આજે છે ભારતના બે મહાન સ્વતંત્રતા સેનાનીઓનો જન્મદિવસઃ બાળ ગંગાધર તીલક અને ચંદ્ર શેખર આઝાદ

આજે આ બન્નેના મૃત્યુ થયાના વર્ષો વિત્યા છતાં લોકો તેમને માનભેર, સમ્માનભેર, આદરભેર યાદ કરે છે. ખરેખર કોઈકે ખરું જ કહ્યું છે કે કામ એવા કરો કે લોકો મૃત્યુ બાદ પણ તમને યાદ કરે. આજે ભારતના એકપણ નાગરીક સમક્ષ આ બે મહાન આત્માનો પરિચય આપવાની કોઈ જરૂર નથી. આપણે બધા ખુબ જ સારી રીતે તેમના બલીદાનને જાણીએ છીએ અને આજે વર્ષો બાદ પણ તેમના જન્મદિવસે તેમને યાદ કરીએ છીએ.

 

View this post on Instagram

 

A post shared by Ankit Dholi (@ankitdholi) on


ચંદ્રશેખર આઝાદનો જન્મ 23 જુલાઈ 1906ના રોજ મધ્ય પ્રદેશ ખાતે થયો હતો. તેમને ભારતના એક પ્રખર સ્વતંત્રતા સેનાની તરીકે ઓળખવામાં આવે છે. તેમના જ્વલંત ભાષણોથી યુવાનોમાં એક અનેરો જુસ્સો આવી જતો હતો અને યુવાનો પોતાના જીવની પણ ચિંતા કર્યા વગદ આઝાદીની લડતમાં જોડાઈ જતા હતા. તો ચાલો જાણીએ ચંદ્ર શેખર આઝાદ વિષેની કેટલીક અજાણી વાતો જેને જાણીને તમને તેમના માટે ઓર ગર્વ ઉપજશે.

જલિયાવાલા બાગની ગોઝારી ઘટનાએ ચંદ્ર શેખ આઝાદના જીવનની દીશા બદલી નાખી અને તેમણે ગાંધીજીના અસહયોગના આંદોલનમાં ભાગ લીધો. આ સમયે તેઓ માત્ર 14 વર્ષના કીશોર જ હતા. આ આંદોલનમાં ભાગ લીધા બાદ ઘણા બધા સ્વતંત્રતા સેનાનીઓને અંગ્રેજ સિપાહીઓએ જેલમાં કેદ કરી લીધા હતા જેમાં 14 વર્ષના આઝાદનો પણ સમાવેશ થાય છે.

 

View this post on Instagram

 

A post shared by Ramayan mitra mandal (@ramayan_mitra_mandal) on


તેમને જ્યારે કોર્ટમાં જજ સમક્ષ રજુ કરવામાં આવ્યા ત્યારે જજ તેમની ઉંમર જોઈને ચકિત થઈ ગયા. ન્યાયાધીશે જ્યારે તેમના પિતાનું નામ અને સરનામું પુછ્યું ત્યારે તેમણે ટટ્ટાર રહીને જજને જવાબ આપ્યો હતો “મારું નામ આઝાદ છે, મારા પિતાનું નામ સ્વતંત્રતા છે અને મારું સરનામુ કારાવાસ છે.” અને ત્યારથી જ તેમને ચંદ્રશેખર આઝાદના નામે ઓળખવામાં આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Manglaram Patel (@manglarampatel) on


શરૂઆતમાં તેઓ ગાંધીજીના રસ્તે એટલે કે અહિંસાના માર્ગ પર ચાલ્યા હતા પણ જ્યારે 1922માં ગાંધીજીએ અસહકારનું આંદોલન અચાનક બંધ કરી દીધું ત્યારે તેમની વિચારશરણી બદલાવા લાગી અને તેઓ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ સાથે જોડાઈને હિન્દુસ્તાન રિપલ્બિકન એસોશિયેશનના એક સક્રીય સભ્ય બની ગયા.

 

View this post on Instagram

 

A post shared by Pradum Kumar🇮🇳 (@pradum.kumar.77377) on


તેમના માતા તો ઇચ્છતા હતા કે તેઓ સંસ્કૃતમાં નિષ્ણાત બને અને માટે જ તેમને બનારસની કાશી વિદ્યાપિઠમાં અભ્યાસ માટે મોકલવામાં આવ્યા હતા.

ધીમે ધીમે તેઓ એક પ્રખરક્રાંતિકારી બની ગયા અને તેમણે રામ પ્રસાદ બિસ્મિલની આગેવાની હેઠળ 9 ઓગસ્ટ 1925માં એટલે કે જ્યારે તેઓ માત્ર 18 જ વર્ષના હતા તે સમયે તેમણે કાકોરી કાન્ડને પાર પાડ્યું અને ધરપકડથી દૂર રહેવા માટે ક્યાંક ભાગી ગયા. કારણ કે તેમણે તો પ્રણ લીધું હતું કે તેઓ ક્યારેય જીવતા તો અંગ્રેજોના હાથમાં આવશે જ નહીં.

 

View this post on Instagram

 

A post shared by SARDAR PATEL GROUP – MUMBAI (@spgmumbai.official) on


તેમણે અંગ્રેજોથી બચતા રહેવા માટે કંઈ કેટલાએ વેશ પલટા કર્યા હતા. તે વખતે તેમણે ઝાંસી નજીકના એક મંદીરમાં 8 ફૂટ ઉંડું અને 4 ફુટ પહોળુ ગુફા જેવું બાકોરુ બનાવ્યું હતું જેમાં તેઓ સન્યાસીના વેષમાં રહેતા હતા. એવું કહેવાય છે કે જ્યારે અંગ્રેજોને તેમના આ ઠેકાણાની ખબર પડી ત્યારે તેમનાથી બચવા માટે તેમણે સ્ત્રી વેષ ધારણ કર્યો અને અંગ્રેજોને છેતરીને તેઓ ફરી ગાયબ થઈ ગયા.

અંગ્રેજોના હાથમાં નહીં આવવા માટે તે પોતાની દરેક તસ્વીરો બાળી નાખવા માગતા હતા અને તેના માટે તેમણે પોતાના મિત્રને ઝાંસીમા રહેલી પોતાની છેલ્લી તસ્વીર નષ્ટ કરવા પણ મોકલ્યો પણ તે નષ્ટ ન થઈ શકી.

 

View this post on Instagram

 

A post shared by Chiterved Yadav (@chitervedyadav) on


ઇલાહાબાદના પાર્કમાં અંગ્રેજો સાથેની લડતમાં છેવટે તેમની પાસે ગોળી નહીં બચતા તેમણે છેલ્લી જે ગોળી બચી હતી તે પોતાને જ મારી દીધી અને આ રીતે તેમણે ક્યારેય જીવતા અંગ્રેજોના હાથમાં નહીં આવવાનું પ્રણ પૂરુ કર્યું.

ઇલાહાબાદમાં આવેલા આજ પાર્કને આજે ચંદ્રશેખ આઝાદ પાર્ક નામ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત મધ્યપ્રદેશના એક ગામનું નામ પણ બદલીને આઝાદપુરા તેમના નામ પર રાખવામાં આવ્યું છે.

માત્ર 24 વર્ષની આયુમાં આ યુવાન દેશ માટે ફના થઈ ગયો અને આજે આ યુવાનને યાદ કરી ભારતીયોની આંખો આજે પણ ભીની થઈ જાય છે. આજે પણ તેમની વાતો સાંભળીને આપણા રુંવાડા ઉભા થઈ જાય છે. જીવન તો આવું જીવાય.

 

View this post on Instagram

 

A post shared by kamal Nath (@thekamalnath) on


ચંદ્રશેખ આઝાદથી લગભગ 50 વર્ષ મોટા એવા બાળગંગાધર તિલકનો આજે 163મો જન્મ દીવસ છે તેમનો જન્મ મહારાષ્ટ્રના રત્નાગીરી ખાતે કેશવ ગંગાધર તીલક તરીકે થયો હતો. તેમના પિતા સંસ્કૃતના શીક્ષક હતા અને બાળગંગાધર જ્યારે 15 વર્ષના હતા ત્યારે જ તેમના પિતાનું મૃત્યુ થઈ ગયું હતું. અને તે પહેલાં જ તેમના લગ્ન પણ કરી દેવામાં આવ્યા હતા.

તેમણે 1877માં ફર્સ્ટ ક્લાસ સાથે ગણિત વિષયમાં આર્ટ્સની ડીગ્રી મેળવી હતી અને ત્યારબાદ બે જ વર્ષમાં 1879માં એલએલબી પૂર્ણ કર્યું હતું.

ગાંધીજી પહેલાં તેઓ ભારનતા પ્રખ્યાત રાજકીય નેતા હતા. અન્ય સ્વતંત્રતા સેનાનીની જેમ તેઓને પણ અંગ્રેજોનો વિરોધ કરવા બદલ જેલમાં પુરી દેવામાં આવ્યા હતા. બાળ ગંગાધર તીલક સ્વરાજ મેળવવા માટેની લડતના એક મજબૂત નેતા હતા.

 

View this post on Instagram

 

A post shared by Rameshwar Arya ॐ #VandeMatram (@rameshwararya) on


તેઓ 1890માં ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસ સાથે જોડાયા હતા. તમને કદાચ તેમનું પેલું વાક્ય યાદ હશે “સ્વરાજ મારો જન્મસિદ્ધ હક્ક છે અને તેને હું લઈને રહીશ !” તમને કદાચ ખ્યાલ નહીં હોય પણ મરાઠી ન્યુઝ પેપર કેસરીના સ્થાપક પણ તેઓ જ હતા. તિલકે પોતાના મિત્રો સાથે 1884માં ડેક્કન એજ્યુકેશન સોસાયટીની સ્થાપના કરી હતી જેમાં યુવાનોને નેશનલીસ્ટ આઇડીયા શિખવવામાં આવતા.

 

View this post on Instagram

 

A post shared by Hemant K Choudhary (@hemantsilaych) on


1894માં બાળગંગાધર તીલકે ઘરમાં પુજાતા ગણપતિને એક મોટું જ સ્વરૂપ આપ્યું અને આ પુજાને સાર્વજનીક રીતે કરવાની શરૂઆત કરવામાં આવી. આજે ગણેશોસ્ત્સવ માત્ર મહારાષ્ટ્રમાં જ નહીં પણ સમગ્ર દેશમાં ધામધૂમ તેમજ ભક્તિભાવથી ઉજવાય છે.

 

View this post on Instagram

 

A post shared by RJ MOHIT SHARMA (@trainer.sharma) on


બાળગંગાધર તીલકને બંગાળમાં ક્રાંતિકારી નેતા પ્રુફુલા ચકી અને ખુદીરામ બોઝને સપોર્ટ કરતાં લેખ છાપવા બદલ અંગ્રેજોએ 1908 થી 1914 સુધીની છ વર્ષના કારાવાસની સજા આપી હતી. તેમણે દેશ માટે ઘણા કામ કર્યા. 1920માં તેમણે અંતિમ શ્વાસ લીધો. ગાંધીજીએ તેમને આધુનિક ભારતના ઘડવૈયા જણાવ્યા હતા. આવા મહાન ભારતના નેતાઓ માટે એક લાઇક તો બને જ છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ