આ લોકોએ ફુદીનાની ચા પીતા પહેલા વિચારી લેવું જોઇએ 100 વાર, કારણકે…

મિત્રો, આપણા દેશના લોકો ચા પીવાના ખુબ જ શોખીન છે અને અહી મહેમાનોનુ સ્વાગત કરવાનુ હોય કે આખા દિવસનો થાક ઉતારવાનો હોય આ બંને જ અવસ્થાઓમા ચા નુ સેવન એ શ્રેષ્ઠ વિકલ્પ માનવામા આવે છે. પ્રવર્તમાન સમયમા લોકો દૂધની ચા ને બદલે ગ્રીન ટી અથવા તો તુલસીની ચા અથવા તો ફુદીનાની ચા પીવાનુ વધારે પડતુ પસંદ કરે છે.

image source

પરંતુ શું તમે જાણો છો કે, ફુદીનાની ચા પીવાથી ફક્ત આપણા સ્વાસ્થ્યને લાભ જ થતો નથી પણ તેનુ વધારે પડતું સેવન આપણા શરીરને નિર્બળ બનાવે છે અને આપણા સ્વાસ્થને નુકશાન પણ પહોંચાડે છે. તેનુ અતિરેક સેવન આપણા સ્વાસ્થ્યને ગંભીર બીમારીઓનો શિકાર પણ બનાવી શકે છે, તો ચાલો જાણીએ ફુદીનાની ચાનુ વધારે પડતુ સેવન આપણા સ્વાસ્થ્યને શું-શું હાની પહોંચાડી શકે છે.

image source

વધુ પડતી ફૂદીનાવાળી ચા એ વ્યક્તિના સ્વાસ્થ્યને અનેકવિધ રીતે હાની પહોંચાડી શકે છે જેમકે, આ ફૂદીનાવાળી ચા મા પુષ્કળ માત્રામા મેન્થોલ જોવા મળે છે અને ઘણા લોકો એવા હોય છે કે, જેમને મેન્થોલથી એલર્જી પણ હોય અને તે એલર્જી આ ચા ના સેવન કરવાના કારણે વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે અને તમારા સ્વાસ્થ્યને હાની પહોંચાડી શકે છે .

image soucre

આ ઉપરાંત જ્યારે તમે આ ચા નુ સેવન કરો છો ત્યારે વ્યક્તિને છાતીમા બળતરાની સમસ્યા પણ થઈ શકે છે કારણકે, ફુદીનો એ ગરમ પ્રકૃતિ ધરાવે છે અને જ્યારે તમે ફુદીનાની ચા બનાવીને તેનુ સેવન કરો છો ત્યારે તેની આ ગરમ પ્રકૃતિ તમારા શરીરમા બળતરા પણ ઉત્પન્ન કરી શકે છે અને તેના કારણે તમે અન્ય સમસ્યાઓ જેમકે, ગેસ, એસીડીટી, અપચો અને કબજીયાતની સમસ્યાથી પીડાઈ શકો છો.

image source

જે સ્ત્રીઓએ ગર્ભ ધારણ કર્યો હોય તેમના માટે પણ વધુ માત્રામા આ ફૂદીનાવાળી ચાનુ સેવન નુકશાનકારક સાબિત થઇ શકે છે. ફુદીનામાં સમાવિષ્ટ અમુક તત્વો તે સ્ત્રી અને તેના બાળક બંને માટે હાનીકારક સાબિત થઇ શકે છે, માટે ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓએ સહાય બને તેટલુ આ ફુદીનાવાળી ચા નુ સેવન ઓછુ કરવુ જોઈએ.

image source

વધારે પડતી ફૂદીનાવાળી ચા એ ગર્ભાશયની વિકૃતિનુ કારણ પણ બની શકે છે. આ ઉપરાંત આ ફૂદીનાવાળી ચાનુ સેવન તમને ગર્ભપાતની સમસ્યા તરફ પણ દોરી શકે છે. જો તમે કોઈ ચોક્કસ પ્રકારની દવાઓનો ઉપયોગ કરી રહ્યા છો, તો ફુદીનાવાળી ચાનુ સેવન કરતા પહેલા તમારા ડૉક્ટરની સલાહ લો. જો તમે કોઈ દવાની સાથે વધારે પડતી ફુદીનાવાળી ચા નુ સેવન કરો છો તો તમે તે દવાના રીએક્શનના શિકાર બની શકો છો. માટે જો તમે તમાર શરીરને નીરોગી અને સ્વસ્થ રાખવા ઈચ્છો છો તો હમેંશા ફૂદીનાવાળી ચાનુ સેવન નિયંત્રિત માત્રામા કરવુ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત