તમે અમદાવાદના બોપલ વિસ્તારમાં રહો છો? તો તમારા માટે છે આ ખુશખબર, જાણી લો જલદી

અમદાવાદમાં તમે રહેતા હો તો પિરાણા ડંમ્પિગ સાઈટ વિશે તો શાંભળ્યું જ હશે. કારણ કે તેનાથી થતા પ્રદુષણને લઈને વાંરવાર ફરિયાદો થતી રહે છે. લોકોનું સ્વાસ્થ્ય પણ જોખમાય છે. જો કે તેને લઈને એનજીટીએ પણ નોંધ લીધી હતી અને હાલમાં તેના નિકાલની કાર્યવાહી ચાલી રહી છે. આવી એક ડમ્પ સાઈટ આવેલી છે શહેરમાં બોપલ ઘુમા વિસ્તારમાં. જેનાથી કદાચ તમે અજાણ હશો. બોપલ-ઘુમાના અંદાજે 1 લાખથી વધુ રહેણાક અને કોમર્શિયલ એકમોમાંથી દૈનિક 81 મેટ્રિક ટન કચરો ડીપીએસ સ્કૂલની બાજુમાં આવેલી ડમ્પ સાઈટ પર ઠલવાતો હતો. છેલ્લાં 9 વર્ષમાં 6.5 એકરમાં ફેલાયેલી આ ડમ્પ સાઈટમાં 2.50 લાખ મેટ્રિક ટન કચરો એકત્ર થઈ ગયો હતો.

અનેક વખત આગ લાગવાની પણ ફરિયાદો કરી હતી

image soucre

જેને લઈને આસપાસના રહીશોએ આ ડમ્પ સાઈટને લીધે અતિશય દુર્ગંધ આવતી હોવાની તેમજ મચ્છરોના ઉપદ્રવ અને અનેક વખત આગ લાગવાની પણ ફરિયાદો કરી હતી. લોકોના સ્વસ્થ્ય અંગે પણ પ્રશ્ન ઉભા થયા હતા. કચરાથી આ ડમ્પ સાઈટ ભરાઈ જતાં બોપલ-ઘુમા નગરપાલિકાએ કચરો પીરાણા ખાતેની ડમ્પ સાઈટ પર ઠાલવવા મ્યુનિનિસિપલની મંજૂરી માગી હતી, પણ એ આપવામાં આવી ન હતી. જો કે જુલાઈ-2020માં બોપલ-ઘુમાનો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સમાવેશ કરવામાં આવ્યા પછી મ્યુનિ.એ 1 હજાર મેટ્રિક ટન પ્રોસેસિંગની કેપેસિટી ધરાવતું સેગ્રિગેશન મશીન મૂકી લીગસી વેસ્ટના બાયોમાઈનિંગ પ્રોસેસની કામગીરી શરૂ કરી હતી.

બાયોમાઈનિંગ પદ્ધતિથી નિકાલ કરવામાં આવ્યો

image soucre

નોંધનિય છે કે રાજ્યમાં પહેલી વખત ડમ્પ સાઈટ પર એકત્ર થયેલા કચરાનો બાયોમાઈનિંગ પદ્ધતિથી નિકાલ કરવામાં આવ્યો છે. અગાઉ બોપલ-ઘુમા પાલિકાએ કચરો દૂર કરવા માટેની કામગીરી હાથ ધરી હતી પછી પાલિકાનો મ્યુનિસિપલની હદમાં વિલય થયો હતો. એ પછીના લગભગ 6 મહિનાના ટૂંકાગાળામાં જ બોપલની ડમ્પ સાઈટ ક્લિયર કરવામાં આવી છે. ડમ્પ સાઈટ ક્લિયર થતાં 3 કરોડના ખર્ચે 22 હજાર ચોરસ મીટરમાં ઈકોલોજી પાર્ક બનાવાશે. અમદાવાદનો આ પહેલો ઈકોલોજી પાર્ક હશે, જેનું કામ 1 વર્ષમાં પૂર્ણ કરાશે. આ પાર્કમાં હાઈનેચર કન્ઝર્વેશન અને એેન્વાયર્નમેન્ટ પ્રોટેક્શન કરી શકે તેવા વડ, પીપળો, સીમડો, કેસુડો, ગુલમહોર, ગરમાળ, ચંપા જેવાં વૃક્ષ ઉછેરશે. ફળ આવે અને પક્ષીઓને ખોરાક મળી રહે તેવા આંબો, બદામ, ખાટી આંબલી, ગુંદા સહિતનાં વૃક્ષો પણ હશે. અંદાજે 3 લાખ લોકોને આ પાર્કનો લાભ મળી રહેશે. આમ અહિં કચરાનો પ્રશ્ન હવે દૂર થઈ ગયો છે અને આગામી સમયમાં લોકોને સારી હવા પણ મળશે.

લોકોએ પણ ખૂબ આનંદ વ્યક્ત કર્યો

image soucre

નોંધનિય છે કે ઓગસ્ટમાં અમદાવાદના મેયર બિજલબેન પટેલના હસ્તે અદ્યતન બાયોમાઈનીંગ પદ્ધતિથી નિકાલ કરવા માટેની કામગીરીનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન અમુલ ભટ્ટ અને હેલ્થ અને સો.વે.મે.કમિટી ચેરમેન પરેશ પટેલ અને અન્ય મહાનુભાવો તેમજ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગનાં ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. ડમ્પિગ સાઈટને અડીને ઘણી સોસાયટીઓ આવેલી છે. જેથી કચરાના કારણે લોકોને પડતી હાડમારી દૂર થતા લોકોએ પણ ખૂબ આનંદ વ્યક્ત કર્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ