અજાણતાં પણ જો આ ૭ ભૂલો થઈ જશે તો પિરિયડ્સ વખતે પસ્તાવવાનો વારો આવશે…

યોગ્ય જાણકારી કે સાધનોની ઉપયોગીતાના અભાવને લીધે; સ્ત્રીઓને ખાસ સમયમાં મુશ્કેલી ન પડે તેનું ધ્યાન જરૂર રાખવું.


મોટાભાગની મહિલાઓને માસિક સ્ત્રાવના સમય દરમિયાન કોઈને કોઈ તકલીફ રહેતી હોય છે. ત્યારે સ્ત્રીઓ ક્યારેક પોતાના દુખાવાને કે તકલીફોને સામાન્ય ગણીને અવગણે છે. લગભગ સ્ત્રીઓને માથાનો, કમરનો કે છાતીમાં દુખાવો રહેતો હોય છે. ક્યારેક તેમને ચક્કર આવવા કે પેટમાં આંટી આવવી અને ઉલ્ટી થવી કે પછી મોળ ચડવા જેવી મુશ્કેલીઓ થતી જ હોય છે. આવી મુશ્કેલીઓમાં યોગ્ય જાણકારી વિના પેઈન કિલર લઈ લેતા હોય છે અથવા તો માસિક સ્ત્રાવના સમયે યોગ્ય પ્રકારના સેનેટરી પેડ્સનો ઉપયોગ કે તેમને રાખવાની રીત ન ખ્યાલ હોય તો વધુ મુશ્કેલીમાં મૂકાઈ શકે છે.
એવી કેટલીક ભૂલો છે જે જો અજાણતાં પણ બને તો શરીરને વધુ તકલીફો પડી શકે છે. બની શકે કે યોગ્ય જાણકારી કે સાધનોની ઉપયોગીતાના અભાવને લીધે પસ્તાવાનો વારો ન આવે તો એ સમય દરમિયાન કેવી તકેદારી રાખવી એ જોઈ લઈએ.

પેઈન કિલર


માસિક ધર્મ શરૂ થવાના થોડા દિવસ પહેલાંથી જ બહેનોને પેડુમાં પેચોટી ઉપડવી અને મુત્રમાર્ગ પાસેથી આછો દુખાવો ઉપડતો હોય છે. તે સમયે ખૂબ આંટી આવીને અમુકને તો ઝાડા ઉલ્ટી પણ થતાં હોય છે. તેવા સમયે થોડો દુખાવો સહન કરી લેવાને બદલે પેઈન કિલર લઈ લેવાતી હોય ત્યારે સહન શક્તિ ન રહેતાં વારંવાર લેવાની ઇચ્છા થઈ જતી હોય છે. પેઈન કિલરની આડઅસર પણ થઈ શકે છે અને વધારે પડતી અને યોગ્ય માહિતી વિનાની દવાઓ લેવાથી ગરમ પડી શકે છે. સારા ડોક્ટરની ચિઠ્ઠી વિના કે સલાહ લીધા વગર પેઈન કિલર ન લેવી જોઈએ. તેના બદલે ગરમ પાણીની બોટલનો શેક કરવો કે પછી અજમો કે મેથીનો ફાકડો ભરી લેવા જેવા ઘરેલુ ઉપાયો કરી લેવા વધુ સલાહભર્યું રહેશે.

પરફ્યુમ


માસિક સ્ત્રાવના સમયે સ્ત્રીઓને શરીરમાંથી દુર્ગંધ આવતી અટકાવવા ઘણીવાર પરફ્યુમનો ઉપયોગ કરતી હોય છે. પરંતુ બજારમાં મળતાં મોંઘાં ડિયો અને પરફ્યુમ શરીરના આંતરિક ભાગો પર ન લગાડવા જોઈએ. કેમ કે તે સિંથેટિક અને કેમિકલયુક્ત હોય છે. બળતરા કે ફોલ્લીઓ થવાની શક્યતા રહેતી હોય છે. તેને બદલે ગુલાબજળ કે કુદરતી શંખજીરુંનો પાવડર જેવા ઘરેલુ ઉપાય કરીને સુગંધિત રહેવા પ્રયત્ન કરવો જોઈએ.

જમવાનું મૂકી ન દેવું જોઈએ


આ સમયમાં બહેનોને મોળ ચડવી કે ઉલ્ટી જેવું થતું હોય છે. ક્યારેક તો આખો દિવસ કંઈ ન ખાવાનું મન થાય તો ભૂખ્યા પણ રહેતાં હોય છે. એવું ન કરવું જોઈએ. આ સમય દરમિયાન શરીરમાંથી લોહીનું પ્રમાણ ઓછું થયું હોય ત્યારે નબળાઈ આવી શકે છે. તેથી પ્રોટિનવાળો અને પોષણયુક્ત હળવો ખોરાક લેવો જોઈએ. નારિયેળ પાણી કે કેળાં અને લીલાંશાકભાજી જરૂર ખાવા જોઈએ.

સેનેટરી પેડ્સ વિશેની ચાયત


ઘણીવખત આળસને લીધે અને લોભામણી જાહેરાતોમાં કહેવાતી વાતોને કારણે સમયસર સેનેટરી પેડ્સ બદલાવવામાં ભૂલ કરતાં હોઈએ છીએ. ઓછામાં ઓછું ત્રણથી – ચાર કલાકે બદલવું જોઈએ. જેથી ઇન્ફેક્શનનો ડર ન રહે અને સિંથેટિક પેડને લીધે બળતરા કે ફોલ્લીઓ ન થાય તે માટે સારી ગુણવત્તાના કોટન પેડ્સ વાપરવા જોઈએ. આમ કરવાથી દુર્ગંધથી પણ રાહત મળે છે.

રેયોન કે કોટન પેડ્સ


સામાન્ય રીતે રેયોન પેડ્સ અને કોટન પેડ્સનો ઉપયોગ કરે છે. કોઈ સારી ગુણવત્તાવાળા હશે તો બંનેનું મિક્ષ બ્લેન્ડેડ મટિરિયલમાં બનેલું હોઈ શકે. તમને જાણીને નવાઈ લાગશે કે આ પ્રકારના પેડ્સમાં કેમિકલયુક્ત પેસ્ટીસાઈડ્સ અને હાઈજિનિક કેમિકલનો ઉપયોગ કરેલો હોય છે. જેની બની શકે કે સ્ત્રીઓના સ્વાસ્થ્ય પર આડઅસર પડી શકે છે. એફડીએ (FDA) અનુસાર, ‘તેમાં રહેલા ડાયોક્સિનમાં વિઝિનાની પેશીઓની દિવાલ પર ખરાબ અસર પડી શકે છે. હંમેશા ઓર્ગેનિક કોટનથી બનેલા પેડનો ઉપયોગ કરવો જોઈએ.

કસરતથી દૂર ન ભાગવું


આ સમય દરમિયાન સ્ત્રીઓને અશક્તિ અને સુસ્તી અનુભવાય છે. હળવો વ્યાયામ કરવો જ જોઈએ. જેથી શરીરમાં લોહીનું બ્રહ્મણ વ્યવસ્થિત રીતે થાય, સકારાત્મક ઊર્જા અનુભવાય અને સ્વાસ્થ્ય સારું રહે. કસરત કરવી ટાળવી ન જોઈએ. થોડો દુખાવો હોય તો પણ પ્રાણાયમ અને વોર્મિંગઅપ કરવાથી ફ્રેશ ફિલ થશે.

અસુરક્ષિત સંબંધ


ઘણી સ્ત્રીઓ વિચારે છે કે તેઓ ગાળા દરમિયાન ગર્ભવતી થવાની શક્યતા નથી રહેતી. પરંતુ એવું નથી. આ સમય દરમિયાન ગર્ભવતી બનવાની સંભાવના રહેતી હોય છે. આ ઉપરાંત, ચેપને રોકવા માટે, આ સમયગાળા દરમિયાન શારીરિક સંબંધ બાંધવાનું ટાળવું જોઈએ.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ