સામાન્ય પરિવારની એક સોનીની આ દીકરી, વષો સુધી છોકરો બની રમી, આજે છે ભારતની શાન.

ક્રિકેટ રમવાના જનૂની શોખને કારણે છોકરાનો વેશ ધારણ કરીને પણ ક્રિકેટનાં મેદાનમાં અને ત્યાંથી ભારતની મહિલા ટીમમાં સ્થાન મેળવનાર શેફાલી વર્મા ક્રિકેટ પ્રેમીઓના દિલમાં પોતાનું સ્થાન મજબુત કરી રહી છે.

image source

હરિયાણાના રોહતક જિલ્લાની શેફાલી વર્માએ આંતરરાષ્ટ્રીય મહિલા ટી ૨૦ ક્રિકેટ સિરીઝમાં દક્ષિણ આફ્રિકા સામે ભારતને ૫૧ રનથી વિજય અપાવવામાં મહત્વનું યોગદાન કર્યું છે. શેફાલી તેના શાનદાર પ્રદર્શનને કારણે ક્રિકેટ ચાહકોમાં ચર્ચાનો વિષય બની છે.

image source

એક સમય એવો હતો કે શેફાલીના ગામમાં છોકરીઓ માટે કોઈ ખેલ એકેડેમી નહીં હોવાને કારણે છોકરીઓ ખેલ જગતથી વંચિત હતી. છોકરાઓની ખેલ એકેડેમીમાં છોકરીઓને સ્થાન આપવામાં આવતું ન હતું તે સમયે શેફાલીના પિતાએ શેફાલીની ક્રિકેટ પ્રત્યેની ચાહ જોઈને નિર્ણય કર્યો કે શેફાલી છોકરાઓની એકેડેમીમાંથી ક્રિકેટ રમશે.

image source

એના માટે શેફાલીએ ખાસ પોતાના વાળ છોકરાઓ જેવા ટુકા કરાવી નાખ્યા હતા .અને કેટલાય વર્ષો સુધી શેફાલી છોકરો બનીને તરુણ એકેડેમીમાંથી ક્રિકેટ રમતી રહી.

image source

કહે છેને કે કિસી ભી ચીજ કો શિદ્દત સે ચાહો તો પુરી કાંઈનાત તુમ્હે ઈસે મિલાને મેં જુડ જાતી હૈ. બસ એવી જ રીતે આખરે એક દિવસ શેફાલી અને એના પિતા સંજીવ વર્માની મહેનત સફળ થઈ.

image source

ટી 20 ઇન્ટરનેશનલ મહિલા ક્રિકેટમાં ભારતીય ક્રિકેટ ટીમમાંથી સૌથી ઓછી ઉંમરની 15 વર્ષની શેફાલી વર્માએ ભારતની ટીમને જીતાડવામાં નોંધનીય યોગદાન આપ્યું. તેણે શાનદાર 46 રન બનાવીને સૌને પોતાના ક્રિકેટથી પ્રભાવિત કર્યા.

શેફાલીના જોરદાર પ્રદર્શનથી ખુશ થયેલા એના પિતા સંજીવ વર્મા જણાવે છે કે શરૂઆતમાં દીકરીને દીકરો બનાવી ક્રિકેટ એકેડેમીમાં દાખલ કરવા બદલ સમાજીક રીતે ઘણું સહન કરવું પડ્યું હતું .તેમની અને તેમની દીકરીની સફર મુશ્કેલ બની હતી.

image source

લોકોએ તેમને મેણાં મારવામાં કે કોસવામાં કશું બાકી રાખ્યું ન હતું.પરંતુ તેમની પુત્રી શેફાલીએ એ જ સમાજની સામે તેમને માથું ઊંચું કરી જીવવાનો અવસર પ્રદાન કર્યો એ બદલ તેઓ ગૌરવ અનુભવે છે.

image source

રોહતકમાં જ્વેલરી શોપ ધરાવતા સંજીવ શર્મા કહે છે કે તેમની પુત્રીને ક્રિકેટર બનાવવાનું તેમનું સ્વપ્ન પૂરું થયું છે. શેફાલીને મેણાં મારનારો સમાજ એના ક્રિકેટમાં ઉત્તમ પ્રદર્શનથી ખુશ થઈ હવે તેને વધાવી રહ્યો છે.

image source

2013માં હરિયાણામાં રમાયેલી રણજી ટ્રોફી ક્રિકેટ મેચ શેફાલીના જીવનનો ટર્નિંગ પોઇન્ટ બની. ક્રિકેટની દુનિયાના ભગવાન ગણાતા માસ્તર -બ્લાસ્ટર સચિન તેંડુલકરની એ છેલ્લી રણજી ટ્રોફી મેચ હતી.

image source

શેફાલી ત્યારે માત્ર નવ વર્ષની હતી અને મેચ જોવા પિતા સાથે ચૌધરી બંસીલાલ ક્રિકેટ સ્ટેડિયમ પહોંચી ગઈ હતી.

image source

ક્રિકેટ મેચ જોઈને શેફાલીને પણ ક્રિકેટ રમવામાં દિલચસ્પી વધી હતી . તેની ક્રિકેટ પરત્વેની ચાહ જોઈને તેના પિતા તેને સંપૂર્ણ સહયોગ કર્યો.

image source

તાજેતરમાં સુરત ખાતે રમાયેલી આંતરરાષ્ટ્રીય મહિલા ટી ટ્વેન્ટી મેચમાં શેફાલી વર્માના શાનદાર પ્રદર્શને ભારતને દક્ષિણ આફ્રિકા સામે ૫૧ રનથી વિજય અપાવ્યો છે.

image source

શેફાલી વર્મા ભારતીય મહિલા ક્રિકેટનો ચમકતો સિતારો બની ચૂક્યો છે. પોતાની અંદર રહેલી ક્રિકેટ પરત્વેની તીવ્ર ચાહને સમજી પોતાની કારકિર્દીને ક્રિકેટ વિશ્વ તરફ વાળનાર શેફાલી તો અભિનંદનને પાત્ર છે જ, પણ સમાજની નારાજગીનો સામનો કરીને પણ દીકરીને મોકળું મેદાન આપનાર પિતા સંજીવ વર્મા પણ પ્રશંસાના અધિકારી બને છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ