આખાએ કુટુંબે આખી રાત કોરોનાથી મૃત્યુ પામેલા દીકરાનું મનાવ્યું માતમ, અને ચિતા આપતી વખતે જ્યારે દીકરાનો ચહેરો જોયો તો પીતા રહી ગયા દંગ

આખાએ કુટુંબે આખી રાત કોરોનાથી મૃત્યુ પામેલા દીકરાનું મનાવ્યું માતમ અને ચિતા આપતી વખતે જ્યારે દીકરાનો ચહેરો જોયો તો પીતા રહી ગયા દંગ

image source

યુપીના સંત કબીરનગર જિલ્લામાં એક અત્યંત ચોકાવનારી ઘટના ઘટી છે. આ ઘટના દર્શાવી રહી છે પોલીસ તેમજ સ્વાસ્થ્ય વિભાગની બેદરકારી. ઘટના એવી ઘટી હતી કે પિતાને ફોન પર એવી માહિતી આપવામાં આવી કે હોસ્પિટલમાં દાખલ થયેલા તેના દીકરાનું કોરોનાના કારણે મૃત્યુ થઈ ગયું છે અને થોડાંક જ સમયમાં પુત્રનું શવ સીલ પેક કરીને પિતાને ત્યાં પહોંચાડી દેવામાં આવશે.  આખી રાત પરિવારજનો જુવાન દીકરાના મૃત્યુનું માતમ મનાવતા રહ્યા. સવારે જ્યારે પિતા પેતાના બીજા દીકરાની સાથે શવ લઈને તેના અંતિમ સંસ્કાર કરવા સ્મશાન પર પોહંચ્યા અને પોતાના દીકરાનું શવ બાળવા જ જઈ રહ્યા હતા પણ તે પહેલાં પોતાના દીકરાનું મોઢું છેલ્લી વાર જોઈ લેવા પીતા એ મોઢા પરથી સીલ હટાવ્યું તો પિતા અને પોલીસ બન્નેના તેમની સમક્ષના દ્રશ્યથી હોશ જ ઉડી ગયા. કારણ કે તેમની સમક્ષ તેમના દીકરાની નહીં પણ કોઈ બીજી જ વ્યક્તિની ડેડ બૉડી પડી હતી.

image source

વાસ્તવમાં આ આખીએ ઘટના મહુલી ક્ષેત્રના મથુરાપુર ગામની છે. જ્યારે આ જ ગામના રહેવાસી એવા એક યુવાનના ઘરે સવારે પોલીસનો ફોન આવે છે કે બસ્તી કેલી હોસ્પિટલમાં દાખલ તેમના દીકરાનું મૃત્યુ થયું છે અને તેનું શવ તમારા ઘરે મોકલવામાં આવી રહ્યું છે ત્યાર બાદ તમારે તેના અંતિમસંસ્કાર બિડહર ઘાટ પર કરવા પહોંચવાનું છે. તો બીજી બાજુ દીકરાના મૃત્યુના સમાચાર સાંભળીને પરિવારમાં માતમ છવાઈ ગયું. કારણ કે હજું તો રાત્રે જ ઘરના સભ્યો સાથે દીકરાની વાત થઈ હતી અને સવારે તો તેના મૃત્યુના સમાચાર આવી ગયા. બીચારો દુઃખી પિતા રડતા રડતા પોતાના બીજા દીકરા સાથે દીકરાના અંતિમ સંસ્કાર કરવા પહોંચ્યા અને પિતા કોવીડ 19ના નિયમ પ્રમાણે પોતાના દીકરાને મુખાગ્ની આપવા આગળ વધ્યા. તેને મૃતકનું બેગમાં પેક થયેલું શરીર જોઈને પહેલેથી શંકા તો પડી જ હતી. અને અંતિમ સંસ્કાર પહેલાં તેમણે પોતાના દીકરાનો ચહેરો જોવા કહ્યું. જ્યારે તેમણે મૃતકનો ચહેરો જોયો ત્યારે તે તેમનો દીકરો નહીં પણ બીજો કોઈ યુવાન હતો. જે થોડા દિવસ પહેલાં જ મુંબઈથી ત્યાં આવ્યો હતો. અને તેની તબીયત ખરાબ થવાના કારણે ત્યાંની કેલી હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી અને તેનો રિપોર્ટ પણ પોઝીટીવ આવ્યો હતો. અને તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. વાસ્તવમાં તે બન્ને યુવાનની સારવાર એક જ હોસ્પિટલમાં ચાલી રહી હતી. પણ આ બન્ને યુવાનની પથારીઓ નજીક નજીક હતી.

image source

આ ભૂલ બાબતે પોલીસ અધીક્ષક અસિત શ્રીવાસ્તવે જણાવ્યું કે તેમના પર કોરનાના કારણે થયેલા મૃત્યુનો ફોન આવ્યો હતો. જેમાં યુવાનનું નામ જણાવવામાં આવ્યું હતું. બીજી બાજુ હોસ્પિટલથી બોડીને સંપૂર્ણ સીલ કરીને મોકલવામાં આવી હતી. કુટુંબીજનોને શવનો આકાર જોઈને થોડી શંકા તો ગઈ હતી અને જ્યારે તેનું મોઢું ખોલીને જોવામાં આવ્યું તો તે તેમનો દીકરો નોહતો. ત્યાર બાદ તપાસ કરતાં જાણવા મળ્યું કે તે કોઈ બીજો યુવાન હતો અને ત્યાર બાદ તેના શવને તેના ગામમાં મોકલી દેવામાં આવ્યો હતો.

image source

બીજી બાજુ સ્વાસ્થ્ય વિભાગ પણ આ ઘટનાથી પોતાને બચાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. અને તેને  કોઈ કન્ફ્યુઝન દર્શાવીને ઘટનાને હળવાશથી લઈને ઘટનાની તપાસ કરવાનું કહી રહ્યો છે. હાલ આ ઘટના પર તપાસ ચાલી રહી છે. તેના માટે એક ટીમ પણ બનાવવામાં આવી છે. ડેપ્યુટી સીએમઓનું કહેવું છે કે ક્યારેક ક્યારેક કન્ફ્યુઝન થઈ જતી હોય છે. સંત કબીર નગરના બે દર્દીઓ હતા. દર્દીના લેબલને લઈને થોડી કન્ફ્યુઝન થઈ ગઈ હતી. તેમ છતાં પણ તપાસ ચાલી રહી છે અને જે કોઈ દોષી હશે તેના પર કામગીરી કરવામાં આવશે.

image source

જો કે આ ઘટનાથી એક પરિવારને તેનો દીકરો પાછો મળી ગયો તો બીજા પરીવારે તેનો દીકરો ખોઈ દીધો છે. એક પરિવારે રાહતનો શ્વાસ લીધો છે તો બીજા પરીવારે નીઃસાસા નાખવાનો વારો આવ્યો છે. વિશ્વ માટે અત્યંત કપરો સમય હાલ  ચાલી રહ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ