અક્ષયની કો સ્ટાર બ્રુના એ જણાવ્યો પોતાનો અનુભવ, પાણીમાં આ રીતે આપ્યો દીકરીને જન્મ, વાંચો અહેવાલ

અક્ષય કુમારની અભિનેત્રીએ પાણીમાં પુત્રીને જન્મ આપ્યો.

કલ્પના કરી જુઓ કે કેવી હશે એ પળ જ્યારે એક માં એના બાળકને પાણી જન્મ આપે . અદભુત ,અતિ અદભુત લાગણીનો ધોધ આ સમયે વરસતો હશે.

image source

ખરેખર તો આ સૌભાગ્ય જેને પ્રાપ્ત થયું હોય એને જ એ પળ વિશેની અનુભૂતિ હોય. આજકાલ અભિનેત્રીઓમાં બાળકને પાણીમાં જન્મ આપવાની ઈચ્છા વિસ્તરિત થઈ રહી છે.

image source

તાજેતરમાં જ i hate love story તથા ગ્રેન્ડ મસ્તી જેવી ફિલ્મમાં ફિલ્મસ્ટાર અક્ષય કુમારની સાથે કામ કરનાર કો આર્ટિસ્ટ બ્રુના અબ્દુલ્લાએ થોડાં સમય પહેલાં જ પાણીમાં પોતાની પુત્રીને જન્મ આપ્યો.

image source

પાણીમાં પુત્રીને જન્મ આપનાર બ્રુના અત્યંત ખુશી સાથે જણાવે છે કે પહેલેથી તેને મનમાં હતું કે તેનું સંતાન દુનિયામાં કોઈ પણ દવા વગર એકદમ કુદરતી રીતે જ જન્મ લે. બ્રુનાને પહેલેથી જ હોસ્પિટલમાં જવું અને દવાઓ કરવી પસંદ નથી.

image source

હોસ્પિટલના તોરતરીકાથી જ તેને નફરત છે. એટલે પ્રેગનેન્સી પહેલાં બ્રુનાએ નક્કી કર્યું હતું કે તેનું સંતાન પાણીમાં જન્મ લેશે. બ્રુના ને પાણી સંતાન જન્મ માટે ઉત્તમ , શાંત અને રમણીય જગ્યા લાગી.

image source

બ્રુના એવી જગ્યા ઇચ્છતી હતી જ્યાં તે શાંત વાતાવરણમાં પોતાના સંતાનનું પ્રથમ અવતરણ અનુભવી શકે, જયાં અતિ નિકટનાં સ્વજન તેની અત્યંત સમીપ હોય. કુદરતની અસિમ કૃપા વરસી રહી હોય. અને આ તમામ વાતના સમન્વય માટે બ્રુનાએ પાણી પસંદ કર્યું.

image source

બ્રુનાએ તેના પતિ, માતા અને ડોકટરની મદદથી પાણીમાં ૩૧ ઓગસ્ટના રોજ પુત્રી ઇસાબેલા ને જન્મ આપ્યો છે.

image source

મા બનવું કપરું છે. કહે છે કે બાળકનાં જન્મ સાથે જ માતાનો જન્મ થાય છે. પ્રસવની પીડા સહેવી પણ અધરી છે. પરંતુ આ માટે બ્રુનાએ અગાઉથી જ પોતાની જાતને તૈયાર કરી હતી. માનસિક રીતે તૈયારી કર્યા બાદ બ્રુનાએ કસરત અને હેલ્ધી ડાયેટ પર વિશેષ ધ્યાન આપવાનું શરું કર્યું.

image source

બ્રનાએ તેની ઇરછા મુજબ જ શનિવારનો દિવસ પસંદ કર્યો અને ચાર કલાકથી ઓછા લેબર પેઇનનાં સમયગાળામાં , દવાઓ વગર જ સ્વસ્થતાપૂર્વક પાણીમાં સ્વસ્થ બાળકને જનમ આપ્યો.

image source

બ્રુના જણાવે છે કે પુત્રી જન્મ વખતે તેને પોતે સુપરહીરો હોય એવી અનુભૂતિ થઇ હતી.બ્રુનાને પણ પોતાની સ્ટ્રોંગનેસનો પરિચય ન હતો. તેના જણાવ્યા પ્રમાણે બધું કુદરતી રીતે જ થયું જે મુજબ તેણે ઈચ્છા રાખી હતી.પ્રસવની પીડા ઓછી થતાં જ બ્ર્રુના તરત જ સ્વસ્થ થઈ ગઈ હતી.

પાણીમાં પુત્રીને જન્મ આપીને ધન્યતા અનુભવતી બ્રુના તેના અનુભવને જાદુઈ દુનિયા જેવો દર્શાવે છે.પુત્રીજન્મ બાદ બ્રુનાનો આત્મવિશ્વસ વધ્યો છે. તેને હવે લાગે છે કે તે કશું પણ કરવા સમર્થ છે.

image source

બ્રુના જીવનની નાની મોટી વાતો સોશિયલ મિડયા પર શેર કરે છે.

image source

બ્રુના હેલ્થ અવેરનેસ કેમ્પેઇન “મિસિંગ આઈ” નું સમર્થન કરે છે. મિસિંગ આઈ કેમ્પેન મહિલાઓના શરીરમાં આયોડિનની ઊણપ પરત્વે જાગૃતિ ફેલાવે છે. બ્રુના જણાવે છે કે તે પુત્રી જન્મ બાદ સંપૂર્ણપણે સ્વસ્થ છે એનામાં આયોડિનની કોઈ ઉણપ નથી અને તે બાળકીને સરળતાપૂર્વક સ્તનપાન કરાવે છે.

image source

બ્રુના ની જેમ જ અભિનેત્રી કલ્કિ કોચલીન પણ બાળકને પાણીમાં જન્મ આપવાનું વિચારી રહી છે. કલ્કિનું આ પહેલું બાળક છે. પ્રખ્યાત ફિલ્મ ડાયરેક્ટર અનુરાગ કશ્યપની પૂર્વ પત્ની કલ્કિ કોચલીન ડિસેમ્બર મહિનામાં બાળકને જન્મ આપશે.

image source

કલ્કિ એ થોડા સમય પૂર્વે બોયફ્રેન્ડ ગાય હર્શબર્ગ સાર્થના પોતાના સંબંધો જાહેર કર્યા હતા. ઇઝરાયેલના વતની ગાય અને કલ્કિ હાલ પ્રથમ સંતાનના સ્વાગતની તૈયારીમાં આનંદપૂર્વક વ્યસ્ત છે.

image source

એક મુલાકાતમાં કલ્કિએ જણાવ્યું છે કે તે ગોવાના નેચરોપથી બર્થ સેન્ટરમાં પાણીમાં ડિલિવરી કરાવવાનું વિચારી રહી છે. ક લ્કિ પણ હોસ્પિટલથી દૂર રહીને પ્રાકૃતિક વાતાવરણમાં માં બનવાના સુખનો અનુભવ કરવા માંગે છે. સ્વતંત્ર વિચારો ધરાવતી કલ્કિ જણાવે છે કે તેમણે સંતાન માટે નર અને નારી બંને જાતિમાં ચાલે તેવું નામ પસંદ કરી લીધું છે કારણકે તેઓ નથી ઈચ્છતા કે તેમનું સંતાન જેન્ડર ટેબૂઝમા અટવાયા કરે.

image source

તે ઈચ્છે છે કે તેના સંતાનને તમામ વાતે સ્વતંત્રતા પ્રાપ્ત થાય. કલ્કિ કબૂલ કરે છે કે પ્રેગનેન્સી બાદ એની વિચારધારામાં બદલાવ આવ્યો છે, તે પહેલા કરતાં વધુ શાંત અને ધીરજવાન બની છે. કલ્કિ વધારે સમય સંગીત કસરત અને યોગમાં પસાર કરે છે. તેણે મોબાઇલ નો વપરાશ પણ ઘટાડયો છે.

image source

કલ્કિ જણાવે છે કે તે કામ કરવા માગે છે .પરંતુ કામને લઈને થતા તણાવને તે ટાળવા માગે છે. એકબીજા વચ્ચે કામને કારણે સરજાતા વિખવાદ અને સરખામણી તેને પસંદ નથી.

image source

કલ્કી આગામી સમય પોતાના બાળકને આપવાનું વધુ પસંદ કરશે. તાજેતરમાં 2 સપ્ટેમ્બરના રોજ કલ્કિએ ઈનસ્ટા પર તેની અને તેના બોયફ્રેન્ડને છબી પોસ્ટ કરીને તેમના સંબંધો વિશે ખુલાસો કર્યો હતો. તેણે તેની સમુદ્ર કિનારાની મૂકેલી તસવીર વિશે જણાવ્યું હતું કે કલ્કિ પોતાના કેવમેન સાથે હોય છે ત્યારે સુખદ અનુભૂતિ નો અહેસાસ કરે છે.

image source

ખાસ ઉલ્લેખનીય છે કે પાણીમાં બાળકનો જન્મ યોગ્ય દેખરેખ હેઠળ થવો જોઈએ. પાણીમાં ડિલિવરી કરવાના ફાયદા છે તો સાથે તે જોખમી પણ છે. લેબર પેઇન પછીના તબક્કામાં પાણી સ્ત્રીની ઉર્જામાં વધારો કરે છે.

image source

માતાના બ્લડ સર્ક્યુલેશનમાં પણ વધારો થાય છે. બ્લડપ્રેશર નિયંત્રણમાં રહે છે.પાણી તણાવને લગતા હોર્મોન્સને ઘટાડતું હોય એવું લાગે છે જેનાથી માતાના શરીરમાં એન્ડોર્ફિન ઉત્પન્ન થાય છે જે પીડા અવરોધ તરીકે કામ કરે છે. તેથી પાણીમાં બાળકને જન્મ આપતી વખતે પ્રસવની પીડાની માત્રા ઓછી રહે છે.

image source

પાછલા થોડા સમયથી પાણીમાં જન્મ આપવાની વિચારધારામાં વધારો થયો હોવાથી તેના ફાયદા અને ગેરફાયદા અંગે ઘણા સંશોધન થયા છે. જેવી રીતે ફાયદા છે એવી જ રીતે પાણીમાં જન્મ આપવાના જોખમો પણ છે તેથી માતા અને બાળક ની સંપૂર્ણ સલામતીને ધ્યાનમાં રાખીને નિષ્ણાત ડોક્ટરની દેખરેખ હેઠળ જ બાળકનો જન્મ થવો જરૂરી છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ