જાપાન દેશમાં કેન્સરનો એક આશ્ચર્યજનક બનાવ સામે આવ્યો છે. માતાની ડીલીવરી કરતા સમયે સર્વાઈકલ કેન્સરથી પીડિત માતાના ગર્ભાશયમાં શ્વાસ લેતા સમયે કેન્સર સેલ્સ જોડિયા બાળકોમાં પહોચી ગયા હતા. બાળકોના જન્મ થયાના થોડાક વર્ષો બાદ બંને બાળકોને ફેફસાનું કેન્સર થયું.
દુનિયામાં અત્યાર સુધીમાં આવા પ્રકારના ફક્ત ૨૦ કેસ નોંધવામાં આવ્યા છે. વૈજ્ઞાનિકો દ્વારા જણાવવામાં આવ્યા મુજબ, ગર્ભાવસ્થા દરમિયાન દર એક હજાર મહિલાઓ માંથી ફક્ત એક મહિલા સર્વાઈકલ કેન્સરથી પીડિત જોવા મળે છે.

બાળક સુધી આ કેન્સર એવી રીતે પહોચ્યું છે કે, માતાની ડીલીવરી થતા સમયે બાળક ગર્ભાશયના મુખ (સર્વિક્સ) માંથી પસાર થવાનું હોય છે. આ સમય દરમિયાન જ કેન્સર સેલ્સ બાળકના શરીરમાં પહોચી ગયા. ડોક્ટર્સનું એવું માનવું છે કે. કેન્સર સેલ્સ ગર્ભાશયમાં બાળકની આસપાસ જોવા મળતા એમ્નિયોટિક ફ્લુઈડ સુધી પહોચી જાય છે. માતાની ડીલીવરી દરમિયાન, જયારે બાળક રડે છે અને શ્વાસ લે છે તે સમયે આ કેન્સર સેલ્સ નવજાત બાળકના ફેફસા સુધી પહોચી ગયા હતા.
૨૩ મહિના બાદ બાળકના શરીરમાં કેન્સર થયું.

રીપોર્ટમાં જણાવ્યા મુજબ બાળકના જન્મ થઈ ગયાના ૨૩ મહિના બાદ પ્રથમ બાળકમાં ફેફસાના કેન્સરની પુષ્ટિ કરવામાં આવી હતી. આ બાળકને સતત ખાંસી આવી રહી હતી. આ બાળકના ફેફસાના કેન્સરની સારવાર અંદાજીત એક વર્ષ સુધી ચાલી હતી. આ સારવાર દરમિયાન બાળકની સર્જરી પણ કરવામાં આવી અને કીમોથેરપી- ઈમ્યુનોથેરપીના કેટલાક રાઉન્ડ બાદ બાળક કેન્સર મુક્ત થઈ ગયું હતું. જયારે બીજા બાળકને ૬ વર્ષની ઉમરમાં છાતીમાં દુઃખાવો થવાની શરુઆત થઈ. ત્યાર બાદ જયારે તપાસ કરવામાં આવે છે ત્યારે તે બાળકમાં ફેફસાના કેન્સર થયાની પુષ્ટિ કરવામાં આવી.
ડીલીવરી થયાના બે વર્ષ બાદ માતાનું મૃત્યુ થઈ જાય છે.

બે બાળકોને જન્મ આપ્યા બાદ બે વર્ષ પછી માતાનું મૃત્યુ થઈ જાય છે. માતાનું મૃત્યુ થતા પહેલા ડોક્ટર્સ દ્વારા માતાના ટ્યુમરના સેમ્પલ લેવામાં આવ્યા હતા. ત્યાર બાદ બાળકોના ટ્યુમરના સેમ્પલ લીધા બાદ જીનોમ સીક્વિન્સિંગ કરવામાં આવ્યું, તેમાં જાણવા મળ્યું કે, બંનેમાં હ્યુમન પેપિલોમા વાયરસ જોવા મળ્યો હતો આ વાયરસ સર્વાઈકલ કેન્સર થવા માટે સૌથી મોટું કારણ છે.
સર્વાઈકલ કેન્સર એટલે શું?

મુંબઈ શહેરની જસલોક હોસ્પિટલના મેડીકલ ઓન્કોલોજીના કન્સલ્ટન્ટ ડૉ. અંજના સેનાનીનું કહેવું છે કે, ‘હ્યુમન પેપિલોમા વાયરસ સર્વાઈકલ કેન્સર થવાનું કારણ છે. એક કરતા વધારે પાર્ટનર સાથે સંબંધ રાખવાથી આ વાયરસથી ચેપ લાગવાનો ખતરો રહેલો છે. સેક્સ દરમિયાન જો મહિલાને યોનિ માંથી કોઈ રક્તસ્ત્રાવ, વધારે લિક્વિડ ડિસ્ચાર્જ, ગંધ અને દુઃખાવો થાય છે તો આપે સાવધાન થઈ જવું જોઈએ.
દર વર્ષે સર્વાઈકલ કેન્સરના ૫.૭૦ લાખ કેસ સામે આવે છે.

ન્યુ ઈંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસીન જર્નલમાં પ્રકાશિત કરવામાં આવેલ રીસર્ચ રીપોર્ટમાં એવું જણાવવામાં આવ્યું છે કે, આખી દુનિયામાં દર ચોથી મહિલા સર્વાઈકલ કેન્સરથી પીડાઈ રહી છે. દર વર્ષે સર્વાઈકલ કેન્સરના ૫,૭૦,૦૦૦ કેસ સામે આવે છે. જયારે દુનિયામાં દર વર્ષે સર્વાઈકલ કેન્સરના લીધે ૩,૧૧,૦૦૦ મહિલાઓના મૃત્યુ થઈ જાય છે. સર્વાઈકલ કેન્સર થવાના વધારે પ્રમાણમાં કિસ્સા ૩૫ વર્ષની ઉંમરની અને ૪૪ વર્ષની ઉમરની મહિલાઓમાં જોવા મળે છે.
સર્વાઈકલ કેન્સરથી કેવી રીતે બચી શકાય?

કેન્સર રોગના નિષ્ણાત વિનીત દત્તાના જણાવ્યા મુજબ, જો મહિલામાં સર્વાઈકલ કેન્સર મળી આવે છે તો તેને અટકાવી શકાય છે. સર્વાઈકલ કેન્સર સંબંધિત લક્ષણોની તપાસ કરવા માટે પેપ સ્મિયર, સર્વાઈકલ બાયોપ્સી, પેટનો અલ્ટ્રાસાઉન્ડ કરાવીને તેની તપાસ કરી શકાય છે. દુનિયામાં સર્વાઈકલ કેન્સરએ મહિલાઓના મૃત્યુ થવાનું ચોથું સૌથી મોટું કારણ છે. બ્રેસ્ટ કેન્સર પહેલા સ્થાને છે. ઇન્ડીયન રીસર્ચ કન્સોર્ટીયમના CEO રવિ મલ્હોત્રાના જણાવ્યા મુજબ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના જણાવ્યા મુજબ દુનિયામાં દર એક મીનીટે એક મહિલાને ગર્ભાશયનું કેન્સર થાય છે. સમયસર તપાસ નહી થવાના લીધે અને યોગ્ય સારવારના અભાવે ગર્ભાશયના કેન્સર થવાના કેસ વધી રહ્યા છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત