આ પ્રદેશમાં છેલ્લા ૩ મહિનામાં ૧૩૨ ગામોમાંથી એક પણ દીકરી નથી જન્મી, જાણકારોએ આપ્યો ચોંકાવનારો ખુલાસો…

આ પ્રદેશમાં છેલ્લા ૩ મહિનામાં ૧૩૨ ગામોમાંથી એક પણ દીકરી નથી જન્મી, જાણકારોએ આપ્યો ચોંકાવનારો ખુલાસો…


ઉત્તરકાશીના આ ગામોમાં ૩ મહિનામાં એક પણ દીકરીનો જન્મ નથી થયો, બેટી બચાઓ, બેટી પઢાઓ, અભિનાનની ઝૂંબેસ વિશે લેવાશે હવે કડક પગલાં…


ઉત્તરાખંડમાં ચોંકાવનારા સમાચાર આવ્યા છે. જાણીને નવાઈ પણ લાગશે અને આ બાબત સહેજ ચિંતાજનક છે. આ શું હોઈ શકે એક પ્રકારનું કોઈ ભેદી ષડયંત્ર કે માત્ર યોગાનુયોગ? છેલ્લા ૩ મહિનામાં ૧૩૨ ગામોમાંથી એક પણ દીકરી નથી જન્મી.


છેલ્લા કેટલાય સમયથી આપણાં દેશમાં સરકારી અભિયાન અને ઝૂંબેશો ચાલે છે. બેટી બચાઓ, બેટી પઢાઓ… કારણ કે દીકરાઓના જન્મદર અને દીકરીઓના જન્મ દર વચ્ચે ખૂબ તફાવત જોવા મળે છે. એ સાથે આ ઝૂંબેશો ચાલે છે. આ યોજનાઓની પાછળ દીકરીઓના જન્મ દર પ્રત્યે સભાનતા કેળવવા અને બૃણહત્યાઓ જેવી અમાનવીય કૃત્યોને ટાળવા માટે થાય છે. તેમાં તો આ વખતે એવો આંકડો આપણી સામે આવ્યો છે કે જે જોઈને એવું તારણ આવ્યું છે કે આ બાબત ખૂબ ગંભિર પરિણામો આપી શકે છે.


જાણીતી મીડિયા સંસ્થા એનડીટીવી અનુસાર છેલ્લા ત્રણ મહિનાઓ દરમિયાન ઉત્તરકાશીના જિલ્લાના ૧૩૨ ગામોમાં એકપણ દીકરીનો જન્મ નથી થયો. જ્યારે એવું નથી કે સમયગાળા દરમિયાન એકપણ બાળકનો જન્મ જ નથી થયો આ દરેક આ ગામોમાંથી ૩ મહિના દરમિયાન કુલ ૨૧૬ નવજાત બાળકો જન્મ્યાં છે.


આવા ચોંકાવનારા આંકડાઓ જાણીને પ્રસાશનને પણ આશ્ચર્ય થયું છે. આ મુદ્દે સૌ હેરાન છે અને ઉત્તરકાશીના ડી.એમ. શ્રી આશિષ ચૌહાણ જિલ્લાના અધિકારીઓ કાર્યકર્તાઓ સાથે મળીને બેઠક કરી. એ મુજબ એવું તારણ કાઢવામાં આવ્યું કે આ બધા જ ૧૩૨ ગામોમાં વધુ ચોક્કસાઈપૂર્વક કામ વધારવું જોઈશે. ઉચ્ચ અધિકારીએ કહ્યું કે આવા પ્રભાવિત પરિણામોના આંકડાઓ પાછળનું કારણ શોધવામાં આવશે અને જેમને ત્યાં દીકરી જન્મી હશે તેમની ઓળખ શોધી કાઢવાની તજવીજ કરવામાં આવશે. આ બાબતે એક સવિસ્તૃત સર્વે કરવામાં આવશે જેથી દરેક ગામમાં જન્મેલ બાળકો અંગેની માહિતીની નોંધ થશે.


ત્યાંના સ્થાનિક સામાજિક સંસ્થાઓના કાર્યકરે એક એવી સંભાવના કહી જે ખરેખર ચિંતાજનક છે. આ બધા ગામોમાં છેલ્લાં ત્રણ મહિનાની અંદર એકપણ છોકરીનો જન્મ ન થવા પાછળનું એક કારણ કન્યા ભ્રૂણહત્યાની આશંકા હોવાનું પણ માનવામાં આવે છે. અહીં તેમનું કહેવું છે કે, આ ત્રણ મહિનાઓના સમયગાળા દરમિયાન એકપણ દીકરીનું જન્મવા પાછળ માત્ર એક યોગાનુયોગ ન જ હોઈ શકે. જન્મ દરના આ આંકડાઓ કન્યા ભ્રૂણહત્યા તરફ પણ ઈશારો કરે છે. પરંતુ સરકાર અને પ્રશાસન આ બાબતે કંઈ યોગ્ય પગલાં તે તરફ તેઓ અનુરોધ કરી રહ્યાં છે. તેમનો આ બબતે ગંભીર સૂર દેશના જુદાં જુદાં રાજ્યોમાં પણ વિવિધ સ્થળોના પણ સર્વે કરવા માટે જરૂર પ્રેરે છે. દેશનું ભવિષ્ય અને જન્મદર વચ્ચે સમતોલન જાળવવા સજાગ થવાનો હવે સમય જરૂર આવી ગયો છે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ