વડાપ્રધાન મોદી પર બની રહી છે વધુ એક ફિલ્મ, નામ છે ‘એક ઓર નરેન’, જાણો કોણ અભિનેતા કરશે રોલ

હાલમાં ચૂંટણી ચાલી રહી છે અને અમુક જિલ્લાઓમાં ચૂંટણી પૂરી પણ થઈ ગઈ છે. ત્યારે નેતાઓ ફરીથી જનતા વચ્ચે જવા લાગ્યા છે અને મત માંગવા માટે દોડવા લાગ્યા છે. જો કે દરેક નેતા પોતાની રીતે નવા નવા નુસ્ખા અપવાની રહ્યાં છે અને લોકોને રીઝવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. ત્યારે હવે ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર ફિલ્મ આવી રહી છે. જો કે આ પહેલાં પણ કેટલીય ફિલ્મો બની ચૂકી છે. વિવેક ઓબેરોયથી લઈને મહેશ ઠાકુર સુધી, આ તમામ લોકોએ પીએમ મોદીનો રોલ નિભાવવાનો પ્રયાસ કર્યો છે.

image source

હાલની અપડેટ પ્રમાણે જો વાત કરીએ તો હવે મહાભારત સીરિયલમાં યુધિષ્ઠિરનો રોલ નિભાવી ચુકેલા ગજેન્દ્ર ચૌહાણ પણ આ ભૂમિકામાં મોટા પડદા પર આવી રહ્યા છે. જલ્દી જ પીએમ મોદી પર વધુ એક ફિલ્મ બનવા જઈ રહી છે. જેમાં લીડ ગજેન્દ્ર ચૌહાણને કાસ્ટ કરવામાં આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે આ ફિલ્મનું નામ ‘એક ઔર નરેન’ રાખવામાં આવ્યુ છે અને બંને સ્વામી વિવેકાનંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિચારો વિશે પણ બતાવામાં આવશે એવી માહિતી મળી રહી છે.

આ વિશે વાત કરતાં ડાયરેક્ટર મિલન ભૌમિકે જણાવ્યુ હતું કે, આ કહાનીને બે ભાગમાં બતાવામાં આવશે. પહેલા ભાગમાં નરેન્દ્રનાથ દત્તના રૂપમાં સ્વામી વિવેકાનંદની જીંદગી વિશે બતાવાશે, જ્યારે બીજા ભાગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પરવ બતાવવામાં આવશે. ડાયરેક્ટરનું માનવુ છે કે, વિવેકાનંદે પોતાની આખી જીંદગી ભાઈચારાનો સંદેશ આપ્યો છે. તો વળી નરેન્દ્ર મોદીને એક માત્ર મહાન નેતા માને છે જેણે દેશને નવી ઉંચાઈએ લઈ ગયા છે.

image source

આમ તો આ મહત્વના પ્રોજેક્ટને લઈને ગજેન્દ્ર ચૌહાણ પણ ખૂબ જ ઉત્સાહિત છે. આ વિશે વાત કરતાં તેમણે ભાર આપીને કહ્યુ હતું કે, પીએમ મોદીની પર્સનાલિટીના દરેક પાસાને રૂપેરી પડદે બતાવામાં આવશે. હું તેમના વિચાર, બોલવાનો અંદાજ, બધુ જ સમજીશ, મારા માટે આ ગર્વની વાત છે કે, એક કલાકાર તરીકે મને આટલી મોટી જવાબદારી મળી છે. ત્યારે હવે આ ફિલ્મ વિશે ચર્ચા કરવામાં આવી રહી છે અને લોકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

image source

આ પહેલાં પણ વિવેક ઓબરોય PM મોદી પર ફિલ્મ લઈને આવ્યા હતા અને એમાં શું બતાવવામાં આવ્યું હતું એના વિશે જો વાત કરીએ તો નરેન્દ્ર મોદીના બાળપણથી લઈને વડાપ્રધાન બનવા સુધીની વાર્તા કહેતી આ ફિલ્મની શરૂઆત 2013ની ભાજપની બેઠકથી થાય છે. જેમાં નરેન્દ્ર મોદી (વિવેક ઓબેરૉય)ને વડાપ્રધાનના ઉમેદવાર જાહેર કરવામાં આવે છે. ત્યારપછી ફ્લેશબેકમાં ચાલી જાય છે.

image source

જ્યારે મોદી રેલ્વે સ્ટેશન પર ચા વેચતા હતા. મોદીના પિતા ચાની દુકાન ચલાવતા હતા અને માતા ઘરમાં વાસણ માંજતા હતા. થોડા મોટા થયા પછી નરેન્દ્રએ પોતાના ઘરવાળાઓ પાસે સંન્યાસની પરવાનગી માગી અને ઘરવાળાએએ તેમને લગ્નમાં બંધનમાં જોડવાનું વિચાર્યુ પણ નરેન્દ્ર લગ્ન પહેલા જ ઘર છોડી દીધુ. હિમાલયના પર્વતોમાં પોતાના જીવનનો ઉદ્દેશ્ય શોધવા માટે નરેન્દ્રએ RSS વર્કર તરીકે ગુજરાતના વાપસી કરી અને પાછી પાછા વળીને ક્યારેય ન જોયુ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ