આ મામલે અમદાવાદે મારી બાજી, દરેક અમદાવાદીઓ આ મોટા સમાચાર જાણીને નાચવા લાગશે ઘરમાં…મને તો ગર્વ છે અમદાવાદ પર, અને તમને?

ઈઝ ઓફ લિવિંગ એટલે કે રહેવા લાયક દેશના શહેરોની યાદી બહાર પાડવામાં આવી છે. જેમા ટેક સિટી બેંગાલુરુ પ્રથમ, પૂણે બીજા અને અમદાવાદ ત્રીજા ક્રમે છે. જોકે, દિલ્હી અને કોલકાતા પહેલા દસ શહેરોની યાદીમાં સ્થાન મેળવી શક્યા નથી. કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના પ્રધાન હરદીપસિંહ પુરીએ ગુરુવારે લાઈફ એક્સેસિબિલીટી ઇન્ડેક્સ 2020 અને કોર્પોરેશન પર્ફોર્મન્સ ઇન્ડેક્સ 2020 જાહેર કર્યા છે. ઓનલાઈન આયોજિત કાર્યક્રમમાં મંત્રાલયના મહા સચિવ દુર્ગાશંકર મિશ્રા અને વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના અમદાવાદને ત્રીજો ક્રમ મળ્યો

image source

ઇઝ ઓફ લિવિંગ ઇન્ડેક્સ 2020 માં, દેશભરના શહેરોને 10 લાખથી વધુ અને 10 લાખથી ઓછી વસ્તીવાળા એમ બે ભાગમાં વહેંચવામાં આવ્યા હતા. આ સમગ્ર સ્પર્ધામાં 111 શહેરોએ ભાગ લીધો હતો. 1 મિલિયનથી વધુ વસ્તીવાળા શહેરોમાં, 2020 માં ઇઝ ઓફ લાઇફ ઇન્ડેક્સ કર્ણાટકના બેંગાલુરુનો પ્રથમ ક્રમ, મહારાષ્ટ્રના પુણેને બીજા ક્રમ અને ગુજરાતના અમદાવાદને ત્રીજો ક્રમ મળ્યો છે.

બીજા સ્થાને ભુવનેશ્વર

image source

પ્રથમ દસમાં ક્રમે આવેલા અન્ય શહેરોમાં તામિલનાડુનું ચેન્નાઈ, ગુજરાતનું સુરત, મહારાષ્ટ્રનું નવી મુંબઈ, તમિળનાડુનું કોઈમ્બતુર, ગુજરાતનું વડોદરા, મધ્યપ્રદેશનું ઇન્દોર અને મહારાષ્ટ્રનું ગ્રેટર મુંબઈનો સમાવેશ થાય છે. એક મિલિયન કરતા ઓછી વસ્તીવાળા શહેરોમાં ઇઝ ઓફ લાઇફ ઇન્ડેક્સમાં પ્રથમ ક્રમે સિમલા છે. બીજા સ્થાને ભુવનેશ્વર અને ત્રીજા સ્થાને દાદર અને નગર હવેલી અને દમણ અને દીવના સિલવાસાને સ્થાન મળ્યું છે. અન્ય શહેરોમાં આંધ્રપ્રદેશના કાકિનાડા, તામિલનાડુનુ સેલમ, વેલોર, ગુજરાતનું ગાંધીનગર, હરિયાણાનું ગુરુગ્રામ, કર્ણાટકનું દાવાણગેરે અને તમિળનાડુનું તિરુચિરપ્પલ્લી સામેલ છે.

62 શહેર 10 લાખથી ઓછી વસતી વાળા

image source

નોંધવિય છે કે ઈઝ ઓફ લિવિંગ ઈન્ડેક્સમાં 111 શહેરોનો સર્વે સામેલ છે. તેમાં 49 શહેર 10 લાખથી વધારે વસતીવાળા છે. જ્યારે 62 શહેર 10 લાખથી ઓછી વસતી વાળા છે. ઉલ્લેખનીય છે કે મ્યુનિસિપલ પરફોર્મન્સ ઈન્ડેક્સના આધાર પર ઈન્દોર દેશમાં નંબર-1 શહેર છે. આ ઈન્ડેક્સને 114 નગર નિગમના 20 સેક્ટર અને 100 ઈન્ડિક્ટરના આધાર પર બનાવવામાં આવ્યું છે. તો બીજી તરફ 10 લાખથી વધુ વસ્તિવાળા શહેરોમાં ઈન્દોર, સુરત અને ભોપાલ ટોપ-3માં સામેલ થયા છે. જ્યારે ઓછી વસ્તી કે શહેરી નિગમમાં નવી દિલ્હી, તિરુપતિ અને ગાંધીનગર ટોપ-3 માં સામેલ છે.

image source

તમને જણાવી દઈએ કે દેશની ટોપ મ્યુનિસિપાલ્ટીઝમાં ગુજરાતના ત્રણ શહેરો સમાવેશ કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે જારી કરેલા લિસ્ટમાં ટોપ ટેનમાં સુરત બીજા, અમદાવાદ છઠ્ઠા અને વડોદરા 10મા સ્થાને રહ્યા છે. જ્યારે દેશમાં ટોપ પર ઈન્દોર છે. જ્યારે ત્રીજા સ્થાને મધ્ય પ્રદેશનું ભોપાલ, ચોથા સ્થાને પીંપરી ચીંચવાડ, પાંચમા સ્થાને પૂણે, સાતવા સ્થાને રાયપુર, આઠવા સ્થાને ગ્રેટર મુંબઈ અને નવા સ્થાને વિશાખાપટ્ટનમનો સમાવેશ કરવામાં આવ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ