ઉનાળામાં ઘરને આ રીતે રાખો સુપર કુલ, જાણી લો 20 ગજબના હોમ ડેકોર આઈડિયા વિશે

ઉનાળામાં ઘરને રાખો આ રીતે સુપર કુલ, જોઈ લો એ માટેના 20 હોમ ડેકોર આઈડિયા.

1) સમરમાં ફ્લોરલ, સ્ટ્રાઈપસ વગેરે પ્રિન્ટસ સારી લાગે છે એટલે કર્ટન, કુશન, બેડશીટ વગેરે સમર સ્પેશિયલ પ્રિન્ટસવાળા ફેબ્રિક પસંદ કરો.

image source

2) બારીની સાઈઝ, પડદાનું કલર, ટેક્સચર, પેટર્ન ઘરનો લુક બદલી શકે છે એટલે વિન્ડો ડ્રેસિંગ પર ખાસ ધ્યાન આપો. પડદાને પસંદ કરતી વખતે ખાસ ધ્યાન આપો. પડદાની પસંદગી કરતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખો કે સોફાની સાથે મેચ થઈ જાય, નહિ તો ઘર ઓર્ગેનાઇઝડ નહિ લાગે.

3) ગરમીઓમાં વેનેશિયન બલાઇન્ડ એટલે કે ચટાઈનુંમાં કર્ટનનો ઉપયોગ પણ કરી શકાય છે.

4) સમરમાં તમે પોતાના ઘરને પિંક, લવેન્ડર, યલો, એકવા બ્લુ જેવા સોફ્ટ કલરની ફ્લોરલ થિમથી સજાવી શકો છો. આ થીમ તમારા ઘરને ફ્રેશ અને ન્યુ લુક આપશે.

5) સમરમાં ઘરને સજાવવા માટે યલો, ઓરેન્જ, પિચ જેવા સીટ્રર કલર પરફેક્ટ છે સીટ્રસ થિમની ખાસિયત એ છે કે એના બધા કલર એકબીજા સાથે મેળ ખાય છે. તમે આ બધા કલર્સનો ઉપયોગ કરીને ઘરને આ થીમ આપી શકો છો.

image source

6) ગરમીમાં લિવિંગ રૂમને કુલ અને ફ્રેશ લુક આપવા માટે રૂમને તાજા ફૂલોથી સજાવો. એનાથી રૂમની રંગત નિખરશે અને તમારો લિવિંગ રૂમ ફૂલોની સુગંધથી મહેકી ઉઠશે. ઘરને પણ ભીની ભીની સુંગંધથી મહેકાવવા માટે ગુલાબ, લીલી, ટ્યુલિપ્સ જેવા સુગંધીદાર ફુલોનો ઉપયોગ કરો.

7) સમરમાં ઘરને મોર્ડન લુક આપવા માટે ગ્લાસ, લેધર, મેટલના સ્લીક ફર્નિચરની પસંદગી કરો.

image source

8) ઘરને ઘણી બધી એક્સેસરીઝથી સજાવવાને બદલે અમુક સ્પેશિયલ આર્ટ વર્ક, ફેમીલી ફોટોગ્રાફ્સ, ફૂલ, કેંડલ્સ વગેરેથી સજાવો.

9) ઘરમાં પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ આવે એ માટે વ્હાઇટ કે લાઈટ શેડના પડદા લગાવો. સાથે જ જ્યાં સુધી બની શકે ઘરની બધી બારીઓ ખુલ્લી રાખો જેથી સૂર્યનો પ્રકાશ અને તાજી હવા ઘરમાં આવી શકે.

image source

10) ઘરને ફ્રેશ અને બ્રાઇટ લુક આપવા માટે વ્હાઇટ કલર પરફેક્ટ ઓપશન છે. એનો બીજો ફાયદો એ છે કે વ્હાઇટ કલર સાથે કોઈપણ કલર મેચ થઈ જાય છે એટલે તમારે ફર્નિચરની પસંદગી કરતી વખતે વધુ વિચારવાની જરૂર નથી પડતી. વ્હાઇટ સાથે ઓલિવ ગ્રીન, યલો, એકવા બ્લુ જેવા સોફ્ટ કલરનું કોમ્બિનેશન સારું લાગે છે.

11) પેઇન્ટ, ફર્નિચર કે ડેકોર આઇટમ્સના રંગની પસંદગી પણ એ રીતે કરો કે એ મેચ થાય. ઘણા બધા રંગોના પ્રયોગ કરવાથી ઘર અવ્યવસ્થિત લાગે છે એટલે એવું કરવાથી બચો

image source

12) બેડરૂમમાં તમે ખૂબ જ અંગત પળો વિતાવો છો એટલે બેડરૂમ એ રીતે સજાવો જેવો તમે એને જોવા માંગો છો એટલે કે તમારી પસંદનો બેડ, બેડશીટ, પડદા, ડ્રેસિંગ ટેબલ, વોર્ડરોબ, લાઇટ્સ, ફોટો ફ્રેમ, વોલ ડેકોર વગેરે. બેડરૂમમાં જો ડાર્ક કલરના હેવી કર્ટન હોય તો એમને બદલીને યલો, પિચ, બ્લુ જેવા સોફ્ટ કલરના ફ્લોરલ પ્રિન્ટના કર્ટન લગાવો.બેડશીટ માટે પણ લાઈટ પેસ્ટલ શેડ પસંદ કરો.

13)રૂમમાં ફર્નિચરને રીઅરેન્જ કરીને પણ તમે ગરમીમાં રાહત મેળવી શકો છો. એ માટે રૂમમાં રહેલું વધારાનું ફર્નિચર હટાવી દો. એનાથી રૂમ મોટો લાગશે અને રૂમમાં ઠંડક પણ લાગશે.

image source

14) ગરમીમાં સીટીંગ અરેન્જમેન્ટ જમીન પર હોય તો પણ ઠંડકનો અહેસાસ થાય છે. એ માટે રૂમમાં મેટ્રેસ પાથરીને એની ઉપર કુશન સજાવો. એનાથી રૂમનો લુક પણ બદલાશે અને ઠંડકનો અહેસાસ પણ થશે.

15) જો તમે લિવિંગ રૂમમાં કાર્પેટનો ઉપયોગ કરતા હોય તો સમરમાં કાર્પેટને રૂમમાંથી હટાવી દો. ગરમીમાં પ્લેન ફર્શથી રૂમમાં ઠંડક લાગે છે.

image source

16) ડાઇનિંગ ટેબલને ઓરેન્જ, ઓલિવ ગ્રીન, યલો વગેરે શેડ્સના નેપકીન્સ અને પ્લેટ મેટસથી સજાવો. સમરમાં ચેકસ, ફ્લોરલ, ફ્રુટી પ્રિન્ટસના નેપકીન અને પ્લેટ મેટ્સનો ઉપયોગ કરી શકાય છે.

image source

17) પોથોસ જેવા છોડ જો બેડરૂમમાં ખૂણામાં ટેબલ પર સજાવો તો એનાથી સકારાત્મક ઊર્જા મળે છે. ઇનડોર છોડ બેડરૂમ માટે બેસ્ટ છે કારણ કે એ હવામાં રહેલા ઝેરીલા તત્વોને સાફ કરે છે.

18) બારી કે કિચનની સેલ્ફ પર હેગિંગ પ્લાન્ટ લગાવી શકો છો, એ આકર્ષક લાગે છે, એરોહેડ, એર પ્લાન્ટ તિલાંદિશા, બોસ્ટન ફર્ન હંમેશા સુંદર લાગે છે.

19) ઓરકિડના ફુલવાળા છોડને સેન્ટર ટેબલ પર સજાવો, એ તમારા લિવિંગ રૂમની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દેશે.

image source

20) મનીપ્લાન્ટ જેવા અમુક છોડને માટીની જરૂર નથી પડતી, એ ફક્ત પાણીમાં ઓન ઊગી નીકળે છે. એવા છોડને તમે કાંચના બાઉલમાં રાખીને ઘરમાં ઉગાડી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!