હવે આટલી મામુલી રકમ ખર્ચીને તમે અમદાવાદથી જઈ શકો છો કેવડિયા, ટ્રેનમાં મળશે આવી જોરદાર લક્ઝરી સુવિધા

પીએમ મોદીએ ગુજરાતને વધુ એક ભેટ આપી છે. કેવડિયાને દેશના 6 રાજ્ય સાથે ટ્રેનથી ડાયરેક્ટ જોડી દીધુ છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીને દેશના 6 રાજ્યો સાથે જોડતી 8 ટ્રેનોને પીએમ મોદીએ આજે લીલી ઝંડી આપી હતી. આ 8 ટ્રેનો શરૂ થવાની દેશના વિવિધ રાજ્યમાંથી આવતા પ્રવાસીઓ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે પહોંચવામાં સરળતા રહેશે. આ ઉપરાંત પીએમ મોદીને ભારતના પહેલા ગ્રીન બિલ્ડીંગ રેલવે સ્ટેશનનું પણ વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું હતું. આ અવસરે ગુજરાતના સીએમ વિજય રૂપાણી કેવડિયા ખાતે હાજર રહ્યા હતા તો બીજી તરફ દિલ્હીથી રેલ્વે મંત્રી પીયુશ ગોયલ પણ વીડિયો કોન્ફેન્સ દ્વારા જોડાયા હતા.

જનરલ કોચમાં 120 રૂપિયા ભાડું

image soucre

નોંધનિય છે કે આ પહેલા અમદાવાદથી કેવડિયા પહોંચવા સી પ્લેનની સેવા શરૂ કરવામાં આવી હતી. જો કે સી પ્લેન અને બસનું ભાડું મોંઘું લાગે તો તમે ટ્રેનમાં પણ મુસાફરી કરી શકો છો અને એ પણ માત્ર 120 રૂપિયામાં. તમને જાણીને નવાઈ લાગશે પરંતુ આજે આ સેવા શરૂ કરવામાં આવી છે.

image source

જેમા ત્રણ પ્રકારના કોચ હશે. તમને જણાવી દઈએ કે જનશાતાબ્દી એક્સપ્રેસ ટ્રેનમાં 3 પ્રકારના કોચ છે. જેમાં ચેર કાર, વિસ્ટા ડોમ કોચ અને જનરલ કોચ રાખવામાં આવ્યા છે. જેમાં વિવિધ કોચનું ભાડું સુવિધા અનુસાર રાખવામાં આવ્યું છે. ચેર કારમાં 395 રૂપિયા ભાડુ હશે. તો વિસ્ટા ડોમ કોચમાં 885 રૂપિયા ભાડુ રાખવામાં આવ્યું છે અને જનરલ કોચમાં 120 રૂપિયા ભાડું રાખવામાં આવ્યું છે.

18 જાન્યુઆરીથી શરૂ થશે ટ્રેન

image source

જેમા તમને ચેરકાર અને વિસ્ટા ડોમનું ભાડું મોંઘું લાગે તો તમે જનરલ કોચમાં મુસાફરી કરી શકો છો. જનરલ કોચ પણ વિવિધ સુવિધાઓથી સજ્જ છે. તમને જણાવી દઈએ કે અમદાવાદ-કેવડિયા જનશાતાબ્દી ટ્રેન અમદાવાદથી રોજ પ્રસ્થાન કરશે. 18 જાન્યુઆરીથી મુસાફરો માટે ટ્રેન શરૂ થશે. જેનું બુકીંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. તો જે લોકો બસમાં કે સી પ્લેનમાં મુસાફરી કરવા ન માંગતા હોય છે ટ્રેનની મુસાફરી કરી શકે છે. તમને જણાવી દઈએ કે વિસ્ટા ડોમ કોચ વિશેષ છે તેમા લક્ઝરી સુવિધાઓ મળશે. જેમાં આરામદાયક 44 સીટ હશે. વિસ્ટાડોમ કોચમાં સાઈડમાં, ઉપરની તરફ તેમજ પાછળના ભાગે લાંબા ટ્રાન્સપરન્ટ ગ્લાસ લગાવવામાં આવ્યા છે જેથી ફોટોગ્રાફીના શોખીનો તેમનો શોખ પુરો કરી શકે અને ટ્રેનમાં બેઠા બેઠા જ આજુ બાજુના નયનરમ્ય દ્રશ્યોનો નજારો માણી શકે.

લક્ઝરી સુવિધાથી સજ્જ છે ટ્રેન

image soucre

બીજી વાત કરીએ તો આ કોચ ગ્રાફિક્સ- વિસ્ટા ડોમ ટુરિસ્ટ કોચ છે. જેમાં એલઈડી ડિસપ્લે બોર્ડ, વાઈ ફાઈ સુવિધાથી સજ્જ હશે. આ ઉપરાંત અલગથી લગેજ કમ્પાર્ટમેન્ટ અને મીની પેન્ટ્રીની ફેસિલિટી ઉપલબ્ધ હશે.

image source

સાથે જ આ કોચ સીસી ટીવી, ફાયર ડિટેક્શન એન્ડ એલાર્મ સિસ્ટમ જેવી વિશેષ સુવિધાઓ આપવામાં આવશે. તો બીજી તરફ ફોલ્ડેબલ સ્નેક ટેબલ,ગ્લાસ રૂફ ટોપ, સીટ નંબર બ્રેઈલ લીપી, ઓર્બેઝેશન લોન્જ, પેસેન્જર ઈન્ફોર્મેશન સિસ્ટમ, લાર્જ સાઈઝ વિન્ડોઝ, 180 ડીગ્રી રોટેબલ સીટ અને ઑટોમેટીક સ્લાઈડીંગ ડોર જેવી તમામ સુવિધાઓથી સજ્જ આ કોચ મુસાફરોને મુસાફરીનો અલગ અનુભવ કરાવશે. આ નવી ટ્રેન શરૂ થતા સ્ટેચ્યુ ઓફ યુનીટીની આસ પાસ રહેતા અનેક આદિવાસી લોકોને રોજગારી મળી રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ