આ વખતે લોકોમાં ‘ગો કોરોના ગો’ સ્લોગન લખેલા ગરબાનો અનોખો જ ક્રેઝ, જાણો એવું તો શું છે આ ગરબામાં ખાસ

આ વખતે લોકોમાં ‘ગો કોરોના ગો’ સ્લોગન લખેલા ગરબાનો અનોખો જ ક્રેઝ, જાણો એવું તો શું છે આ ગરબામાં ખાસ

2020માં આપણે ઘણી નવી નવી ઘટનાઓ જોઈ છે અને ભોગવી છે. એમાંની એક એટલે કે આ વખતે મા અંબના નવ દિવસીય નોરતામાં કદાચ ખેલૈયાઓ ગરબા રમી ન શકે પણ માતાની સ્થાપના કરતા ભાવિક ભક્તો તો પોતાના ઘરે અનુષ્ટાન કરશે એટલે જ આ મહમારીમાં એક સ્લોગન લખેલા માટીના ગરબા વાયરલ થઈ રહ્યા છે. કોરોના મહામારીને કારણે આ વર્ષે નવરાત્રી તો નથી યોજાવાની પણ લોકો ઘેર ઘેર ‘ગો કોરોના ગો’ સૂત્ર લખેલા ગરબાનું સ્થાપન કરી નવરાત્રી મનાવવાની સાથે કોરોના મહામારીમાંથી મુક્તિ આપવા માતાજીને પ્રાર્થના કરશે.

image source

હાલની સ્થિતિ પ્રમાણે અમદાવાદમાં ગો કોરોના ગો નામના ગરબા ધૂમ મચાવી રહ્યા છે. લોકોમાં તેની ડિમાન્ડ પણ ખાસી જોવા મળી રહી છે. તો વળી ગરબા બનાવનારાઓનું કહેવું છે કે, આ પ્રકારનું સૂત્ર રાખવા પાછળનું કારણ માત્ર અને માત્ર એટલું છે કે નવરાત્રીમાં જ્યારે કોઈપણ વ્યક્તિ ગરબા થકી મા આદ્યશક્તિનું પૂજન કરે ત્યારે તે વ્યક્તિ કે સાધકના મનમાં માત્ર ને માત્ર વૈશ્વિક મહામારીમાંથી છુટકારો મળે અને ભગવતી મા અંબા પણ વૈશ્વિક મહામારીમાંથી છુટકારો અપાવે તે હેતુથી આ પ્રકારના ગરબા બનાવવામાં આવ્યા છે. હાલમાં રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણની સ્થિતિ તેમજ જાહેર આરોગ્ય સુખાકારીના સંદર્ભમાં રાજ્ય સરકારે આગામી તહેવારો ઉત્સવોની ઉજવણી માટે માર્ગદર્શિકા જાહેર કરી છે.

image source

આદેશ પ્રમાણે રાજ્ય સરકારની આ માર્ગદર્શિકા અને નિર્ણયોનો અમલ આગામી ૧૬મી ઓક્ટોબર 2020થી કરવાનો રહેશે. આ નિર્ણય અનુસાર નવરાત્રી દરમિયાન રાજ્યમાં કોઈપણ ગરબાના જાહેર આયોજન કરી શકાશે નહી.

image source

નવરાત્રીને લઇ છેલ્લા કેટલાય સમયથી ચાલી રહેલી અટકળો વચ્ચે હવે સરકારો મહત્વની જાહેરાત કરી છે. સરકારે નવરાત્રી સહિતના તહેવારોની ઉજવણી પર પ્રતિબંધ લગાવી દીધો છે. નવરાત્રીમાં માત્ર આરતી અને સ્થાપના થઇ શકશે. પરંતુ ગરબાનું આયોજન નહીં કરી શકાય. છેલ્લા ઘણા સમયથી ગુજરાતભરમાં ચર્ચાનો વિષય હતો કે રાજ્ય સરકાર નવરાત્રી યોજવા માટે મંજૂરી આપશે કે નહીં, જોકે આજે રાજ્ય સરકાર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.

image source

સરકારે આટલા આદેશ આપ્યાં

  • નવરાત્રી દરમ્યાન જાહેરમાં ખુલ્લી જગ્યાએ ગરબી/ મૂર્તિ ની સ્થાપના અને પૂજા આરતી કરી શકાશે પરંતુ ફોટા કે મૂર્તિને ચરણ સ્પર્શ નહીં કરી શકાય કે પ્રસાદ વિતરણ નહીં કરી શકાય
  • આ માટે સ્થાનિક વહીવટી તંત્ર ની મંજુરી લેવી આવશ્યક રહેશે
  • ૨૦૦થી વધુ વ્યક્તિઓ એકત્રીત થઈ શકશે નહીં તેમજ આ કાર્યક્રમનો સમય એક કલાકનો જ રહેશે
  • તમામ એસ ઓ પી નું પાલન અવશ્ય કરવાનું રહેશે
  • કન્ટેન્ટમેન્ટ ઝૉન સિવાયના વિસ્તારોમાં સામાજિક, શૈક્ષણિક રમત ગમત, મનોરંજન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ધાર્મિક સમારોહના આયોજનમાં પણ કેટલીક ચોક્ક્સ શરતોને આધીન પરવાનગી અપાશે

    image source
  • તદ્દનુસાર છ ફૂટની દૂરી સાથેનું ફિઝિકલ ડિસ્ટન્સ અને તે માટે ફ્લોર માર્કિંગ કરવાનું રહેશે
  • સમગ્ર સમારંભ દરમિયાન ચહેરાને યોગ્ય રીતે તમામ સમયે ઢાંકી રાખવો પડશે
  • થર્મલ સ્કેનર, સેનીટાઇઝર સાથે ઓકસી મીટરની સુવિધા તેમજ સ્ટેજ, માઇક, ખુરશીને સમયાંતરે સેનીટાઇઝ કરવાના રહેશે
  • હેન્ડવોશ, સેનીટાઇઝરની સુવિધાનો તમામે ફરજિયાત અમલ કરવાનો રહેશે
  • સમારંભ દરમિયાન થૂકવા તેમજ પાન-મસાલા ગુટખા સેવન પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે
  • ૬૫થી વધુ વયના વયસ્ક નાગરિકો, ૧૦ વર્ષથી નીચેની વયના બાળકો, સગર્ભા માતાઓ તેમ જ અન્ય બીમારીથી પીડિત વ્યક્તિઓ આવા સમારંભોમાં ભાગ ન લે તે હિતાવહ છે
  • જો આવા સમારંભો હોલ, હોટલ, બેન્ક્વેટ હોલ, ઓડિટોરિયમ, જ્ઞાતિ સમાજોની લગ્નવાડી, ટાઉન હોલ કે અન્ય બંધ સ્થળે યોજવામાં આવે ત્યારે આવા સ્થળ ની કેપેસિટી ના 50 ટકા કે વધુમાં વધુ ૨૦૦ વ્યક્તિની મર્યાદામાં જ યોજી શકાશે
  • લગ્ન-સત્કાર સમારંભ જેવી ઉજવણીમાં ૧૦૦ વ્યક્તિઓ ભાગ લઇ શકશે

    image source
  • મૃત્યુ બાદની અંતિમ ક્રિયા – ધાર્મિક વિધિમાં મહત્તમ ૧૦૦ વ્યક્તિઓની મર્યાદા રહેશે
  • દુર્ગાપૂજા, દશેરા, દિવાળી, બેસતા વર્ષ નૂતન વર્ષના સ્નેહમિલન, ભાઈ બીજ શરદપૂર્ણિમા જેવા ઉત્સવો-પૂજા ઘરમાં રહીને પરિવારના સભ્યો સાથે કરવા સલાહભર્યું છે
  • આગામી તહેવારોની જાહેરમાં ઉજવણી માટે સ્થાનિક વહીવટી તંત્રની પૂર્વ મંજૂરી આવશ્યક છે
  • મેળા, રેલી, પ્રદર્શનો, રાવણ દહન, રામલીલા, શોભાયાત્રા જેવા સામૂહિક કાર્યક્રમો કે જ્યાં મોટા પ્રમાણમાં લોકો એકઠા થતા હોય તેના પર પ્રતિબંધ રહેશે
  • આ સૂચનાઓના ભંગ થવાના કિસ્સામાં સંબંધિત સ્થળ સંચાલક-આયોજક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે
  • તમામ કાર્યક્રમો દરમિયાન તબીબી સુવિધાઓ ત્વરાએ ઉપલબ્ધ થાય તેનો જરૂરી પ્રબંધ પણ કરવાનો રહેશે
image source

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ

કોરોના મહામારીમાં ગુજરાતની સ્થિતિ ખુબ જ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે પરંતુ સારી વાત એ છે કે, રાજ્યમાં ગત થોડા દિવસો પહેલા 1400થી વધુ પોઝિટિવ કેસ આવતા હતા તેમા છેલ્લા કેટલાક દિવસથી ઘટાડો થયો છે. ત્યાં જ આજે તો 1200થી પણ ઓછા કેસ આવ્યા છે આજે કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે 1181 પોઝિટિવ કેસ આવ્યા છે. ગુજરાતમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા વધીને 1,51,596એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 9 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3569એ પહોંચ્યો છે. જ્યારે 1413 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. ગુજરાત માટે સૌથી મોટા ખુશ ખબર એ છે કે રાજ્યમાં સાજા થવાનો દર 87.28 ટકા છે. ત્યાં જ આજે રાજ્યમાં 51,250 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ