આ રીતે ઘરબેઠા બનાવો બોડી લોશન, ત્વચા બનશે સુંદર અને આકર્ષક

મિત્રો, શું તમે પણ બજારમાંથી બોડી લોશન ખરીદો છો? તો તમને ખ્યાલ હોવો જોઈએ કે, ગમે તેટલા પૈસા ચૂકવ્યા પછી પણ તમારી ત્વચા સંપૂર્ણપણે સુરક્ષિત રહેતી નથી. મોટાભાગના કાર્બનિક ઉત્પાદનોમા પણ વિવિધ ઘટકો હોય છે, જે તમારી ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે. તમને પ્રશ્ન થશે કે શું કરવું? તો તેનો જવાબ એ છે કે ઘરે બોડી લોશન ખૂબ જ સરળતાથી બનાવો. તે પણ એટલા થોડા પૈસામાં કે તમે માનશો નહીં. અમે તમારા માટે બોડી લોશન બનાવવાની એક સરળ પદ્ધતિ સાથે આવ્યા છીએ.

image source

હવે તમે વિચારશો કે, ઘરે બોડી લોશન કોણ બનાવે? તો તમને જણાવી દઈએ કે, તમે ઘરે કેટલીક વસ્તુઓ સાથે ખૂબ જ ઓછા સમયમાં સરળતાથી બોડી લોશન બનાવી શકો છો. આ બધી વસ્તુઓ માટે તમારે વધુ પૈસાનુ રોકાણ કરવાની પણ જરૂર નથી. અમે તમને કહી ચૂક્યા છીએ કે, માત્ર ૫૦ રૂપિયામા તમે તેને બનાવી શકો છો.

image source

ઘરેબેઠા બોડી લોશન બનાવવા માટે જરૂરી સામગ્રી છે, ૧ મોટી ચમચી બદામનું તેલ, ૧ મોટી ચમચી નાળિયેર તેલ, ૧ મોટી ચમચી ગ્લીસરીન અને ૨-૩ ચમચી એલોવેરા જેલ. હા, તમારે આટલી વસ્તુની જરૂર પડશે. ત્યારબાદ હવે તમે એક સ્વચ્છ બાઉલમાં ૧ મોટી ચમચી બદામનુ તેલ લો. ત્યારબાદ તેમા ૧ મોટી ચમચી નાળિયેર તેલ મિક્સ કરો. ત્યારબાદ ૧ મોટી ચમચી ગ્લસરીન મિક્સ કરો. છેલ્લે ૨-૩ ચમચી એલોવેરા જેલ મિક્સ કરો.

image source

બદામનુ તેલ, નાળિયેર તેલ, એલોવેરા જેલ અને ગ્લીસરીન જેવી વસ્તુઓ જ્યારે તમે તેને પહેલી વાર બજારમાંથી લાવશો ત્યારે તમને તે ચોક્કસપણે ખર્ચાળ જોવા મળશે પરંતુ, જ્યારે તમે દર અઠવાડિયે બોડી લોશન બનાવીને તેનો ઉપયોગ કરો છો ત્યારે તમને જાણવા મળશે કે, આ બોડી લોશન બજારના બોડી લોશનથી સસ્તુ અને અસરકારક છે.

image source

બધી જ સમાગ્રીઓ સારી રીતે ભળી જાય એટલે તમારુ બોડી લોશન તૈયાર. તમે આ બોડી લોશનને થોડા દિવસો માટે પંપ કન્ટેનરમાં પણ સ્ટોર કરી શકો છો. તમે દર અઠવાડિયે આ બોડી લોશન તૈયાર કરી શકો છો અને ત્યારબાદ આખા અઠવાડિયા દરમિયાન તેનો ઉપયોગ કરી શકો છો. ના તો રાસાયણિક તત્વોનો ભય રહેશે કે ના તો વધુ પૈસા ખર્ચવાની ચિંતા.

image source

બદામના તેલમાં રહેલું વિટામિન-ઇ ત્વચાને કુદરતી સ્વરૂપમાં મોઇશ્ચરાઇઝ કરે છે. નાળિયેર તેલ તમારી ત્વચામા રહેલા ભેજને અકબંધ રહે છે. ગ્લિસરીનનો ઉપયોગ ઘણા ફેસ ક્રીમ અને ક્લીનસરમાં થાય છે કારણકે, તે પણ ત્વચાને ભેજ આપે છે અને ભેજને પણ અવરોધે છે. જ્યારે એલોવેરા જેલ તમને સુંદર ત્વચા આપવા માટે મદદ કરશે અને ત્વચાના કોષોને પોષણ મળે છે. આ રીતે તમારું ઘરે બનાવેલો લોશન તમારી ત્વચાને સંપૂર્ણ રક્ષણ આપે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત