ફિલ્મ ધ વ્હાઇટ ટાઇગરની સફળતા બાદ દેશી ગર્લનો જોવા મળ્યો અનોખો અંદાજ

પ્રિયંકા ચોપરા આજકાલ તેની ફિલ્મ ધ વ્હાઇટ ટાઇગરની સફળતાનો આનંદ માણી રહી છે. આ ઉપરાંત તે સતત ફિલ્મનું પ્રમોશન પણ કરી રહી છે. આ સિવાય પ્રિયંકા તેના પુસ્તક Unfinished અને નવા શરૂ કરાયેલા હેર કેર Anomaly ના પ્રમોશનમાં વ્યસ્ત છે.

image source

આટલા વ્યસ્ત શેડ્યૂલ પછી અભિનેત્રીનું ચિલ કરવું તો બને જ છે. આ વાતને ધ્યાનમાં રાખીને પ્રિયંકા ચોપરાએ આ સપ્તાહમાં સમય કાઢીને જકુજીમાં આરામ કરવાની યોજના બનાવી હતી. હવે પ્રિયંકાએ તેના રિલેક્સ્ડ ટાઇમના ફોટા સોશ્યલ મીડિયા પર શેર કર્યા છે. શનિવારે તેણે લાલ રંગની બિકિની પહેરીને સમય પસાર કરતી વખતે ફોટા શેર કર્યા હતા.

પ્રિયંકા તેના નેચરલ લુકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે

image source

આ તસવીરો શેર કરતી વખતે પ્રિયંકાએ લખ્યું કે, “શનિવાર યોગ્ય રીતે માણ્યો.” ફોટામાં પ્રિયંકા લાલ બિકિનીમાં જોવા મળી હતી. પ્રિયંકા તેના નેચરલ લુકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. અને ચાહકો પણ તેને ચિલ કરતી જોઇને ખુશ થયા છે.

image source

તમને જણાવી દઈએ કે પ્રિયંકા ચોપરાની ફિલ્મ ધ વ્હાઇટ ટાઇગર, 13 જાન્યુઆરીએ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ છે. આ ફિલ્મને નેટફ્લિક્સ દ્વારા વૈશ્વિક સ્તરે જોવામાં આવી રહી છે અને તેને દર્શકો દ્વારા પસંદ પણ કરવામાં આવી રહી છે. બોલિવૂડની સાથે સાથે આ ફિલ્મને હોલીવુડના ફિલ્મ વિવેચકોની પણ સારી પ્રશંશા મળી છે.

પુસ્તકમાં પ્રિયંકા વિશે અજાણી બાબતો જાણવા મળશે

image source

આ સાથે ગોલ્ડ હાઉસ એવોર્ડ્સની શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી કેટેગરીમાં પણ પ્રિયંકા ચોપરાને નોમિનેટ કરવામાં આવી છે. સાથે તેના સહ-કલાકારો રાજકુમાર રાવ અને આદર્શ ગૌરવને બેસ્ટ સપોર્ટિંગ એક્ટર અને બેસ્ટ એક્ટર કેટેગરીમાં પણ નોમિનેશન મળ્યા છે. પ્રિયંકાની મેમોયર Unfinished વિશે વાત કરીએ તાં તેની પ્રી-ઓર્ડરની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ પુસ્તક 9 ફેબ્રુઆરીના રોજ બહાર પાડવામાં આવશે. પ્રિયંકાએ આ પુસ્તકમાં તેના જીવન, કુટુંબ, સંબંધો અને સફળતા વિશે જણાવ્યું છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે પુસ્તકમાં પ્રિયંકા વિશે અજાણી બાબતો જાણવા મળશે.

એમેઝોન સાથે મલ્ટી-મિલિયન ડોલર ડીલ

image source

તમને જણાવી દઈએ કે પ્રિયંકા ચોપરા તેના પ્રોડક્શન બેનર પર્પલ પેબલ પિક્ચર્સ દ્વારા ઘણા સારા પ્રોજેક્ટ્સ લાવવાની તૈયારી કરી રહી છે. તેમની નવી ફિલ્મ ધ વ્હાઇટ ટાઇગર પણ પર્પલ પેબલ હેઠળ બનાવવામાં આવી છે. પ્રિયંકાના આગામી પ્રોજેક્ટ્સ વિશે વાત કરીએ તો, તેણીએ મેટ્રિક્સ 4 અને ટેક્સ્ટ ફોર યુ જેવી ફિલ્મો સાથે એમેઝોનની મલ્ટી-મિલિયન ડોલર ડીલ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ