અમદાવાદની દુલ્હન બની લૂંટેરી, સાસરીમાં હાથ સફાઈ કરીને ફરાર, અને પતિએ સસરાને ફોન કરતા જે થયુ….

અમદાવાદની દુલ્હન બની લૂંટેરી – સાસરીમાં હાથ સફાઈ કરીને ફરાર

આપણે બાળકોને હંમેશા સલાહ આપતા હોઈએ છીએ અને આપણા વડીલો પણ અવારનવાર આપણને સલાહ આપતા હોય છે કે અજાણ્યા લોકો સાથે વ્યવહાર ન કરવો. તેમનો કોઈ ભરોસો નથી હોતો. પણ પૂર્ણ ભરોસા સાથે કોઈ વ્યક્તિ સાથે સંબંધ બાંધ્યો હોય અને તે જ વ્યક્તિ તમારી સાથે વિશ્વાસઘાત કરે ત્યારે આઘાત લાગે તે સ્વાભાવિક છે.

image source

ઘરમાં દીકરાની વહુનું સ્વાગત થાય ત્યારે તેની સાથે માત્ર દીકરાનું જ ભવિષ્ય નથી જોડાયેલુ હોતું પણ આખાએ કુટુંબનું ભવિષ્ય જોડાયેલું હોય છે. પણ જ્યારે તે જ દુલ્હન તમારા ઘરમાં લૂંટ મચાવીને જતી રહે ત્યારે રોવાનો વારો આવે છે. તાજેતરમાં અમદાવાદના નરોડા ખાતે જ આવી ઘટના ગટી ગઈ છે.

આ આખીએ ઘટનાની જ્યારે પતિએ તેના સાસરી પક્ષને ફોન કરીને જાણ કરી ત્યારે તેમણે નફ્ફટાઈ પૂર્વક જવાબ આપતા સામેથી કહેવામાં આવ્યું કે આ લગ્ન માત્ર પૈસા માટે જ કરવામાં આવ્યા હતા અને તેની પત્ની તેની પાસે ક્યારેય પાછી નહીં આવે. માત્ર તેટલું જ નહીં પણ યુવકને ધમકી પણ આપવામા આવી હતી કે જો તે બાબતે તે પોલીસમાં ફરિયાદ કરશે તો તેને જાનથી મારી નાખવામા આવશે.

image source

જોકે તે લોકોની ધમકીને ગણકાર્યા વગર યુવકે તરત જ પોતાની પત્ની તેમજ તેમના લગ્ન કરાવનારા વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તમને જણાવી દઈ કે યુવકના સસરાએ તેની પાસેથી 1.55 લાખ રૂપિયા પડાવ્યા હતા. રૂપિયા લેતી વખતે તેને પાંચ મહિનામાં પાછા આપી દેવાની વાત થઈ હતી.

પોલીસ જણાવી રહી છે કે હાલ યુવતિની શોધખોળ થઈ રહી છે. દુલ્હન મૂળે રાજસ્થાનની છે. દુલ્હનની શોધ તો ચાલી જ રહી છે પણ સાથે સાથે તેમના લગ્ન કરાવી આપનાર મળતિયાઓની શોધખોળ પણ ચાલી રહી છે.

image source

પોલીસમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે ફરિયાદ નોંધાવનાર યુવકનું નામ જયેશ રાઠોડ છે તેના એક સંબંધી મનુ રાઠોડે આ યુવક માટે થલતેજ ખાતે રહેતા મણિલાલને એક સારી કન્યા શોધવા જણાવ્યું હતું. અને તેણે કલાવતી ખારડી નામની યુવતિને જયેશ માટે શોધી હતી. યુવકને જોવા હેતુ યુવતિના પિતા સંજીત ખારડી અને મોહનલાલ ભગોરા નામના બે શખ્સ જયેશના ઘરે આવ્યા હતા.

ત્યાર બાદ જયેશને છોકરી ગમી ગઈ હતી, અને યુવતિને પણ તે પસંદ આવી ગયો હતો ત્યાર બાદ બન્નેના લગ્નની તીથી નક્કી કરવાંમાં આવી. લગ્ન પહેલા કલાવતિનું ઘર જોવા માટે જયેશ અને તેનો પરિવાર રાજસ્થાન ગયા હતા. ત્યાં યુવતિના પિતા સંજિત ખારડીએ જયેશને પોતાની નબળી આર્થિક સ્થિતિના રોદણા રડીને તેની પાસેથી 1.55 લાખ રૂપિયા પડાવી લીધા હતા. જેને તેણે પાંચ મહિના બાદ પાછા આપવાનો વાયદો કર્યો હતો. જયેશ તેમને મદદ કરવા માટે હામી ભરી દીધી અને ત્યાર બાદ કલાવતીના તેની સાથે લગ્ન કરાવી દેવામાં આવ્યા.

image source

પોલિસમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે કલાવતિ લગ્ન બાદ 1 મહિના સુધી સાસરે રહી હતી અને એક દિવસ અચાનક ઘરમાં કોઈને પણ કહ્યા વગર રાજસ્થાન ખાતે આવેલા પોતાના માતાપિતાના ઘરે જતી રહી. પણ ત્યાર બાદ તેણી પાછી નહોતી આવી જે વિષે પતિએ સસરાને ફોન કરી પૂછ્યું ત્યારે તેને પોતાના સસરા તરફથી નફ્ફટાઈપૂર્વકનો જવાબ મળ્યો કે વાસ્તવમાં આ લગ્ન તેની પાસેથી રૂપિયા પડાવવા માટે જ કરવામા આવ્યા હતા અને હવે તેણે ક્યારેય કલાવતીના પાછા આવવાની અપેક્ષા ન રાખવી. તેની સાથે સાથે જયેશને તે આ બાબતે પોલીસમાં જશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. ત્યાર બાદ તરત જ જયેશે ધમકીથી ડર્યા વગર નરોડા પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને હાલ તેની તપાસ ચાલી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ