કોરોના હવે ખમી જા બાપ, વાપીમાં નર્સે પીઠીના દિવસે જ અંતિમ શ્વાસ લીધા, કન્યાદાનનાં ઓરતાં રહ્યાં અધૂરાં

હાલમાં કોરોનાએ ભારે માતમ મચાવીને રાખ્યો છે અને લોકોમાં પણ એક ફફડાટનો માહોલ છે. ત્યારે એક પછી એક કરુણ કિસ્સા સામે આવી રહ્યા છે અને લોકો રડી પડે એવા સીન જોવા મળી રહ્યા છે. કોરોના મહામારીમાં અનેક કોરોના વોરિયર્સ પણ સેવા બજાવીને મોતને ભેટી ચુક્યા છે. ત્યારે હાલમાં એક કિસ્સો સામે આવ્યો છે જે જાણીને તમારાં રૂવાડા ઉભા થઈ જશે. કારણ કે વાપીની હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવી ચૂકેલી અને મોટાપોંઢામાં રહેતી યુવતીના 23 એપ્રિલે લગ્નની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઇ હતી, પરંતુ કોરોનાએ આ પ્રસંગની ખુશીને માતમમાં ફેરવી દીધી.

image source

જો વિગતે વાત કરીએ તો થોડા દિવસો પહેલા નર્સ યુવતીને તાવ આવતા સેલવાસની ખાનગી હોસ્પિટલમાં ખસેડાય હતી. જ્યાં વધુ તબિયત લથડતાં વેન્ટિલેટર સારવાર ચાલુ હતી. બુધવારે પીઠીના દિવસે જ યુવતી કારોના સામે હારી ગઇ હતી અને પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. ત્યારે હવે આ ઘટના વાયરલ થઈ રહી છે અને લોકો પણ ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. આ વાત છે કપરાડાના મોટાપોંઢામાં ઓમકચ્છમાં રહેતી મનીષાબેન ડી. પટેલની કે જે નર્સિંગનો કોર્સ કરી વાપીની ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે સેવા પણ આપી ચૂકી છે.

image source

સેલવાસના તબીબ લક્ષ્મણભાઇ પટેલ આ વિશે વાત કરતાં કહે છે કે મોટાપોંઢાની યુવતી બે દિવસ પહેલા બહુ જ ક્રિટકલ હાલતમાં આવતાં નિમોનિયા- કોરોનાં લક્ષણો જણાતાં સારવાર શરૂ કરાઇ હતી. જેને ઓક્સિજન બાદ તરત જ વેન્ટિલેટર પર મૂકવામાં આવી હતી. વાપી-હોસ્પિટલો હાઉસફુલ હોવાથી જગ્યા મળી ન હતી. ટૂંકી સારવારમાં તેમનું મોત થયુ હતું.

image soucre

જો હાલની પરિસ્થિતિની વાત કરીએ તો હાલમાં એ કોઇ જ હોસ્પિટલમાં ફરજ બજાવતી ન હતી. ઘરે જ રહેતી હતી. તેમના 23 એપ્રિલે શુક્રવારે તેમના લગ્ન નક્કી કરાતા પરિવાર દ્વારા લગ્નની ખરીદી અને અન્ય કામગીરીમાં પરિવાર વ્યસ્ત હતો. પરંતુ કોરોનાએ આ પરિવારની ખુશીને છીનવી લીધી હતી. કઈ રીતે માહોલ હતો એના વિશે વાત કરવામાં આવે તો લગ્નની તારીખ પૂર્વે મનીષાને તાવ આવતાં સેલવાસની ચેત્નય હોસ્પિટલમા સારવાર અર્થે દાખલ કરાઇ હતી, ત્યાં તબિયત લથડતાં તેમને તરત વેન્ટિલેટર પર મૂકવામાં આવી હતી..

image source

જો કે બે દિવસની ટૂંકી સારવારમાં પીઠીના દિવસે જ મોત થયુ હતું. લગ્નની તૈયારીનો સમગ્ર પ્રસંગને કોરોનાએ માતમમાં ફેરવા નાખ્યો હતો અને પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. ઘરે લગ્નનો મંડપ પણ નાખી દેવામાં આવ્યો હતો, પરંતુ કોરોનાની થપાટે સમગ્ર પરિવારની ખુશી છીનવી લીધી હતી. મોટાપોંઢાની મૃતક યુવતીએ નર્સિંગનો કોર્સ કર્યો હતો. જેઓ વાપીની ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવી ચૂકી છે. કોરાનાકાળ વચ્ચે લગ્નની ખરીદી માટે પરિવાર થોડા દિવસો અગાઉ વાપી આવ્યો હતો, પરંતુ આ તમામ ઉત્સાહ અને આનંદ કોરોનાએ છીનવી લીધો હતો. ત્યારે હવે આ કરૂણ ઘટના ભારે વાયરલ થઈ રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!