આ વસ્તુથી રખાશે ખાસ નજર, એટલે ભૂલથી પણ ના થૂંકતા અમદાવાદના રસ્તાઓ પર, નહિં તો ભરવો પડશે આટલો બધો દંડ

કોરોના વાઇરસ અમદાવાદ

અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરા ‘નમસ્તે’ કાર્યક્રમ હેઠળ કોરોના વાઇરસ વિરુદ્ધ અમદાવાદ કોર્પોરેશન દ્વારા રાખવામાં આવેલ લેવામાં આવેલ સાવચેતીના પગલાઓ વિષે જાણકારી આપી હતી. આ માહિતી વિષે જાણકારી આપતા કમિશ્નર વિજય નેહરા જણાવવામાં આવ્યું હતું કે AMTS અને BRTSના બસ સ્ટોપ પર સેનેટાઈઝર મુકવામાં આવી શકે છે. ઉપરાંત જાહેર સ્થળોની સાફ સફાઈ કરનાર કર્મચારીઓને માસ્ક પહેરવાના રહેશે.

આવી જાણકારી આપવામાં આવી હતી. ઉપરાંત વૃધ્ધાશ્રમોની તપાસ કરવામાં આવી શકે છે. આમ જણાવ્યુ હતું. આખી દુનિયામાં કોરોના વાઇરસ ધીરે ધીરે પ્રસરી રહ્યો છે ત્યારે ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસ નાં ફેલાય તે માટે કેવી સાવચેતી રાખવી જોઈએ. આ બાબતે જાણકારી આપવા માટે પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી હતી.

પબ્લિક પ્લેસમાં થુકનાર વ્યક્તિને દંડ સ્વરૂપે રૂ.૧૦૦ થી વધારો કરીને આ દંડ રૂ.૧૦ હજાર કરી દેવામાં આવ્યો છે.

જાહેર જગ્યાઓ પર થુકનાર વ્યક્તિઓને પહેલા રૂ.૧૦૦નો દંડ કરવામાં આવતો હતો જે હવે કોરોના વાઇરસની અસરના કારણે આ દંડ વધારીને રૂ.૧૦ હજાર કરી દેવાયો છે. કોરોના વાઇરસથી અમદાવાદીઓને બચાવવા માટે અમદાવાદના આરોગ્ય તંત્ર તરફથી એક્શન પ્લાન તૈયાર કરી દેવામાં આવ્યો છે. આ એક્શન પ્લાનમાં જાહેરમાં થુકનાર વ્યક્તિઓ માટે થુકવાનો દંડ ૧૦૦ રૂપિયાથી વધારીને ૧૦ હજાર રૂપિયા કરી દેવામાં આવ્યો છે. જો કોઈ વ્યક્તિ કોરોના વાઇરસ થઈ જાય છે કે પછી કોરોના વાઇરસ થવાની સંભાવના દેખાતી હોય તેવા લોકોએ હેલ્પ લાઇન ન.104 પર ફોન કરવાનો રહેશે.

આવી શંકાસ્પદ વ્યક્તિ માટે કોર્પોરેશન દ્વારા સ્પેશિયલ એમ્બ્યુલન્સ મુકવામાં આવી છે. જેમાં આવા શંકાસ્પદ વ્યક્તિની તપાસ કરવા માટે કોર્પોરેશનના અધિકારી અને ડોક્ટર આવશે. વ્યક્તિને તપાસવા માટે આવેલ ડોક્ટરને જરૂર જણાતા વ્યક્તિને માસ્ક આપવામાં આવશે ઉપરાંત હોસ્પીટલમાં પણ લઈ જવામાં આવશે. અમદાવાદમાં અત્યાર સુધી કોરોના વાઇરસનો કોઈ પોઝેટીવ કેસ નોધાયો નથી. તેમછતાં કોર્પોરેશન દ્વારા સંચાલિત હોસ્પીટલમાં અઈસોલેશન bed, વેન્ટીલેટર સહિતની અન્ય સુવિધાઓ પણ તૈયાર રાખવામાં આવી છે.ઉપરાંત અમદાવાદ કોર્પોરેશને અંદાજીત ૩ લાખ જેટલા ટ્રીપલ લેયર માસ્કની વ્યવસ્થા કરવામાં આવેલ છે.

આ સાથે જ અમદાવાદ એરપોર્ટ પર વિદેશથી આવતા યાત્રીઓની તપાસ કરવા માટે ૮ ઇન્ફ્રા રેડ થર્મોમીટરની વ્યવસ્થા કરવામાં આવેલ છે. અમદાવાદ કોર્પોરેશનએ શૈક્ષણિક સંકુલોમાં પણ એડવાઇઝરી તૈયાર કરીને આપવામાં આવેલ છે. તેમજ અમદાવાદના કમિશ્નર વિજય નેહરા જણાવે છે કે સામાન્ય વ્યક્તિઓએ માસ્ક પહેરવાની જરૂરિયાત નથી, પરંતુ જો કોઈ વિદેશ યાત્રાથી કે અસરગ્રસ્ત વિસ્તારમાંથી આવ્યા હોય તેવા લોકોએ જ આ માસ્ક પહેરવું. આવી વ્યક્તિઓએ ત્યાં સુધી જ પહેરવું જ્યાં સુધી આપ આપની તપાસ ના કરાવી લો. જો આપને શંકા હોય તો આપે પણ માસ્ક પહેરી રાખવું અને હેલ્પ લાઈન ન.104 ની મદદ જરૂર લેવી.

નાગરિકોએ પાંચ વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું.

  • -કોઇપણ વ્યક્તિનું અભિવાદન નમસ્તે કહીને કરો, હાથ મિલાવવાનું કે શેક હેન્ડ કરવાનું ટાળવું. કારણ કે અડવાથી પણ કોરોના વાઇરસ ફેલાઈ શકે છે.
  • -હાથ ચોખ્ખા રાખવા.
  • -મુખ પર, આંખો પર અને નાક પર હાથ રાખવો નહી.
  • -ભીડ ભાડવાળી જગ્યાઓ પર જવાનું ટાળવું.
  • -ખોટી અફવાઓથી સાવચેત રહો. તેમજ કોર્પોરેશન કે અધિકૃત સૂચનોનું પાલન કરવું.

અમદાવાદ-બેંગકોક સહિત ૬ ફ્લાઈટ રદ્દ કરવામાં આવી.

કોરોના વાઇરસના પગલે શુક્રવારના દિવસે સ્પાઇસ જેટની અમદાવાદથી બેંગકોક આવતી જતી ફ્લાઈટ રદ્દ કરવામાં આવી હતી. ઉપરાંત જેહાદ્દ આવતી જતી ૪ ફ્લાઈટ સાથે મળીને ટોટલ ૬ ફ્લાઈટ રદ્દ કરવામાં આવી હતી. ઉપરાંત સ્પાઇસ જેટની ૧૭ જેટલી ફ્લાઈટસ મોડી પડી હતી.

આની પહેલા ટ્વીટ કરીને ‘નમસ્તે’ના અસરકારક ઉપાયો જણાવવામાં આવ્યા હતા. અમદાવાદના કમિશનર વિજય નેહરાએ ટ્વીટર પર ટ્વીટ કરતા લખ્યું કે, ‘આપણે કોરોના વાઇરસ સામે લડવા માટે જયારે સજ્જ થઈ રહ્યા છીએ ત્યારે ખુબ જ અસરકારક અને સરળ ઉપાય આ છે કે #No HandShake #Say Namaste’ ચાલો આ મેસેજ ફેલાવીએ અને કોરોના વાઇરસને ભગાવીએ’. ઉપરાંત નમસ્તે કહેવું ભારતીય સંસ્કૃતિ છે ચાલો પાછા સંસ્કૃતિ તરફ જઈએ.

image source

ઈ-મેમોનું સુરસુરિયું થઈ ગયું હતું.:

અમદાવાદ કોર્પોરેશન તરફથી ગયા વર્ષે જ ટ્રાફિક સિગ્નલો પર થુકતા જે લોકો કેમેરામાં પકડાયેલ લોકોના વાહન રજીસ્ટ્રેશન નંબરના આધારે જે ઈ-મેમો મોકલવામાં આવતા હતા, જેટલા વ્યક્તિઓને આ ઈ-મેમો મોકલવામાં આવતો હતો તેમાંથી ભાગ્ય થોડાક જ વ્યક્તિઓ દંડ ભરવા આવતા હતા. ઉપરાંત કોર્પોરેશનના અધિકારીઓને ઈ-મેમોનો દંડ વસુલવા માટે લોકોના ઘરના ધકકા વધારે ખાવા પડતા હતા.

JET પણ હવે રસ્તામાં ભાગ્યે જ જોવા મળે છે.

image source

શહેરમાં સફાઈ જાળવવા, ગેરકાયદેસર દબાણ હટાવવા, તેમજ નિયમોનું પાલન કરાવવા માટે કોર્પોરેશન અને પોલીસ દ્વારા સાથે મળીને એક સંયુક્ત રીતે જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ બનાવવામાં આવી હતી. શરુઆતમાં આ ટીમે અનેક લોકોને મોટા મોટા મેમો આપીને વાહવાહી મેળવી હતી, પરંતુ છેલ્લા કેટલાક સમયથી JETની ટીમ ભાગ્યે જ રસ્તામાં જોવા મળે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ