આ ફૂલ ક્યારે પણ ના લેતા હાથમાં, કારણકે..

આપણે ત્યાં ફૂલોનું ખાસ મહત્વ છે. તાજી પાંદડીઓ ભીનાશ અને વાતાવરણને મહેકાવી દે તેવી ખુશ્બુ એટલે ફૂલ.

image source

લગભગ કોઈ પણ માણસ એવો નહીં હોય જેને ફૂલ નાપસંદ હોય. કોઈપણ સારો પ્રસંગ હોય ભલે તે લગ્ન હોય, કોઈનું સન્માન કરવાનું હોય કે પુષ્પવર્ષા કરવાની હોય ફૂલનો કોઈ વિકલ્પ નથી. અને ફક્ત સારા પ્રસંગે જ ફૂલનો ઉપયોગ થતો હોય એવું પણ નથી. માણસ જ્યારે આ દુનિયા છોડીને જાય છે ત્યારે પણ ફૂલની હાજરી અચૂક હોય છે.

image source

આપણે આપણા ઘર આંગણામાં પણ નાના નાના ફૂલના છોડ વાવીએ છીએ જેથી ઘરનું વાતાવરણ પ્રફુલ્લિત રહે. નર્સરી અને બાગબગીચામાં અનેક પ્રકારના ફૂલો નિહાળીને તો જાણે સવાર સુધરી જાય.

મોટાભાગે ફૂલોનો આકાર એવડો હોય છે કે ફૂલને આપણે હાથમાં પકડી શકીએ. પણ શું તમે ચાર ફૂટ મોટા ફૂલ વિશે કલ્પના કરી શકો?

image source

નહીં ને, પરંતુ આવડું મોટું ફૂલ પણ આ વિશ્વમાં છે. અને તે છે ઇન્ડોનેશિયા દેશમાં.

તાજેતરમાં જ ઇન્ડોનેશિયામાં આવેલા સુમાત્રાના જંગલોમાં વિશ્વનું સૌથી મોટું ફૂલ જોવા મળ્યું છે. વૈજ્ઞાનિકોએ આ ફૂલ Rafflesia flower – રૈફ્લેશિયાનું ફૂલ હોવાની પૃષ્ટિ કરી છે.

image source

આ ફૂલની સાઈઝ અને વજન અંગે વાત કરીએ તો ફૂલનું વજન લગભગ 10 કિલો આસપાસ જ્યારે તેનો આકાર 4 વર્ગ ફૂટનો છે એટલે સાયકલના ટાયર કરતા કરતા પણ મોટું ફૂલ.

રૈફ્લેશિયા ફૂલ વિશે

image source

રૈફ્લેશિયા એ અલગ પ્રકારના જ ફૂલ છે જેને પરજીવી કહેવામાં આવે છે એટલે આ ફૂલ પોતાના વિકાસ માટે અન્ય સ્ત્રોતમાંથી પોષણ મેળવે છે. આ ફૂલની શરૂઆત મોટેભાગે રોગિષ્ટ વૃક્ષના મૂળમાં એક ગાંઠ જેવા આકાર સાથે થાય છે જેની રચના ચાર દિવસ બાદ બંધ આકારના કોબીજ જેવી થતી જાય છે.

અન્ય વૃક્ષ અને છોડમાંથી પોષણ મેળવી આ ફૂલ ઓકટોબરથી લઈને માર્ચ સુધી વિકાસ પામે છે. સંપૂર્ણ પણે વિકસિત થઈ જાય ત્યારે ફૂલનો આકાર એકાદ મીટર અને વજન આશરે 10 કિલો જેટલું હોય છે.

સુગંધ નહીં પણ ગંધ

આ ફૂલ અન્ય ફૂલોની જેમ વાતાવરણ સુગંધિત રાખવાને બદલે દુર્ગંધયુક્ત બનાવે છે. ફૂલમાંથી મરેલા મડદાની વાસ જેવી દુર્ગંધ આવ્યા કરે છે જેથી આ ફુલને સ્થાનિક લોકો ” લાશ ફૂલ ” નામથી પણ ઓળખે છે. એ સિવાય ફૂલને પાંદડીઓ કે ડાળખી નથી હોતી અને તેનો જીવનકાળ લગભગ 65 દિવસનો હોય છે જે અન્ય વૃક્ષો કે છોડવાઓ પર નિર્ભર હોય છે.

પહેલા પણ મળ્યું હતું આવું ફૂલ

image source

ઇન્ડોનેશિયાના સુમાત્રા જંગલોમાં જોવા મળેલ આ રૈફ્લેશિયા ફૂલ 4 વર્ગફૂટનો વ્યાસ ધરાવે છે જ્યારે આ પહેલા પણ વર્ષ 2017 માં 3 ફૂટનો વ્યાસ અને 12 કિલો વજન ધરાવતું રૈફ્લેશિયા ફૂલ મળી આવ્યું હતું.

રૈફ્લેશિયા નામ પાછળનું રહસ્ય

image source

આ ફૂલને રૈફ્લેશિયા નામ આપવા પાછળ પણ એક કારણ છે. આ પ્રજાતિનું સર્વપ્રથમ ફૂલ ઇન્ડોનેશિયાના વર્ષાવનમાં ડો. જોસેફ આર્નોલ્ડના એક સ્થાનિક ગાઈડે જોયું હતું.

image source

તે સમયે શોધકર્તા ટીમના લીડર સર થોમસ સ્ટેમફોર્ડ રેફ્લશ ના નામ પરથી ફૂલનું નામ રૈફ્લેશિયા રાખવામાં આવ્યું. અત્યાર સુધીમાં આ ફૂલની અલગ અલગ 26 પ્રજાતિઓ શોધવામાં આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !