અમદાવાદીઓ સાથે સુશાંતનુ હતુ ખાસ કનેક્શન, સુશાંત વિશે અમદાવાદીઓએ શેર કરેલા પોતાના અનુભવ વાંચીને રડી પડશો તમે પણ

અમદાવાદની આ પોળ અને ગુજરાતના કેટલાક રહેવાસીઓ સુશાંત સાથે વિતાવેલી ક્ષણો વાગોળી રહ્યા છે – બધા પર સુશાંતે એક અમિટ છાપ છોડી છે

અમદવાદનું સુશાંત સિંહના જીવનમાં ચોક્કસ એક ખાસ સ્થાન રહ્યું હશે. અને કેમ ન હોય તેની પ્રથમ બોલીવૂડ ફિલ્મનું શુટિંગ તેણે અમદાવાદમાં જ કર્યુ હતું. અમદાવાદની પોળોમાં 2012માં તેણે પોળમાં ક્રિકેટ રમી હતી તેમજ ભાખરી અને ઢેબરા પણ ખાધા હતા. આજે તેના મૃત્યુથી આઘાત પામેલા આ પોળના રેહવાસીઓ, તેમજ તેની સાથે કામ કરી ચૂકેલા અહીંના લોકો તેના પ્રેમાળ, તેમજ માનવતા ભર્યા નમ્ર સ્વભાવ અને પ્રતિભાને યાદ કરી રહ્યા છે.

image source

જ્યારે ‘કાઈ પો છે’નું શુટિંગ અમદાવાદમાં થયું હતું

સુશાંતની પ્રથમ ફિલ્મ કે જેને અભિશેક કપૂર દ્વારા દીગ્દર્શિત કરવામાં આવી હતી તેવી કાઈ પો છેને ઘણી વખાણવામાં આવી હતી. આ ફિલ્મ ચેતન ભગતની ધ થ્રી મિસ્ટેક્સ ઓફ માય લાઈફ પરથી બનાવવામાં આવી હતી. આ ફિલ્મની વાર્તા અમદાવાદ પૃષ્ઠભૂમિ પર આધારિત હતી, માટે તેનો મોટો ભાગ અમદાવાદ તેમજ રાજ્યના વિવિધ વિસ્તારોમાં શૂટ કરવામા આવ્યો હતો. આ ફિલ્મમાં સુશાંતે ઇશાનનું પાત્ર જવ્યું હતું જ્યારે અમિત સાધ અને રાજકુમા રાઓએ તેના મિત્રોના પાત્ર ભજવ્યા હતા. અમદાવાદમાં શૂટિંગ કરવું તેમના માટે સરળ નહોતુ રહ્યું કારણ કે તે દરમિયાન ખૂબ ગરમી હતી અને સુશાંત અને અમિત તો એકાદવાર બેભાન પણ થઈ ગયા હતા.

image source

રાજકોટના 74 વર્ષિય મહિલા સંઘવીનો સુશાંત સાથેનો અનુભવ

74 વર્ષિય સંઘવી પોતાની સુતશાંત સિંઘ સાથે વિતાવેલી ક્ષણોને યાદ કરતા જણાવે છે. આ એક્ટર પોતાની સહઅભિનેત્રી ક્રીતી સેનન સાથે પોતાની ફિલ્મ રાબતાને પ્રમોટ કરવા રાજકોટના મોલમાં આવ્યો હતો. જોગાનુંજોગ સંઘવી પણ તે મોલમાં હાજર હતા અને તેનો સામનો ચાલતા ચાલતા જ સુશાંત સાથે થઈ ગયો. તેમણે સુશાંતનો સંપર્ક કર્યો કારણ કે તેણી સુશાંતની ફેન હતી, તેણીને જરા પણ અપેક્ષા નહોતી કે સુશાંત આટલી નમ્ર રીતે તેણી સાથે વર્તશે. પણ તેના આશ્ચર્ય વચ્ચે સુશાંતે તેને એક હુંફાળી શુભેચ્છા પાઠવી જાણે તેને પહેલેથી જે ન ઓળખતો હોય.

image source

‘તે એક ખૂબ જ લાગણીશીલ વ્યક્તિ હતો. મને નથી ખબર તે દિવસે શું થયું હતું પણ તેણે જાણે પોતાનું હૃદય મારી સમક્ષ ખોલી દીધું હતું. તેણે મને કહ્યું હતું કે હું તેની માતાની યાદ તેને અપાવું છે. તે માત્ર 16 વર્ષનો હતો ત્યારે તેણી મૃત્યુ પામી હતી. તે તેણી વિષે સતત મારી સાથે વાતો કરતો રહ્યો અને મારું ગળુ ભરાઈ આવ્યું. હું નહોતી ઇચ્છતી કે તે અટકે કારણ કે મને લાગ્યું કે તેણે તેની જાતને વ્યક્ત કરવી જોઈએ. એવું લાગી રહ્યું હતું કે તે તેણીને ખૂબ યાદ કરી રહ્યો હતો. તેણે મને ગુડબાઈ કહેતા પહેલાં મારી સાથે એક તસ્વીર પણ લીધી અને ત્યાર બાદ પોતાની ઇવેન્ટ માટે આગળ વધ્યો.’

image source

જગદીપ મેહતાનો સુશાંત સાથે પતંગ ચગાવવાનો અનુભવ

કાઈ પો છેની ટીમ કાઈટ ફ્લાઇંગના શૂટિંગ માટે ત્રણ-ચાર દિવસ રોકાઈ હતી. અમે સુશાંતને નહોતા ઓળખી શક્યા કારણ કે 2012માં તે એટલો બધો લોકપ્રિય નહોતો. મને અત્યારે પણ યાદ છે કે તે કેવો અમારા કુટુંબ સાથે હળી મળી ગયો હતો. જ્યારે અમે જમવા બેસતા ત્યારે તેને ગુજરાતી ભોજન માટે તેમજ તેને બનાવવાની રીત વિષે જાણવાનું કુતુહલ થતું. તેણે કેટલીક ડીશ પણ ટ્રાઈ કરી હતી અન તેને અમારા ભાખરી અને ઢેબરા પણ ભાવ્યા હતા. હું પોતે એક મ્યુઝિક તેમજ ડ્રામેટિક બેકગ્રાઉન્ડ ધરાવતો હોવાથી 2016-17માં મારે પૃથ્વી થિયેટર જવાનું થતું અને ત્યાં હું ફરી એકવાર સુશાંતને મળ્યો. હું તેને મળવા ગયો તેણે તરત જ મને આટલા વર્ષો બાદ પણ ઓળખી લીધો !

image source

ધવલ પંડ્યા : અત્યંત નમ્ર વ્યક્તિત્વ ધરાવતો હતો સુશાંત

ધવલ પંડ્યા કાયપો છેના ગુજરાત શેડ્યુલના પ્રોડ્યુસર લાઈનમાં હતા. કાયપો છેનું શુટિંગ મે-2012 દરમિયાન અમદાવાદ, વડનગર અને દીવમાં થયું હતું. તે વખતે તેઓ જૂના અમદાવાદના વિવિધ લોકેશન પર શૂટ કરી રહ્યા હતા. સુશાંત કામા હોટેલમાં રહ્યો હતો અને ત્યાર બાદ કોર્ટયાર્ડ મેરિયટમાં રહ્યો હતો. તેણે માણેક ચોકની મુલાકાત લીધી હતી અને ક્રૂ પાસે ગુજરાતી ભોજનની માંગ પણ કરી હતી.

image source

રીલીફ રોડ પરની એક શાળામાં શૂટીંગ કરતી વખતે લગભગ 400 જેટલા ફેન્સ મોટે ભાગ મહિલાઓ તેને મળવા ત્યાં ભેગી થઈ ગઈ. મને ગુજરાતીમાં વાતચીત કરવા માટે બોલાવવામાં આવ્યો તે મહિલાઓએ જણાવ્યું કે તે સુશાંતને એકવાર મળવા માગે છે. જ્યારે મેં સુશાંતને આ સંદેશ આપ્યો ત્યારે તે બહાર આવ્યો અને તેમની સાથે વાતો કરવા લાગ્યો. કેટલું નમ્ર વ્યક્તિત્ત્વ !

image source

મોરલી પટેલ

મોરલી પટેલે ફિલ્મ કાઈપો છેમાં રાજકુમાર રાઓના પાત્રની માતાનું પાત્ર ભજવ્યું હતું. વડનગરમાં ત્રણ-ચાર દિવસનું શૂટ હતું. અમે મહેસાણા નજીકની સેફ્રોની રિઝોર્ટમાં રોકાયા હતા અને બીજા દિવસે અમારે ત્યાંથી નીકળી જવાનુ હતું. અમે રાત્રીના 9.30 રીઝોર્ટમાં પહોંચ્યા. અમારું ડીનર તૈયાર હતું.

image source

મને હજુ યાદ છે બધા જમવા આવી ગયા હતા અને સુશાંત નજીકમાં વર્કાઉટ કરી રહ્યો હતો, દોરડા કૂદી રહ્યો હતો. તે પોતાના કામ પ્રત્યે ખૂબ જ ઉત્સાહિ હતો. તે જીવનથી ભરેલો હતો અને ખૂબ જ પરિશ્રમી અને સમર્પિત અભિનેતા હતા. મને તેના મૃત્યુના સમાચાર સાંભળીને ખૂબ જ દુઃખ થયું. મારો પહેલો વિચાર હતો, ‘આ અશક્ય છે, તે આવું ન કરી શકે.’

image source

સુચિ મેહતા – તે બધા જ વડિલોના પગે લાગતો

સુચિ મેહતાનું જોડાણ સુશાંત સાથે ફિલ્મ કાઇપો છેના કાઇટ ફ્લાઇંગ સિનના શૂટિંગ દરમિયાન થયું હતું. તેણી જણાવે છે, ‘મને યાદ છે જ્યારે પહેલીવાર ફિલ્મનું ક્રૂ અમને મળ્યું હતું, સુશાંત અમારા ઘરના દરેક વડિલના પગે લાગ્યો હતો. અમે પહેલાં તો તેને નહોતા ઓળખી શક્યા પણ પછી જ્યારે અમને હીટ ટીવી સિરિયલ વિષે જાણવા મળ્યું ત્યારે અમને વિચાર આવ્યો કે તે કેટલો બધો નમ્ર હતો.

image source

તેઓ મે મહિના દરમિયાન આવ્યા હતા, ગજબની ગરમી હતી તે સમયે, અને શૂટિંગ ધાબા પર થઈ રહ્યું હતું. સુશાંત માટે આ સમય અઘરો રહ્યો હતો. તે નીચે આવ્યો ત્યારે તેને તાવ આવી ગયો હતો. તે ઉલટી કરી રહ્યો હતો. અમે તેને નીચે લઈ આવ્યા અને તેને તેની કાર સુધી લઈ ગયા.તેણે અમારો ખૂબ આભાર વ્યક્ત કર્યો. જ્યારે આવી સારી વ્યક્તિ આટલી જલદી દુનિયામાંથી વિદાય લે છે ત્યારે અત્યંત દુઃખ થાય છે.’

Source: Ahmedabadmirror

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ