હવામાન વિભાગે કરી આગાહી, આગામી પાંચ દિવસમાં પડશે ભારે વરસાદ, જાણો લેટેસ્ટ માહિતી તમે પણ

હવામાન વિભાગ કરી છે આગાહી, આગામી પાંચ દિવસમાં થશે ધોધમાર વરસાદ, જાણો ક્યાં જિલ્લાઓમાં વરસશે ધોધમાર વરસાદ?

અતિશય ગરમીથી ત્રસ્ત લોકોએ વરસાદનું આગમન થતા થોડીક રાહત મેળવી છે. વાતાવરણમાં ગરમીનો પારો થોડો ગગડયો છે. વાતાવરણ થોડું ઠંડુ બન્યું છે.ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસુ બેસી ગયું છે.

image source

આ વર્ષે મેઘરાજા અન્ય વર્ષોની સરખામણીએ વહેલા આવી ગયા છે. હવામાન વિભાગ દ્વારા 40 વર્ષના ડેટા અભ્યાસ પછી પૂર્વાનુમાન લગાવ્યું હતું કે, ગુજરાત ચોમાસાનું સત્તાવાર 21 જૂનના આગમન થશે. પરંતુ જે રીતે સિસ્ટમ સક્રિય થઈ રહી છે, અને કેરળમાં ચોમાસુ શરૂ થયા બાદ ઝડપથી આગળ વધી રહ્યું હતું. જેના કારણે ગુજરાતમાં ચોમાસાનું આગમન વહેલું થયું છે.

image source

બંગાળની ખાડીમાં થંડરસ્ટોમ એક્ટિવિટી વધુ જોવા મળી છે જેના કારણે રાજ્યમાં પવન સાથે વરસાદ પણ થયો. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. લોકોને કાળઝાળ ગરમીમાં શાંતિ મળી છે. એમાંય આ વખતે વરસાદની શરૂઆત વાવાજોડા સાથે જ થઈ છે. અને એ સાથે જ હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. .નૈઋત્યના ચોમાસાએ ગુજરાતમાં આગેકૂચ જારી રાખી છે અને હવે તેણે દક્ષિણ ગુજરાત બાદ સૌરાષ્ટ્રમાં પ્રવેશ કર્યો છે. હવામાન વિભાગના મતે આગામી પાંચ દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે.

નૈઋત્યના ચોમાસાએ ગુજરાતમાં આગેકૂચ જારી રાખી

image source

હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘ગુજરાતમાં ચોમાસુ હવે વધુ સક્રિય બન્યું છે. નૈઋત્યના ચોમાસાએ દીવ અને ઉત્તર અરેબિયન સમુદ્રના કેટલાક ભાગમાં પ્રવેશ કર્યો છે. નોર્ધન લિમીટ ઓફ મોન્સૂન (એનએલએમ) હવે કંડલા, અમદાવાદ, ઇન્દોરથી પસાર થઇ રહ્યું છે. મંગળવારે ડાંગ-સુરત-તાપી-જૂનાગઢ-ગીર સોમનાથ, બુધવારે વલસાડ-દમણ-દાદરા નગર હવેલી-ગીર સોમનાથ-દીવ, ગુરુવારે નવલારી-વલસાડ-દમણ-દાદરા નગર હવેલી-ગીર સોમનાથ-દીવ, શુક્રવારે ભરૃચ-ડાંગ-સુરત-તાપી-જૂનાગઢ-ગીર સોમનાથ-દીવ, શનિવારે ભરૃચ-સુરત-અમરેલી-ગીર સોમનાથ-દીવમાં ભારે વરસાદ પડી શકે છે.

image source

શુક્રવારે અમદાવાદમાં ઝાપટા પડવાની શક્યતા

અમદાવાદમાં આગામી શુક્રવાર સુધી વાદળછાયું વાતાવરણ રહેશે અને છૂટાછવાયા ઝાપટાં પડશે. આગામી શનિવાર-રવિવાર દરમિયાન અમદાવાદમાં ભારે વરસાદ પડી શકે છે.

image source

ભારે વરસાદની આગાહીને કારણે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. 19 તારીખ બાદ વરસાદની તીવ્રતામાં વધારો તેવું પણ જણાવવામાં આવ્યું છે.

વરસાદની આતુરતાથી રાહ જોઈ રહેલા ખેડૂત ભાઈઓ આ વર્ષે વહેલા વરસાદને કારણે ખુશ જણાઈ રહ્યા છે.

image source

રાજ્યભરમાં મેઘરાજાની ઘમાકેદાર એન્ટ્રી થઈ છે. ત્યારે છેલ્લા કેટલાક સમયથી જેની આતુરતાપૂર્વક રાહ જોવાઇ રહી હતી તે મેઘરાજાનું ગુજરાતમાં ધમાકેદાર આગમન થઇ ગયું છે. ગુજરાતના 15 તાલુકામાં રવિવારે 1થી 4 ઈંચ સુધી વરસાદ ખાબક્યો હતો. હવામાન વિભાગે ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસાના આગમનની જાહેરાત કરી દીધી છે અને સાથે આગામી પાંચ દિવસ દરમિયાન કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરેલી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ