આખરે કેમ નટુકકાને જાહેરમાં પગે લાગી હતી ઐશ્વર્યા રાય, કારણ છે જોરદાર, શું તમે જાણો છો આ વિશે?

ટીવીના લોકપ્રિય કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના નટુકાકાને તો તમે બધા ઓળખતા જ હશો.નટુકાકા પોતાના જીવનમાં ઘણો જ સંઘર્ષ કરીને આગળ આવ્યા છે. તેમના જીવનમાંથી ખરેખર ઘણી જ પ્રેરણા મળે એમ છે

નટુકાકાના પિતા પ્રભાશંકર નાયકને આજે પણ તેમની કળા અને સંગીતને કારણે યાદ કરવામાં આવે છે. તેમના વડદાદા પંડિત શિવરામ લોકપ્રિય સંગીતકાર જય-કિશનના ગુરુ હતા.

આપણા વ્હાલા નટુકાકાએ 8 વર્ષની નાની ઉંમરમાં જ કામ કરવાની શરૂઆત કરી હતી. તે ભણવામાં ખાસ કંઈ કરી શકે તેમ નહોતા. આથી જ તેમણે માત્રને માત્ર એક્ટિંગ પર ધ્યાન આપ્યું હતું. તેમણે અનેક ફિલ્મ, નાટકમાં ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કર્યું છે. નટુકાકાએ દૂરદર્શન પર 11 વર્ષ સુધીભવાઈના કાર્યક્રમો આપ્યા હતા. આજે પણ તે ભવાઈની કળા જીવંત રહે તે તેમનાથી બનતા પ્રયત્ન કરી રહ્યા છે.

નતુકાકાએ 400થી વધુ ફિલ્મમાં ડબિંગ કર્યું છે. નતુકાકાની ખાસ વાત એ છે કે એક ફિલ્મમાં ચાર પાત્ર હોય તો નટુકાકા ચારેયના અવાજ અલગ અલગ કાઢીને ડબિંગ કરતા. તેમણે અશોક કુમારથી લઈ અમિતાભ બચ્ચન સુધીના કલાકારો સાથે કામ કર્યું છે. નટુકાકા રંગમંચ પર રંગલા તરીકે લોકપ્રિય હતા. જો કે આટલી મહેનત કર્યા બાદ પણ એમનો આર્થિક સંઘર્ષ દૂર થયો નહોતો.

નતુકાકા ‘ખિલૌના’ ફિલ્મમાં કામ કરી રહ્યા હતા ત્યારે એમને આ ફિલ્મ માટે મલાડથી ચેમ્બુર જવાનું હતું. અહીંયા આરકે સ્ટૂડિયોમાં આ ફિલ્મનું શૂટિંગ હતું. શૂટિંગમાં માત્ર બે કોમેડી સીન હતા. તેના માટે તેમને દિવસના માત્ર 30 રૂપિયા મળ્યા હતા. નતુકાકાને શૂટિંગના બદલામાં જે પૈસા મળ્યા એના કરતાં બસ ભાડું વધું થઈ ગયું હતું. જો કેનટુકાકા માને છે કે જે કામ કરો તે દિલથી કરો.

નટુકાકાને ધર્મેન્દ્ર-હેમામાલિનીની ફિલ્મ ‘શરાફત’માં ત્રણ દિવસ કામ કરવાના 70 રૂપિયા મળ્યા હતા પરંતુ શૂટિંગ પર પહોંચવાનો ખર્ચ 100 રૂપિયા થયો હતો. દેવાનંદની ‘ચાર્જશીટ’માં નટુકાકાને વકીલનો રોલ ઓફર થયો હતો અને પૈસા પણ સારા એવા હતા. જો કે આ ફિલ્મમાં નટુકાકાને એક પણ ડાયલોગ બોલવાનો નહોતો. આથી જ તેમણે ડાયલોગ માટે મગજમારી કરી હતી, પરંતુ દેવાનંદ ન માન્યા અને એટલે જ નટુકાકાએ વટની સાથે ફિલ્મ છોડી દીધી હતી.

નટુકાકાની પત્નીનું નામ નિર્મળા દેવી છે. તેમને બે દીકરીઓ અને એક દીકરો છે. નટુકાકાએ બોલિવુડના ટોચના કલાકારો સાથે કામ કર્યું છે, પરંતુ તેમને પૈસા ખાસ મળતા નહોતા. આથી સંતાનોની સ્કૂલ અને કોલેજ ફી માટે તેઓ ઉધાર પૈસા લાવીને માંડ માંડ ફી ભરતા હતા. સંતાનો પાસે નવા કપડાં પણ નહોતા. તેમના સંતાનો બીજાના ઊતરેલાં કપડાં પહેરીને મોટા થયા છે. જો કે આજે નટુકાકાનો દીકરો વિકાસ મોટી કંપનીમાં મેનેજર છે.
સલમાન ખાન અને ઐશ્વર્યા રાય સ્ટારર ફિલ્મ‘હમ દિલ દે ચૂકે સનમ’ માટે સંજય લીલા ભણસાલીએ નટુકાકાને ફોન કરીને રંગલાનું પાત્ર ભજવવાનું કહ્યું હતું. આ ફિલ્મમાં નટુકાકાએ વિઠ્ઠલકાકાનું પાત્ર ભજવ્યું હતું. નટુકાકાએ ફિલ્મમાં ભવાઈનો સીન એડ કર્યો હતો. નટુકાકાએ જ્યારે ઐશ્વર્યા રાયને ભવાઈ શીખવી ત્યારે ઐશ્વર્યા રાય તેમને પગે લાગી હતી.

નટુકાકાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું, ‘રાજ કપૂરના ગુરુ કેદાર શર્માની ફિલ્મ ‘સહેમે હુએ સિતારેમાં મેં કામ કર્યું છે. કેદાર શર્માનો એક નિયમ કે જે એક્ટર સારું કામ કરે તેને એ ચાર આના આપે. રોલ પૂરો થયો એ પછી તેમણે બધાને ચાર આના આપ્યા અને બધા જ ખુશ થઈ ગયા. પણ જ્યારે મારો નંબર આવ્યો ત્યાં સુધીમાં તેમની પાસેના બધા પૈસા પૂરા થઈ ગયા હતા. મને મનમાં એવો ડર લાગ્યો કે મેં સાચે જ સારું પર્ફોર્મ કર્યું નહોતું. જો કે એ પછી તેમણે મને ચાર આનાને બદલે 2 રૂપિયાની નોટ આપી હતી. મારી પાસે આજે પણ એ 2 રૂપિયાની નોટ છે.

નટુકાકાએ આગળ કહ્યું કે જે દિવસે મને 2 રૂપિયા મળ્યા ત્યારે મારા ખિસ્સામાં એક પૈસા નહોતો. તેમ છતાં હુ 14 કિમી ચાલીને ઘરે આવ્યો, પરંતુ મેં 2 રૂપિયા વાપર્યા નહીં. આ 2 રૂપિયાએ મારામાં હિંમત ભરી હતી અને એટલે જ હું હિંમત હાર્યો નથી.’

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!