અજય દેવગન અને રોહિત શેટ્ટી જેવા મોટા સ્ટાર્સ કાશ્મીર પહોંચતા હોટલોમાં લાગ્યા હાઉસફૂલના પાટિયા

એક સમય હતો જ્યારે બોલિવૂડની ઘણી નાની-મોટી ફિલ્મોનું શૂટિંગ થતું. લાંબા સમય સુધી કાશ્મીરથી અંતર રાખ્યા બાદ હવે ખીણમાં ફરી એકવાર લાઈટ, કેમેરા, એક્શનનો અવાજ સંભળાઈ રહ્યો છે. ફરી એકવાર બોલીવુડે કાશ્મીરમાં ફિલ્મ્સના શૂટિંગ માટે રસ લેવાનું શરૂ કરી દીધું છે. બોલિવૂડ હસ્તીઓ અને પ્રોડ્યુસર્સ ગિલ્ડના 24-સભ્યોનાં પ્રતિનિધિ મંડળ કાશ્મીરના ગુલમર્ગની મુલાકાતે આવ્યા છે. પ્રતિનિધિ મંડળ કાશ્મીરના જુદા જુદા ભાગોમાં વધુ સારા સ્થળોની પણ મુલાકાત લેશે, જેના પર આગામી સમયમાં ફિલ્મોનું શૂટિંગ થઈ શકે છે. તમને જણાવી દઈએ કે હાલમાં એકસાથે ખીણમાં 15થી વધુ ફિલ્મો, વેબ સીરિઝ, વીડિયો આલબમ અને કોમર્શિયલ એડનાં શૂટિંગ ચાલી રહ્યાં છે. લોકેશનનની વાત કરીએ ચો દાલ સરોવર, મુઘલ ગાર્ડન, ગુલમર્ગ, પહેલગામ જેવાં લોકેશન પર શૂટિંગ થઈ રહ્યાં છે.

અજય દેવગન-રોહિત શેટ્ટી સાથે પહોંચ્યા હતા કાશ્મીર

image source

ચાર દિવસીય પ્રતિનિધિ મંડળમાં બોલિવૂડના જાણીતા પ્રોડક્શન હાઉસ અજય દેવગન ફિલ્મ્સ, સંજય દત્ત પ્રોડક્શન્સ, રિલાયન્સ એન્ટરટેનમેન્ટ, રોહિત શેટ્ટી ફિલ્મ્સ, ઝી સ્ટુડિયો, અધિકારી બ્રધર્સ અને એસએબી, એંડિમોલ અને એક્સેલ એન્ટરટેઈનમેન્ટના પ્રતિનિધિઓ શામેલ છે. પ્રખ્યાત ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક રાજકુમાર હિરાણી પણ પ્રતિનિધિ મંડળનો ભાગ રહ્યા છે. આ સાથે ટીમ મીડિયા, ટ્રાવેલ અને ટ્રેડ એસોસિએશન અને ખીણના ફિલ્મ અને લાઇન નિર્માતાઓ સાથે મુલાકાત કરશે. મુંબઇ પાછા આવતાં પહેલાં આ ટીમ પહેલગામનાં લોકપ્રિય સ્થળોની પણ સમીક્ષા કરશે. તમને જણાવી દઈએ કે હાલમાં આ સ્ટાર્સની મુલાકતને લઈને હોટલો હાલમાં ફુલ છે. લોકોમી ભીડ એટલી છે કે ગુલમર્ગ તો ફેબ્રુઆરીના અંત સુધી ફૂલ છે. હોટલ માલિકો આ સ્થિતિથી ખુશ છે અને આશા રાખે છે કે કાશ્મીરમાં આ સિલસિલો આગળ પણ ચાલતો રહેશે. નોંધનિય છે કે 370 હટાવ્યા બાદ હવે કાશ્મીરમાં ફરી રોનક આવી રહી છે.

કાશ્મીર સ્ટાર્સનું પ્રિય વેકેશન ડેસ્ટિનેશન બની રહ્યું છે

મીડિયા સાથે વાત કરતા કાશ્મીરના પર્યટન નિયામકે કહ્યું કે કાશ્મીરમાં ગીતો અને જાહેરાતોની શૂટિંગ માટે બોલિવૂડ અને પ્રાદેશિક ફિલ્મ નિર્માતાઓ અને પ્રોડક્શન હાઉસનો તેમને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. તેમણે એમ પણ કહ્યું હતું કે કાશ્મીર ફિલ્મ નિર્માતાઓ માટે એક કુદરતી પૃષ્ઠભૂમિ છે અને પર્યટન વિભાગ તેમના શૂટ માટે મંજૂરી લેવાનું સરળ બનાવી રહ્યું છે.

65,000 લોકોએ તેમની નોકરી ગુમાવી

 

View this post on Instagram

 

A post shared by Saiyad Sana Khan (@sanakhaan21)

તમને જણાવી દઈએ કે કાશ્મીર ટૂરિઝમે આશરે 2,615 કરોડની આવક ગુમાવી છે અને ઓગસ્ટ 2019 થી લગભગ 65,000 લોકોએ તેમની નોકરી ગુમાવી છે. જોકે, સારી બરફવર્ષાના કારણે ઘણા પ્રવાસીઓ કાશ્મીર પહોંચ્યા છે. તાજેતરમાં જ ગુરુ રંધાવા, ઝુબિન નૌટિયાલ, સલમાન અલી, સના ખાન, સલીમ મર્ચન્ટ અને અનિલ કપૂરે પણ કાશ્મીરમાં રજા ગાળી હતી. પ્રોડ્યુસર ગિલ્ડની વાત કરીએ તો, તેમણે ગુલમર્ગની સુંદરતાની પ્રશંસા કરતાં કાશ્મીરના અનેક સ્થળોએ તેની આગામી ફિલ્મોના શૂટિંગની ઇચ્છા વ્યક્ત કરી છે.

રોજગારીની તકો વધશે

अजय देवगन
image source

તો બીજી તરફ ગુલમર્ગની એક હોટલના માલિક વસીમે જણાવ્યુ કે આ પહેલા તેમણે 2016માં કાશ્મીરના જુદા જુદા ભાગોમાં આ પ્રકારના શૂટિંગ જોયાં હતાં. પરંતુ આ સમયે ચિત્ર મોટું દેખાઈ રહ્યું છે. તેમણે કહ્યં કે ફિલ્મના શૂટિંગની અહીંના પર્યટન બિજનેસ પર સારી અસર જોવા મળે છે. તમને જણાવી દઈએ કે એક મોટી ફિલ્મ હજારો અને નાનાં નાનાં શૂટિંગ પણ સેંકડોને રોજગારી આપે છે. તેમણે ઉદાહરણ આપતા કહ્યુ કે, 2015માં સલમાન ખાને ‘બજરંગી ભાઈજાન’નું શૂટિંગ અહીંયા કર્યું હતું, જેનાથી હજારો રોજગારી પેદા થઈ હતી. પછી ભલે તે હોટલના કર્મચારી હોય કે વાહનચાલક કે પછી ઘોડાવાળા, દુકાનદાર, હસ્તશિલ્પ વેચનારા બધાને કામ મળ્યું હતું. હજારો લોકોને ફિલ્મમાં નાનો-મોટો રોલ પણ મળ્યો. તેમણે અહીં આશરે 8-10 કરોડ રૂપિયા ખર્ચ્યા. આગમી સમયમાં મોટા બેનર્સ અહી શૂટિગ માટે આવશે તો અહીં રોજગારીની તકો વધુ ઉભી થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ