સાંભળ્યું છે ક્યારેય ખાવા લાયક પ્લાસ્ટિક વિષે ? આ ભારતીયએ એક એવા પ્લાસ્ટિકની શોધ કરી જેને ખાઈ પણ શકાય છે !

આપણા શહેરોની સીમાઓ પર જે કચરાના પહાડો ખડકાયા છે તેની હાજરીથી હવે આપણને કોઈ જ આશ્ચર્ય નથી થતું. રખડતા કૂતરા, ઢોરો પક્ષીઓ વિગેરે આ કચરામાં પોતાનો ખોરાક શોધે છે અને ખોરાકની સાથે સાથે તેઓ પ્લાસ્ટિક વિગેરે નુકસાનકારક વસ્તુઓ પણ ગળી જતા હોય છે. પરિણામે તેમનું પીડાજનક મૃત્યુ થાય છે.

શું તમે ક્યારેય વિચાર્યું છે કે સરકાર દ્વારા પ્લાસ્ટિક પર લગાવવામાં આવેલા બેન અને તેના દરેક અભિયાનો, જેમાં પ્રચાર જાહેરાતો દ્વારા પ્લાસ્ટિકની વિનાશકારી અસરોને વારંવાર જણાવવામાં આવે છે તેમ છતાં પણ પ્લાસ્ટિકનો ઉપયોગ આપણે શા માટે રોકી શક્યા નથી અને તે સંભવ હોય તેવું પણ લાગતુ નથી.

જો આપણે વિચારીએ તો આપણે એટલું તો ખુબ જ સ્વાભાવિક રીતે જાણી શકીએ છીએ કે જ્યાં સુધી આપણે પ્લાસ્ટિકનો એક સારો વિક્લપ નહીં મેળવી શકીએ ત્યાં સુધી આ સમસ્યા અડીખમ ઉભી જ રહેવાની છે. મેંગલોરના રહેવાસી 25 વર્ષીય યુવક અશ્વત્થ હેગડેએ પોતાના શહેરમાં લાગેલા પ્લાસ્ટિક બેન અને તેનાથી લોકોને થતીં મુશ્કેલીઓ વિશે સાંભળ્યું, ત્યારે તેમણે નક્કી કરી લીધું કે તેમણે આ સમસ્યાનો નિકાલ કરવો જ પડશે.

અશ્વત્થ હેગડે, જે વ્યવસાયે એક બાયો ટેક એન્જિનિયર છે, તેમણે તે બે ફ્રેન્ડ્સ સંશોધકોનો સંપર્ક કર્યો જે તે પ્રકારના પ્રોજેક્ટ પર કામ કરે છે. તે બન્નેની સાથે મળીને અશ્વત્થે એક સંયુક્ય કાર્યક્રમ નક્કી કર્યો જેના હેઠળ ભારતની પ્રથમ ઓર્ગેનિક પ્લાસ્ટિક બેગનું નિર્માણ કરવામાં આવનાર હતું.



અશ્વત્થના પ્લાસ્ટિકમાં સામાન્ય પ્લાસ્ટિકની જેમ જ તમે તમારી વસ્તુઓ ખરીદીને મુકી શકો છો તેને પાણીમાં ઉકાળી શકો છો તેને બાળી શકો છો અને એટલે સુધી કે તેને તમે ખાઈ પણ શકો છો. ઓર્ગેનિક પ્લાસ્ટિકનો ઉપયોગ સામાન્ય પ્લાસ્ટિકની જેમ જ કરી શકાય છે, બન્ને જોવામાં પણ એકસરખા જ લાગે છે, તો પછી તે ઓર્ગેનિક કેવી રીતે થયું. અને જો આ ઓર્ગેનિક છે તો લોકોને એ વિશ્વાસ કેવી રીતે અપાવવો કે તે ખરેખર ઓર્ગેનિક છે !



તે વાતને સાબિત કરવા માટે આ ઓર્ગેનિક પ્લાસ્ટિકની કેરી બેગના ઉપયોગથી પર્યાવરણને કોઈ નુકસાન નથી થવાનું, અશ્વત્થને તે કેરીબેગને ખાઈ જવામાં પણ કોઈ વાંધો નથી. તે આ કેરી બેગને પાણીના ગ્લાસમાં ઘોળવીને પી જવામાં પણ જરા પણ ખચકાતા નથી.

તમે કદાચ એમ પુછશો કે અશ્વત્થને વળી આવો આત્મ વિશ્વાસ ક્યાંથી મળ્યો ? કારણ કે તે જાણે છે કે તેમનું આ ઓર્ગેનિક પ્લાસ્ટિક જે ઘટકોથી બનેલું છે, તે સંપૂર્ણ રીતે કુદરતી છે અને તેના ઉપયોગથી કોઈ પણ પ્રકારના નુકસાનની શક્યતા જરા પણ નથી. તેમની કંપની એનવીગ્રીન આ કેરી બેગને બનાવવા માટે શક્કરીયા, મકાઈ, શેરડી, ટેપિઓકાના રેશા અને વેજિટેબલ વેસ્ટનો ઉપયોગ કરી તેમાંથી કાચો માલ બનાવે છે. એટલે સુધી કે તેને બનાવવાની પ્રક્રિયામાં અને પ્રિન્ટિંગ માટે કામમાં લેવાંમાં આવેલા રંગમાં પણ માત્ર નૈસર્ગિક પદાર્થોનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે.



જો આપણો સમગ્ર દેશ આ આર્ગોનિક પ્લાસ્ટિક બેગનો ઉપયોગ કરવાનું શરૂ કરી દે તો કેટલાએ જાનવરોનો જીવ બચાવી શકાય તેમ છે. આ પ્લાસ્ટિક બાળવાથી બિનઝેરી ધૂમાડો નથી નીકળતો અને તે ખાતરમાં ફેરવાઈ જાય છે, જો પાણીને 80 સેલ્સિયસ પર ગરમ કરવામાં આવે તો તો તે તેમાં માત્ર 15 જ સેકન્ડમાં પીગળી જાય છે આ ઉપરાંત જો તેને ખુલ્લી જગ્યામાં છોડવામાં આવે તો તેને સડવામાં પણ માત્ર 180 દિવસ જ લાગે છે.



હંમેશા કપડાની થેલીનો ઉપયોગ દરેક માટે કંઈ સરળ નથી હોતો કારણ કે તે પ્રકારની એક બેગની કિંમત 5થી 15 રૂપિયા સુધી હોઈ શકે છે. તે વાતને ધ્યાનમાં રાખતા એન્વીગ્રીનમાં આ પ્લાસ્ટિક બેગની કીંમત માત્ર 3 રૂપિયા રાખી છે જે પ્લાસ્ટિક બેગની કીમતથી માત્ર 1 રૂપિયાથી વધારે છે.

એન્વીગ્રીન પોતાનો કાચ્ચો માલ સીધો જ ખેડૂતો પાસેથી ખરીદે છે જેનાથી તે ખેડૂતોને વધારાની આવકનો વિકલ્પ પણ મળે છે.



અશ્વત્થની આ અજાયબ ઇકો ફ્રેન્ડલી શોધને કર્ણાટકના રાજ્ય પ્રદૂષણ નિવારણ મંડળની માન્યતા પણ મળી ગઈ છે, બોર્ડ તેને બિન પ્લાસ્ટિક હોવા તેમજ માત્ર સ્ટાર્ચની ઉપ પેદાશથી બનેલું હોવાનું પ્રમાણ આપી ચુક્યું છે. અશ્વત્થે પોતાની પ્રોડક્ટ અને પોતાના આઇડિયાના પ્રાચર માટે એક ઓનલાઈન અભિયાન પણ શરૂ કરી દીધું છે અને તેને જે પ્રકારની પ્રતિક્રિયા મળી રહી છે તે ખુબ જ ઉત્સાહ વધારનારી છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ