દબંગના ડાયરેક્ટરનો આરોપ – સલમાન ખાન અને તેના પરિવારે આ બાબતે પહોંચાડ્યું મોટું નુકશાન…

બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતે 14 જૂને પોતાને ફાંસી લગાવી આત્મહત્યા કરી હતી. સુશાંતના મોતથી દરેક વ્યક્તિ ધ્રુજી ઉઠી છે અને સોશિયલ મીડિયા પર તેના માટે પોસ્ટ કરી છે. અગાઉ કંગના રનૌત બાદ હવે દબંગ ફિલ્મના નિર્દેશક અભિનવ કશ્યપે સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ લખી છે. જેમાં તેણે જણાવ્યું છે કે સલમાન ખાન અને તેના પરિવારે તેને બુલી કર્યો હતો. તેની ફિલ્મોને નુકસાન પહોંચાડ્યું.

image source

અભિનવે લખ્યું છે કે, ‘મારો અનુભવ કંઇ જુદો નથી. હું જાતે શોષણ અને ગુંડાગીરીનો શિકાર છું … દબંગ બનાવ્યાના દસ વર્ષ બાદ આ મારી વાત છે. દસ વર્ષ પહેલાં હું દબંગ પાર્ટ 2 માંથી એટલે ખસી ગયો હતો કારણ કે અરબાઝ ખાને સોહેલ ખાન સાથે જોડાણ કર્યું હતું અને તેનું આખું કુટુંબ મને બુલિંગ દ્વારા મારી કારકિર્દીને નિયંત્રિત કરવા ઈચ્છતું હતું. અરબાઝ ખાને મારા બીજા પ્રોજેક્ટમાં પણ કાવતરું રચ્યું, આ પ્રોજેક્ટ શ્રી અષ્ટવિનિયાક ફિલ્મ્સ સાથે હતો. રાજ મહેતા સાથે વ્યક્તિગત રીતે આ પ્રોજેક્ટ સાઈન કર્યો હતો. પરંતુ તેને મારી સાથે ફિલ્મ બનાવવા બદલ ભયંકર પરિણામો ભોગવવાની ધમકી આપવામાં આવી હતી.

image source

‘ શ્રી અષ્ટવિનાયક ફિલ્મસે મને સાઈનિંગ અમાઉન્ટ પરત કરવાની ફરજ પડી હતી અને હું વાયકોમ પિક્ચર્સમાં જતો રહ્યો. તેણે ફરીથી આવું જ કર્યું. આ વખતે નુકસાન પહોંચાડનાર સોહેલ ખાન હતા અને તેણે તત્કાલીન વાયાકોમના સીઈઓ વિક્રમ મલ્હોત્રાને ડરાવ્યા હતા અને મારા પ્રોજેક્ટ્સ ખતમ થઈ ગયા હતા અને મારે 90 લાખ વ્યાજ સાથે 7 કરોડની સાઇનિંગ રકમ પરત કરવાની ફરજ પડી. ત્યારે જ રિલાયન્સ એન્ટરટેઈનમેં મને બચાવ્યો અને બેશર્મ ફિલ્મ માટે કાયમી ભાગીદારી કરી.

image source

‘પણ … શ્રી સલમાન ખાન અને પરિવારે ફિલ્મની રિલીઝને નુકસાન પહોંચાડ્યું. રિલીઝ પહેલા મારી અને મારી ફિલ્મ બેશર્મ વિરુદ્ધ નકારાત્મક અભિયાન ચલાવવામાં આવ્યું હતું. જેનાથી મારી ફિલ્મ ખરીદવા માટે ડિસ્ટ્રીબ્યુટર ડરી ગયા. આ તો રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટ અને હું જાત આ ફિલ્મ રીલીઝ કરવામાં સક્ષમ હતા. પરંતુ મારી લડાઈ હજી શરૂ થઈ હતી. મારા દુશ્મનો ઘણા હતા તેઓ સતત ફિલ્મ સામે નકારાત્મક ટ્રોલિંગનું અભિયાન ચલાવતા રહ્યા જ્યાં સુધી મારી ફિલ્મ બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ નહીં. પરંતુ તેના ડરથી બેશર્મને થિયેટરોમાંથી દૂર કરવામાં આવે તે પહેલા જ તેણે 58 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી હતી.

image source

આગળ અભિનવે લખ્યું છે કે- ‘તેમણે ફિલ્મના સેટેલાઇટ રિલીઝને નુકસાન પહોંચાડ્યું હતું, જે પહેલાથી જ શ્રી જયંતિલાલ ગડાને વેંચી દેવામાં આવી હતી. શ્રી જયંતિલાલ ગડા તે સમયે ઝી ટેલિફિલ્મ્સના મુખ્ય એગ્રીગેટર હતા. રિલાયન્સની ગુડવીલ સાથે તેઓ ખૂબ ઓછી કિંમતે સેટેલાઇટ રિલીઝના અધિકારોના વેચાણ પર ફરીથી ચર્ચા કરી શક્યા.

image source

અભિનવે વધુમાં લખ્યું છે કે- ‘ ત્યારપછીના કેટલાક વર્ષોમાં મારા બધા પ્રોજેક્ટ્સને નુકસાન પહોંચ્યું અને મને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી અને મારા ઘરની મહિલા સભ્યોને બળાત્કારની ધમકી આપવામાં આવી છે. સતત દાદાગીરીથી મારા માનસિક સ્વાસ્થ્ય અને મારા પરિવારને ઘણું નુકસાન થયું. અને આખરે 2017માં આ મામલો છૂટાછેડા સુધી પહોંચ્યો.

image source

‘2017 માં, હું પોલીસમાં એફઆઈઆર નોંધાવવા ગયો હતો, પરંતુ તેઓએ ફરિયાદ નોંધવાનો ઇન્કાર કર્યો હતો, પરંતુ ધમકીઓ સતત આવવા માંડતાં, મેં પોલીસને નંબર ટ્રેસ કરવા માટે દબાણ કર્યું, પરંતુ તેઓ સોહેલ ખાન (શંકાસ્પદ વ્યક્તિ) નો પત્તો શોધી શક્યા નહીં. મારી ફરિયાદ આજદિન સુધી ઓપન જ છે અને મારી પાસે હજી બધા પુરાવા છે.

image source

‘મારા દુશ્મનો તેજ અને હોંશિયાર છે અને હંમેશાં મારી પાછળથી હુમલો કરે છે અને છુપાયેલા રહે છે. પરંતુ સૌથી સારી વાત એ છે કે હું જાણું છું કે મારા દુશ્મનો કોણ છે. તમને જણાવી દઉં કે તે સલીમ ખાન, સલમાન ખાન, અરબાઝ ખાન અને સોહેલ ખાન છે. હજી ઘણા છે, પરંતુ સલમાન ખાન પરિવાર સૌથી મુખ્ય છે.


તેઓ કોઈને ડરાવવા માટે તેમના પૈસા, રાજકીય વગ અને અન્ડરવર્લ્ડ સાથેના સંબંધોનો ઉપયોગ કરે છે. દુર્ભાગ્યે સત્યના પુરાવા મારી પાસે છે અને હું સુશાંત સિંહ રાજપૂતની હાર માનીશ નહીં. હું ઝુકવાનો ઇનકાર કરું છું અને જ્યાં સુધી મારો કે તેમાંથી કોઈ અંત ન દેખાય ત્યાં સુધી લડતો રહીશ. સહન કરવું બહું થયું. હવે આ પાછા લડવા માટે સમય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ