તમે પણ જો બહાર હોટલમાં જમવા જતા હોવ તો ખાસ વાંચજો આ નાનકડી પણ સમજવા જેવી વાત…

ગરીબ ને મળતું નથી એક ટંક ખાવાનું

પૈસા દાર ને ટેસ્ટ નથી લાગતો ખાવામાં


હું ઈન ઓર્બિટ મોલ માં શોપિંગ માટે ગઈ હતી શોપિંગ માં મોડું થતા મારા પતિ એ કહ્યું આપણે અહીં કંઈક નાસ્તો કરી લઈએ અને ત્યાં ઉપર ફૂડ કોર્ટ છે ત્યાં બધીજ જાતનું ફૂડ મળે હું અને મારા પતિ એક ટેબલ પર બેઠા ત્યાંજ મારી બાજુમાં કોઈ આખી ડીશએમજ મૂકી ગયા હતા એટલે મેં વેટર ને પૂછ્યું આ ડીશ કોઈ મૂકી ગયા છે ??અને વેટર કહે મને ખબર નથી અને એ જતો રહયો મારા પતિ અમારો ઓડર સેલ્ફ સર્વિસ હતી એટલે જાતે લઇ આવ્યા હું જમતા જમતા એજ વિચારતી હતી કે આ ડીશ માંથી કોઈ એ થોડું ખાઈ એમજ છોડી દીધી છે આજુ બાજુ ભીડ હતી બધા ટેબલ ફુલ હતા અને દરેક ટેબલ પર આવું થોડું ખાઈ છોડી દઈ જતા રહ્યા હોય તેવું હતું મેક ડોનલ્સ ની ચિપ બર્ગર કોક હોટ ડોગ અને કંઈક કેટલું હતું ત્યાં.


હું જમતા જમતા ચુપ રહી!આ બધું વિચાર તી હતી એટલે મારા પતિ મને પુછ્યું શું વિચાર માં છે અને મેં કહયું આપણે જયારે મોલમાં આવતા હતા તારે બે નાના ભુલકા મારી પાસે ”કંઈક ખાવા આપો બેન” એવું માંગતા હતા અને અહી કેટલું ખાવાનું લોકો એમજ મૂકી જતા રહે છે કેમ?કારણ એનો ટેસ્ટ એમને નથી ભાવતો અને બહાર ગરીબ ના છોકરાંને ભૂખ લાગી છે ટેસ્ટ નથી જોઈતો ભૂખ સંતોષવી છે ..એટલામાં વેટર આવ્યો ટેબલ પરથી બધી ડીશ લેવા મેં પુછયુ આ બધું ક્યાં જશે એને કહ્યું બહાર ડસ્ટંબિન માં !! મેં કહ્યું મને આ બધું પેક કરી આપ.


એ મારી સામે જોઈ રહ્યો !!આ બેન આ એઠું ખાવનું ઘરે લઇ જશે ? એ બેગ લઇ આવ્યો એટલે મેં એને કહ્યું જો આ બધું ખાવનું તું ફેકી દે તેના કરતા મોલની બહાર નાના છોકરાં ભીખ માં ખાવનું માંગે છે તો હું તેમને આપવા લઇ જાવ છું ઓ એવું છે!! તો ઉભા રહો બેન હું બધા ટેબલ પરથી આવુ અડધું રાખી ગયા હોય તેવું ભરી લાવું અને હું એ કોથળી લઇ બહાર આવી મનમાં વિચાર્યુ આજે તો આ ભુલકા પણ મેકડોનલ્સ નું ખાશે અને મેં જયારે તેમને આ ખાવનું આપ્યું ત્ત્યારે એમને ખબર નથી કે બેન ખરીદી લાવ્યા કે બેન ત્યાં બધા નું મૂકી દીધેલુ લાવ્યા તેમને તો ભૂખ શાંત થાય એટલે બસ અને બંને ભુલકા કોથળી માંથી બર્ગર ખાવા લાગ્યા.


મારી સામે એક સ્માઈલ કરી જાણે મારો આભાર માનતા હોય તેમ અને હું ખુશ થઇ મને એવું લાગે કે આપણી પાસે પૈસા છે એટલે આ જમવાનું પણ આપણે છોડી દઈએ છે જેમાં આપણને ટેસ્ટ ના આવતો હોય પણ ક્યારેક એવું વિચરજો કે જે જમવામાં મને ટેસ્ટ નથી આવતો તે હું વેસ્ટ કરવાને બદલે કોઈ ગરીબ ને આપું તો મારા પૈસા વેસ્ટ નહી જાય અને કોઈની ભૂખ શંતોષી શકું તો એનાથી સારું કોઈ પૂણ્ય નું કર્યા ના હોય …


હું આશા રાખું કે મારી જેમ તમે પણ જમવા કે બહાર નાસ્તો કરવા જાવ ત્યારે તામરી પાસે અથવા તમારી આજુબાજુ જો કોઈ એમજ મૂકીને જતું રહે તો તમે કોઈ કંઈપણ વિચારે તમે તે લઇ કોઈ ગરીબ ને આપી એક પુણ્યનું કામ જરૂર કરજો સાચેજ ખુબ આંનદ આવશે. ખાવનો બગાડ અટકશે અને કોઈ ગરીબ પેટ ભરશે. અને તમારા પૈસા વેસ્ટ નથી ગયા એવો એહસાસ થશે.

લેખક : નયના નરેશ પટેલ.

તમે પણ હવે બહાર જમવા જાવ તો જરૂર ધ્યાનમાં રાખજો, બીજા મિત્રો સાથે આ પોસ્ટ શેર કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ