અક્ષય કુમાર સાથે કામ કરવાવાળી આ અભિનેત્રીઓ અચાનક થઇ ગઈ હતી ફિલ્મોમાંથી ગાયબ આજે જુઓ…

આ હિરોઈન રાતોરાત ફિલ્મોમાંથી થઈ ગઈ હતી ગાયબ – લગ્ન કરીને ઠરીઠામ થયા બાદ ઉભો કર્યો કરોડોનો બિઝનેસ

ગ્લેમર વર્લ્ડ એક એવી દુનિયા છે જ્યાં કોઈનો સિક્કો ચાલી જાય છે તો કોઈને નિરાશા હાથ લાગે છે. અહીં સૌથી વધારે સંઘર્ષ અભિનેત્રીઓએ કરવો પડે છે. તેમણે પોતાની જાતને ટકાવી રાખવા માટે સતત પ્રયાસ કરતો રહેવો પડે છે. ઘણી અભિનેત્રીઓ વન ફિલ્મ વન્ડર બનીને રહી જાય છે અને પછી ક્યારેય પાછી જોવા નથી મળતી. પણ તેનો અર્થ એવો નથી કે તેઓ ફિલ્મ ક્ષેત્રે નિષ્ફળ થયા તો જીવનમાં પણ નિષ્ફળ થયા હોય. તેવું નથી હોતું તેઓ કોઈ બીજા ક્ષેત્રે સફળ થાય છે. અભિનેત્રી મયુરી કાંગોની જ વાત કરીએ તો તેણી આજે એક મોટી કંપનીની સીઈઓ છે. પણ આજે અમે તમારી સમક્ષ મયુરી કાંગોની વાત નથી લાવ્યા પણ ફિલ્મ સૈનિકમાં જોવા મળેલી અભિનેત્રી વિષેની જાણકારી લાવ્યા છીએ.

image source

અક્ષય કુમારની ફિલ્મ સૈનિક તો તમને યાદ જ હશે. આજે પણ કેટલીક સિનેમા ચેનલ પર તેને બતાવવામાં આવે છે. આ ફિલ્મમાં અક્ષય કુમારની જોડી તો અશ્વિની ભાવે સાથે જમાવવામાં આવી હતી. તે ઉપરાંત ફિલ્મમાં રોનિત રોય અને અનુપમ ખેર પણ મહત્ત્વની ભૂમિકામાં હતા. આ ફિલ્મે તેમજ તેના પાત્રોએ લોકોનું દીલ જીતી લીધું હતું. આ ફિલ્મમાં અક્ષયની બહેનનું પાત્ર એક અભિનેત્રીએ ભજવ્યું હતું. તેનું નામ હતું ફરહીન. તેણીનો આ ફિલ્મમાં સાઇડ રોલ હતો પણ તેનું કામ નોંધનીય હતું.

image source

ફરહીને બોલીવૂડમાં રોનીત રોય સાથે ફિલ્મ જાન તેરે નામથી પ્રવેશ કર્યો હતો. આ ફિલ્મ ઘણી સૂપરહીટ રહી હતી. અને તેના ફિલ્મોમાં આવતા જ લોકો તોને માધુરીની ડૂપ્લીકેટ કહેવા લાગ્યા હતા. તે ઘણા અંશે માધુરી જેવી લાગતી હતી. ફિલ્મ જાન તેરે નામ બાદ તેણે ફિલ્મ સૈનિક, નજર કે સામને, દિલકી બાજી, આગ કા સ્ટોર્મ, તેમજ ફોજ વિગેરે ફિલ્મોમાં કામ કર્યું હતું. તેણીએ નજર કે સામને ફિલ્મમાં અક્ષય કુમાર સાથે રોમાંસ કર્યો હતો.

image source

ઉપર જણાવ્યું તેમ તેની પ્રથમ ફિલ્મ સુપરહિટ રહી હતી, માટે તેની માંગ બોલીવૂડ અને સાઉથ ઇન્ડિયન ફિલ્મોમાં પણ વધી ગઈ હતી. માટે તેણી સાઉથ ઇન્ડિયન ફિલ્મો પણ સાઇન કરવા લાગી હતી. પોતાની પ્રથમ ફિલ્મ બાદ તેણે કન્નડ ફિલ્મ હલી મેશ્ત્રુમાં કામ કર્યું. ત્યાર બાદ 1993માં તેણીએ તમિલ ફિલ્મ કાલિગ્નનમા કામ કર્યું. અને તે જ વર્ષે તેણીએ બોલીવૂડમાં ફિલ્મ આગ કા સ્ટોર્મ, સૈનિકમાં કામ કર્યું. 1994માં તેણીએ ફૌજ તેમજ સાજન કા ઘ, અમાનત અને નજર કે સામનેમાં કામ કર્યું. 1994માં તેણીએ અચાનક કોઈ અકળ કારણસર બોલીવૂડને અલવીદા કહી દીધું.

image source

એવું નહોતું કે તેણી પાસે ફિલ્મોની ઓફર્સ નહોતી આવતી પણ કોણ જાણે કેમ તેણે ફિલ્મો કરવાનું છોડી દીધું. તે વખતે તેણીનો પણ એક અલગ ચાહક વર્ગ હતો અને તેમને તેણીની ગેરહાજરીથી નિરાશ થવું પડ્યું હતું.

ત્યાર બાદ સમાચાર મળ્યા હતા કે તેણે પૂર્વ ક્રિકેટર મનોજ પ્રભાકર સાથે લગ્ન કરી લીધા. મળેલી માહિતી પ્રમાણે તેણી લગ્ન પહેલાં તેને ચાર વર્ષથી ડેટ કરી રહી હતી. અને એવું પણ જાણવા મળ્યું હતું કે તેણીએ મનોજ સાથે ગુપ્ત રીતે લગ્ન પણ કરી લીધા હતા.

image source

ફરહિનનો જન્મ 1973માં ચેન્નઈમાં રહેતા એક મુસ્લિમ પરિવારમાં થયો હતો. આજે તેણીના બે બાળકો છે. તમને એ પણ જણાવી દઈએ કે મનોજ પ્રભાકરના આ બીજા લગ્ન હતા. અને પહેલા લગ્નથી તેને એક પુત્ર પણ છે. ફરહિન અને મનોજ પ્રભાકર એક બીજા સાથે લિવ-ઇનમાં રહેતા હતા. કેહવાય છે કે મનોજના પ્રથમ લગ્ન તૂટવા પાછળ ફરહીન જવાબદાર હતી. મનોજ પ્રભાકરની પ્રથમ પત્નીએ એક ઇન્ટર્વ્યૂમાં જણાવ્યુ હતું કે મનોજ લગ્ન વગર ફરહિન સાથે 6 વર્ષ સાથે એક જ ઘરમાં રહ્યા હતા. તેણીએ ઇન્ટર્વ્યૂમાં મનોજ પર એ આરોપ પણ લગાવ્યો હતો કે તે તેણીને માનસિક ત્રાસ આપતો હતો.

image source

આજે ભલે ફરહીન ફિલ્મોથી દૂર હોય પણ તે જ્યાં છે ત્યાં સંપૂર્ણ રીતે ખૂશ છે. તે હાલ પોતાનો પરિવાસ સંભાળી રહી છે અને સાથે સાથે એક સફળ બિઝનેસવુમન પણ છે. તમને જણાવી દઈએ કે ફરહિન પોતાનો હર્બલ સ્કિન કેર પ્રોડક્ટનો સફળ વ્યવસાય કરે છે. તેણી નેચરલ હર્બલ્સ નામની કંપનીની ડિરેક્ટર છે તેણે આ વ્યવસાય પોતાના પતિ મનોજ પ્રભાકર સાથે શરૂ કર્યો હતો. તેણી છેલ્લા 18 વર્ષથી આ કંપનીને સફળ રીતે ચલાવી રહી છે. અને તેણે ખૂબ પ્રગતિ કરી છે અને કોરોડની કમાણી પણ કરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ