કોરોના વેક્સીનને લઇને અમદાવાદીઓ માટે મોટા સમાચાર, હવે કોરોના વેક્સિનની ઓનલાઇન નોંધણી પણ કરાવી શકશો, જાણો આ માટે શું કરવુ પડશે

અમદાવાદીઓ હવે કોરોના વેક્સિનનું ઓનલાઈ રજિસ્ટ્રેશન પણ કરાવી શકશે – જાણો કેવી રીતે

કોરોના વાયરસની મહામારી આખાએ વિશ્વમાં હાહાકાર મચાવી રહી છે. થોડા દિવસો પહેલાં તેનો નવો સ્ટ્રેન પણ ડેવલપ થયો હોય તેવા સમાચાર પણ આવી ગયા અને તેના કારણે યુ.કે આવતી જતી ફ્લાઇટ્સને ઘણા બધા દેશો દ્વારા પ્રતિબંધિત કરવામાં આવી છે. કહેવાય છે કે આ સ્ટ્રેન ઝડપથી કોરોના વાયરસનો ફેલાવો કરે છે. પણ બીજી બાજુ કોરના વાયરસની રસી પણ શોધાઈ ગઈ છે અને યુ.કે તેમજ અમેરિકામાં તેને આપવાની પણ શરૂ કરી દેવામાં આવી છે. અને હવે થોડા જ દિવસોમાં ભારતમાં પણ વેક્સિન આવી જશે. જેના માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હાલ ભારત સરકાર તેમજ રાજ્ય સરકારો કરી રહી છે.

image source

અને કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારને કેટલાક આદેશો પણ આપવામાં આવ્યા છે અને રાજ્ય સરકારે પણ વિવિધ મ્યુનિસિપલ કોર્પોરેશનને વેક્સિન કાર્યક્રમને લઈને કેટલાક સૂચનો આપ્યા છે. અને મળેલી માહિતી પ્રમાણે મ્યુનિસિપલ કોર્પોરેશન અને જ્લિલા સર્વેની કામગીરી મહદઅંશે પૂરી કરી દેવામા આવી છે.

image source

સરકાર એવા સતત પ્રયાસમા છે કે કોરોના વાયરસની વેક્સિન દેશના તમામ લોકોને મળે. પણ અમદાવાદીઓ માટે ખાસ સમચાર આવી રહ્યા છે. મળેલી માહિતી પ્રાણે હવે અમદાવાદીઓ કોરોના વેક્સિન મેળવવા માટે ઓનલાઈન નોંધણી કરાવી શકે છે.

image source

આ જાહેરાત મ્યુનિસિપલ કોર્પોરેશનની સત્તાવાર વેબસાઇટ પર કરવામાં આવી છે. અહીં વેક્સિન સર્વે માટેનું ફોર્મ મુકવામા આવ્યું છે, જેમાં અમદાવાદના લોકો ઓનલાઈન ફોર્મ ભરીને કોર્પોરેશનને માહિતી આપી શકે છે. આ સિવાય જે લોકો કોર્પોરેશન દ્વારા સર્વે કરવા આવેલા કર્મચારીઓને માહિતી પૂરી નથી પાડી શક્યા તે લોકો જ ઓનલાઈ નોંધણી કરાવી શકે છે.

આ લિંક પર તમે નોંધણીનું ફોર્મ ફીલ કરી શકો છો.

image source

આ પ્રક્રિયા પૂરી કરવા માટે તમારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનન સત્તાવાર વેબસાઇટ https://ahmedabadcity.gov.in/portal/index.jsp પર જશો એટલે તમને સર્વે ફોર્મ માટેની લિંક આપવામા આવશે, અહીં આ લિંક પર ક્લિક કરીને તમારે ઓનલાઈન કોવિડ 19 વેક્સિન રજિસ્ટ્રેશન માટેનું ફોર્મ ખુલશે જેમાં તમારે NEXT પર ટેપ કે ક્લિક કરવાનુ રહેશે. તેમ કર્યા બાદ કોવિડ 19 વેક્સિન બાબતે કોર્પોરેશનના હેલ્થ વિગાગ દ્વરા તમને માહિતી આપવામાં આવી છે કે નહીં તે પૂછવામા આવશે અહીં તમારે યેસ પર ક્લિક કરવાનું રહે છે ત્યાર બાદ માહિતી સબમિટ થઈ જશે.

image source

જો તમે નો પર ટેપ કે ક્લિક કરશો તો ત્યાર બાદ તમને તમારું નામ, પોસ્ટલ કોડ, સરનામું, તમારી ઉંમર, જાતિ, તમારું આઇડી પ્રૂફ, આઈડી પ્રૂફનો નંબર, જન્મ તારીખ, તમારો મોબાઈલ નંબર તેમજ તમને કઈ કઈ બિમારીઓ છે તે વિષે પૂછવામાં આવશે તમારે એક એક કરતાં બધી જ માહિતી તે ફોર્મમા ભરવાની રહેશે, ત્યાર બાદ તમારે તે ફોર્મ સબમિટ કરી દેવું. આમ કરવાથી તમારી વેક્સિન ફોર્મમાંની નોંધણી પૂરી થઈ જશે.

50 વર્ષથી વધારે ઉંમરના લોકોનો પણ યાદીમા સમાવેશ

image source

તમને જણાવી દઈએ કે અમદાવાદ જિલ્લા તેમજ કોર્પોરેશન વિસ્તારમાં 10મી ડિસેમ્બરથી 18મી ડિસેમ્બર દરમિયાન આ સર્વે કામગીરી કરવામા આવી હતી. આ સર્વે મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારના 48 વોર્ડમાંના દરેક મતદાન મથકની મતદાર યાદી પ્રમાણે કરવામા આવ્યો છે. અને આ સર્વેમાં 50 વર્ષથી વધારે ઉંમર ધરાવતા નાગરિકોની યાદી પણ તૈયાર કરવામાં આવી છે. આ યાદીમાં 50 વર્ષથી વધારે ઉંમરના 2.59 લાખ નાગરિકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 50 વર્ષથી નીચેના કો-મોર્બિડ લોકોની પણ યાદી કોર્પોરેશન દ્વારા તૈયાર કરવમા આવી છે.

image source

હવે જ્યારે વેક્સિન દેશમાં આવી જશે તેના માટે વેક્સિનને રાખવા માટેની વ્યવસ્થા પણ કોર્પોરેશન દ્વારા કરવામા આવી છે, તેના માટે ખાસ કોલ્ડસ્ટોરેજની જરૂર પડશે તેના માટેનું પણ ઓડિટ કરવામા આવ્યું છે. અને હાલ આવા કોલ્ડસ્ટોરેજની કેપેસિટિ વધારવાનું કામ પણ ચાલી રહ્યું છે. ત્યાર બાદ લોકોને વેક્સિન આપવા માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ