ભારત બાયોટેકની મહત્વની જાહેરાત: ભરૂચના અંકલેશ્વરમાં કોરોના મહામારીને નાથવા માટેનું શસ્ત્ર મનાતી કોવેક્સિનનું થશે ઉત્પાદન

છેલ્લા એક વર્ષ કરતા વધુ સમયથી સમગ્ર વિશ્વ કોરોના જેવી મહામારીના પંજામાં જકડાયેલો છે. અસંખ્ય લોકો આ મહામારીના સંક્રમણનો ભોગ બની ચુક્યા છે અને એમાંથી કેટલાય લોકોને આ જીવલેણ કોરોના વાયરસ ભરખી ચુક્યો છે. એવામાં વૈશ્વિક મહામારી કોરોના સામે જીતવા માટેનો એકમાત્ર ઉપાય ફક્ત વૅક્સિનેશન જ છે.

image source

આ કાળમુખા કોરોનાને નાથવા માટે ભારતમાં સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઑફ ઈન્ડિયા કંપની “કોવિશીલ્ડ” અને ભારત બાયોટેક કંપની“કોવેક્સિન”નું વધુમાં વધુ ઉપ્તાદન કરવા મથી રહી છે. આજ પ્રયત્નો હેઠળ હવે “કોવેક્સિન”નું ઉત્પાદન ગુજરાતના અંકલેશ્વરમાં પણ થવા જઈ રહ્યું છે.

તમને જણાવી દઈએ કે ભારતમાં સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઑફ ઈન્ડિયાની “કોવિશીલ્ડ” વૅક્સિન અને ભારત બાયોટેકની “કોવેક્સિન” સિવાય રશિયાની “સ્પૂતનિક વી” વૅક્સિનને મંજૂરી આપવામાં આવી છે. જો કે હાલના સમયમાં દેશમાં મોટાભાગે કોવિશીલ્ડ અને કોવૅક્સિનની રસી જ લોકોને આપવામાં આવી રહી છે.

image source

હાલ જે રીતે કોરોના સંક્રમણ વધી રહ્યું છે તે જોતા દેશના દરેક નાગરિકોને વૅક્સિનની આપવામાં આવે એ ખૂબ જ જરૂરી છે. એટલું જ નહીં, કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને પણ વૅક્સિન ઉપ્તાદન પર વધુ ભાર મૂકવામાં આવી રહ્યું છે. હવે અંકલેશ્વરમાં પણ ભારત બાયોટેકની કોરોના વિરોધી રસી “કોવૅક્સિન”નું ઉત્પાદન થવા જઈ રહ્યું છે.

image source

આ મુદ્દે ભારત બાયોટેકના કો-ફાઉન્ડર સુચિત્રા એલ્લાએ ટ્વીટર પર ટ્વીટ કરીને જાણકારી આપી છે કે, અંકલેશ્વર સ્થિત કંપનીની સહાયક કંપની “ચિરૉન બેહરિંગ વૅક્સિન્સ”માં પણ વૅક્સિનનું ઉત્પાદન શરૂ કરવામાં આવી રહ્યું છે. વૅક્સિનના ફૉર્મ્યુલેશન અને પેકિંગની પ્રક્રિયા જૂનના પહેલા અઠવાડિયાથી શરૂ થઈ શકે છે.

image source

તમને જણાવી દઈએ કે “ચિરૉન બેહરિંગ વૅક્સિન્સ” વાર્ષિક 200 મિલિયન ડૉઝ ઉપ્તાદન કરવાની ક્ષમતા ધરાવે છે. અહીં રેબિઝની વૅક્સિન તૈયાર કરવામાં આવે છે. જો કે હાલ કોરોના વૅક્સિનનું વધુમાં વધુ ઉપ્તાદન થાય તે માટે રેબિઝ વૅક્સિનનું પ્રોડક્શન રોકવામાં આવી રહ્યું છે.

image source

કોવેક્સીનને પરંપરાગત રીતે ઇનએક્ટીવેટેડ પ્લેટફોર્મ પર વિકસિત કરવામાં આવી છે. આ રસીથી મૃત વાયરસ શરીરમાં ઇન્જેક્ટ કરવામાં આવે છે. જે એન્ટિબોડીને બુસ્ટ આપે છે. શરીર વાયરસને ઓળખી તેનો પ્રતિકાર કરવા માટે એન્ટિબોડીઝ બનાવે છે.

image source

મીડિયા અહેવાલમાં જાહેર થયેલા આંકડા મુજબ, આ રસીની અસરકારકતાનો દર 81 ટકા છે. આ ઉપરાંત કોરોના વાયરસના અલગ અલગ વેરિયન્ટ પર પણ આ રસી અસરકારક હોવાનું જાણકારો કહી રહયા છે. કોવેકસીન લીધા બાદ કેટલાક લોકોને સોજો, દુઃખાવો, તાવ, પરસેવો વળવો, ઠંડી લાગવી, ઉલટી, શરદી, માથાનો દુઃખાવો સહિતના લક્ષણો જોવા મળતા હોવાનું જાણવા મળે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!