન બહુ જ સરળ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ