શું વાત છે બાકી! રન-વે ના હોવા છતા આ એરપોર્ટ પર પ્લેન કરે છે લેન્ડિંગ

દુનિયાભરમાં અનેક એરપોર્ટ આવેલા છે.

image source

વિશાળ જમીન, કાંકરા જેવું પણ ન હોય તેવો ચોખ્ખો ચણાક રન વે, વિમાનોનો આવવા – જવાનો ઘોંઘાટ, કંટ્રોલ કેબીન આ બધું તમને એક આધુનિક એરપોર્ટમાં જોવા મળે. વિશ્વના લગભગ દેશો પાસે પોતાની જરૂરિયાત મુજબના સ્વતંત્ર એરપોર્ટ છે. ભારતમાં પણ વિવિધ આદ્યોગિક અને મોટા શહેરોમાં એરપોર્ટ છે.

image source

આધુનિક એરપોર્ટની વાત આવે એટલે ચીનનું પેઇચિંગ ડાશિંગ ઇન્ટરનેશનલ એરપોર્ટ તરત યાદ આવે. તાજેતરમાં જ ખુલ્લું મુકાયેલું આ એરપોર્ટ અનેક કારણોથી અન્ય એરપોર્ટ કરતા ખાસ અને વિશેષ છે.

image source

આ એરપોર્ટને ડ્રોન કેમેરાથી કે ઊંચી ઇમારત પરથી નિહાળવામાં આવે તો વિશાળ સ્ટારફિશ કે કોઈ અંતરિક્ષયાન હોય તેવો આભાસ ઉભો થાય. 11 અબજ ડોલરના ખર્ચે બનેલા આ એરપોર્ટનો કુલ વિસ્તાર 173 એકર છે એટલે કે આ એરપોર્ટ જેટલી જગ્યા પર બનાવાયું છે ત્યાં લગલગાટ 98 ફૂટબોલ મેદાન બનાવી શકાય.

image source

ખેર, આજે અમે તમને આવા જ એક અનોખા એરપોર્ટ વિષે જણાવવાના છીએ. આ એરપોર્ટની ખાસિયત એ છે કે ત્યાં વિમાનોને લેન્ડિગ કરવા કે ટેક ઓફ કરવા કોઈ રન વે જ નથી. ચોંકી ગયા ને ? પણ વાત સાચી છે. તો ક્યાં આવેલું છે આવું એરપોર્ટ ? આવો જાણીએ.

image source

સ્કોટલેન્ડ દેશમાં બારા ટાપુ પર આવેલું એરપોર્ટ દુનિયાના અન્ય એરપોર્ટ કરતા અનોખું છે કારણ કે આ એરપોર્ટ પર લેન્ડિંગ કરનાર કે અહીંથી ટેક ઓફ કરનાર વિમાન માટે કોઈ રન વે છે જ નહિ.

અસલમાં આ એરપોર્ટ ઉત્તરી એટલાન્ટિક મહાસાગરના કિનારે સ્થિત છે. અહીં બીચ પર જ વિમાનો લેન્ડિંગ કરે છે જયારે ભરતી-ઓટનો ક્રમ થાય ત્યારે અહીં લેન્ડિંગ કરનારા વિમાન માટે લેન્ડિંગ ન કરવા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવે છે. જો કે અહીં દરરોજ સ્કોટિશ એરલાઇનની ફક્ત બે શેડ્યુલ ફ્લાઇટ જ લેન્ડિંગ કરે છે.

image source

ગ્લાસગો એરપોર્ટ સાથે જોડાણ ધરાવતા આ બારા એરપોર્ટ સમુદ્રી તોફાનની શક્યતા જણાતા તુરંત જ બંધ કરી દેવામાં આવે છે અને તેની તમામ ફલાઇટો પણ રદ્દ કરી દેવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે એરપોર્ટમાં રન વે ન હોય અને બીચ પરની રેતી પર જ વિમાનો લેન્ડિંગ કરતા હોય અહીં ભારે – ભરખમ પેસેન્જર વિમાનો તો લેન્ડિંગ નથી કરતા પરંતુ 20 સીટર નાના વિમાનો જ આવન – જાવન કરતા હોય છે.

image source

અહીં એરપોર્ટ ના એક ખૂણે એક નાની બિલ્ડીંગ બનાવવામાં આવેલી છે જેને ટર્મિનલ કહેવાય છે. જો કે આ ટર્મિનલ બિલ્ડીંગથી એરક્રાફ્ટ સુધી પહોંચવા માટે કોઈ બ્રિજ કે પટ્ટી બનાવવામાં આવેલ નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !