બીજી દીકરીને જન્મ આપ્યા પછી ઇશા દેઓલને થઇ હતી કંઇક એવી બીમારી કે, માંડ માંડ તેમાંથી આવી બહાર

એશા દેઓલ

‘ડ્રીમ ગર્લ’(dream girl) હેમા માલિની (hema malini)ની દીકરી ઈશા દેઓલ (esha deol)તાજેતરમાં જ એકવાર ફરીથી માતા બની હતી. પહેલી દીકરી રાધ્યા (radhya)પછી ઈશાએ ગયા વર્ષે જ બીજી દીકરી મીરાયા(miraya)ને જન્મ આપ્યો છે. પોતાની બન્ને દીકરીઓના જન્મની વચ્ચે ઈશા ફિલ્મી દુનિયાથી દુર જ રહી છે અને આ દિવસોમાં ઈશા પોતાના મધરહુડ એન્જોય કરી રહી છે. પરંતુ બીજીવાર માતા બન્યા પછી હવે ઈશા દેઓલ એક એવી બીમારીનો શિકાર થઈ ગઈ છે, જેના વિષે વાત કરતા ઈશા ઘણી ભાવુક થઈ ગઈ.

image source

ખરેખરમાં ઈશા દેઓલ જણાવે છે કે પોતાની બીજી દીકરીના જન્મ પછી તે પોસ્ટપાર્ટમ ડીપ્રેશન(પીડીપી)નો શિકાર થઈ ગઈ હતી. ડીલીવરી પછી એક મહિલા ફક્ત શારીરિક જ નહી માનસિક અને ભાવનાત્મક બદલાવ પણ સહન કરે છે. કેટલીક મહિલાઓ પોસ્ટપાર્ટમ ડીપ્રેશનનો શિકાર થાય છે, પરંતુ જાગરૂકતાના અભાવમાં તે તેને સમજી નથી શકતી.

image source

ઈશા દેઓલ (esha deol)જે બીમારીનો ઉલ્લેખ કરી રહી છે, તે પ્રેગ્નેંસીના સમયે હોર્મોન્સના ઉતાર-ચઢાવના કારણે થાય છે અને તેને ‘પોસ્ટપાર્ટમ ડીપ્રેશન’ (postpartum depression)કહે છે. જો કે, આ બીમારી વિષે ખુબ જ ઓછા લોકો જાણે છે. આના લીધે મહિલાઓમાં મૂડ સ્વીંગસ, ઉદાસી, ચીડિયાપણું, રડવાની ઈચ્છા થવી અને બાળકોને સાંભળી શકીશ કે નહી સાંભળી શકું આવી ચિંતા થવી જેવા કેટલાક ભાવ આવે છે. ઈશા દેઓલ જણાવે છે કે એક દિવસ તેમની માં હેમા માલિનીએ તેમના આ વ્યવહારની નોધ કરી અને તરત જ તેમણે બ્લડ ટેસ્ટ કરાવવાનું સૂચન કર્યું. જ્યાર પછી એક મહિનાની અંદર જ હું સારી થઈ ગઈ.

image source

આપને જણાવીએ કે ઈશા દેઓલના મેરેજ વર્ષ ૨૦૧૨માં ભરત તખ્તાની (bharat takhtani) સાથે થયા હતા.

આપને જણાવીએ કે આ દિવસોમાં ઈશા દેઓલ ફિલ્મોથી હટીને પુસ્તકોમાં રસ લઈ રહી છે. ઈશા દેઓલ હવે રાઈટીંગમાં પોતાનો હાથ અજમાવી રહી છે. તાજેતરમાં જ ઈશા દેઓલે ‘અમ્મા મિયા’ નામની એક પુસ્તક પણ લોન્ચ કરી છે. ઈશા દેઓલએ વર્ષ ૨૦૦૨માં ફિલ્મ ‘કોઈ મેરે દિલ સે પૂછે’થી પોતાનું ડેબ્યુ કર્યું હતું. પરંતુ ઈશા દેઓલની આ ફિલ્મ ‘કોઈ મેરે દિલ સે પુછે’ બોક્સ ઓફીસ પર કઈ ખાસ કમાલ બતાવી શકી નહી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ