કોરોના વકરતાં જ સરકાર આવી એક્શન મોડમાં, શોપિંગ મોલ-રેસ્ટોરન્ટ અને ધાર્મિક સ્થળો માટે જાહેર કરી નવી ગાઇડલાઇન

ધીમો પડેલો કોરોના હવે કેટલાક સમયથી ફરી વધી રહ્યો છે અને લોકોને તેની ઝપેટમાં લઈ રહ્યો છે. ત્યારે ફરી એકવાર તેને કાબૂમાં લેવાની સખત જરૂર વર્તાઈ રહી છે અને કડક પાલન પણ કરવાની જરૂર છે. હાલમાં દેશ ભરમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે, છેલ્લા ઘણા સમયથી સંક્રમિતોની સંખ્યામાં પણ સફાળો વધારો થઈ રહ્યો છે તો બીજીતરફ દેશના ઘણા રાજ્યોમાં પણ પરિસ્થિતિ બગડતી જાય છે. માટે હવે આ મામલે કેન્દ્રની મોદી સરકારે નવી ગાઈડલાઈન બહાર પાડી છે.

image soucre

જો આ વિશે વાત કરીએ તો કેન્દ્ર સરકારે ગુરુવાર એટલે કે 4 માર્ચે એક નવી ગાઈડલાઈન જાહેર કરી છે. જેમાં જૂની દિશા-નિર્દેશોને પણ શામેલ કરવામાં આવ્યાં છે. આ ગાઈડલાઈન મોલ્સ, રેસ્ટોરેન્ટ અને ધાર્મિક સ્થળો જે સાર્વજનિક સ્થળો માટે ખાસ છે. તો આવો જાણીએ કે હવે કેવા કેવા નિયમોનું પાલન કરવું પડશે. સૌથી પહેલા વાત કરીએ તો મોલ માટે સરકારની ગાઇડલાઇન્સ કંઈક આ પ્રકારે છે. સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે પર્યાપ્ત માનવબળ ઉભું કરવું. સૌથી વધુ જોખમ ધરાવતા તમામ કર્મચારીઓએ વધારાના તકેદારીના પગલાં લેવા. ફ્રન્ટ લાઈન વર્કર્સ હોવાથી તેમણે લોકોના સીધા સંપર્કમાં ક્યારેય ન આવવું. મુલાકાતીઓ, કર્મચારીઓ અને માલસામાન માટે એન્ટ્રી અને એક્ઝિટ ગેટ જુદા જુદા રાખવા. ઉલ્લેખનીય છે કે આ નવી ગાઇડલાઇન 1 માર્ચથી અમલમાં આવી ગઈ છે.

image soucre

એ જ રીતે જો વાત કરવામાં આવે રોસ્ટોરન્ટ માટેની ગાઈડલાઈન્સની તો એમાં નિયમો આપવામાં આવ્યા છે કે ડાઇન-ઇનને બદલે ટેકઅવેને પ્રોત્સાહિત કરો, કોવિડ સાવચેતીને પગલે યોગ્ય રીતે ફૂડ ડિલિવરી કરવામાં આવશે. તેમજ હોમ ડિલિવરી માટે પરવાનગી આપતા પહેલા હોમ ડિલિવરી સ્ટાફની થર્મલ સ્ક્રિનિંગ પણ કરવું જરૂરી છે. પાર્કિંગના સ્થળોમાં અને યોગ્ય જગ્યાઓએ યોગ્ય અંતર્ગત નિયમોને અનુસરતા જગ્યાની બહાર યોગ્ય ભીડનું સંચાલન પણ કરવું પડશે. પ્રવેશ માટે અને રેસ્ટોરન્ટની અંદર લાઈનો વખતે 6 ફૂટનું શારીરિક અંતર ફરજિયાત જાળવવું પડશે. આ નવી માર્ગદર્શિકા 1 માર્ચથી જ અમલમાં આવી છે.

image soucre

સરકારે ધાર્મિક સ્થળો માટેની સૂચિ પણ શામેલ કરી છે, જેમાં પ્રવેશ સમયે ફરજિયાત હાથની સ્વચ્છતા અને થર્મલ સ્ક્રિનિંગ પ્રક્રિયા શામેલ છે. આદેશમાં એ પણ ઉમેરવામાં આવ્યું છે કે માત્ર એસિમ્પટમેટિક લોકોને જ ધાર્મિક સ્થળોએ પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે. આ સિવાય વાત કરીએ શોપિંગ મોલ્સ સિવાય, સરકારે રેસ્ટોરન્ટ્સમાં પણ નવા માર્ગદર્શિકાના અમલીકરણ પર ભાર મૂક્યો છે, જેમાં જમવાને બદલે ટેકઅવેને પ્રોત્સાહિત કરવામાં આવે છે અને સીઓવીડ સાવચેતીને અનુસરતા ખોરાકની ડિલિવરી યોગ્ય રીતે કરવામાં આવે. રેસ્ટોરાંમાં પણ ખાતરી કરવી જોઈએ કે હોમ ડિલિવરી સ્ટાફ માટે યોગ્ય થર્મલ સ્ક્રિનિંગ પ્રક્રિયાઓ યોગ્ય છે, કારણ કે તેઓને પણ વધુ જોખમ છે.

image soucre

હવે જો સૌથી જરૂરી છે એવા ધાર્મિક સ્થાનો માટેની માર્ગદર્શિકા વિશે વાત કરવામાં આવે તો પ્રવેશ પ્રક્રિયા માટે ફરજિયાત હાથની સ્વચ્છતા અને થર્મલ સ્ક્રિનિંગ કરવામાં આવશે. ફક્ત એસિમ્પટમેટિક લોકોને જ મંજૂરી આપવામાં આવશે, બીજાને કોઈ કાળે પરવાનગી નહીં આપવામાં આવે. ફેસ માસ્ક વિનાના લોકોને પણ મંજૂરી આપવામાં આવશે નહીં. અગ્રણી સ્થળોએ કોરોનાવાયરસ વિશેના નિવારક પગલાં પ્રદર્શિત કરવા માટેના પોસ્ટરો પણ લગાવવા પડશે જેથી લોકોમાં એક સુચના જાય. આ ગાઈડલાઈન પણ પહેલી માર્ચથી અમલમાં આવી ગઈ છે.

image soucre

આ સિવાય ચિંતાની વાત એ પણ છે કે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ગુરુવારના રોજ દેશના 67 રાજ્યોના કોરોના કેસના આંકડા જાહેર કર્યા છે. જેમાં મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, તામિલનાડુ, ગુજરાત અને કર્ણાટકના આંકડા જાહેર કરવામાં આવ્યાં છે. આ 6 રાજ્યો માંથી છેલ્લા 24 કલાકમાં દેશના કુલ કેસના 85% થી વધુ નવા કોરોના સંક્રમણના કેસ સામે આવ્યા છે. એક દિવસમાં કુલ 17407 નવા કોરોના કેસ સામે આવ્યા છે. જો કે, અન્ય 23 રાજ્યો અને કેન્દ્રશાસિત કેન્દ્રોમાં છેલ્લા 24 કલાકમાં કોઈ COVID-19 ના મોતની જાણ નથી.

image source

આ સાથે જ કોરોના ગુજરાત માટે પણ હવે ચિંતાનો વિષય બની ગયો છે. ગુજરાતમાં ૮ મહાનગરો જ નહિ હવે નાના શહેરોમાં પણ કોરોના વાઈરસ વકર્યો છે. ચૂંટણી પૂર્ણ થયાના ચોથા દિવસે કચ્છ, આણંદ જિલ્લામાંથી પણ ડબલ ડિઝટમાં નવા કેસો મળ્યાનું જાહેર કરતા આરોગ્ય વિભાગે ગુરૂવારે સાંજે છેલ્લા ૨૪ કલાકમાં કોવિડ૧૯ના નવા કુલ ૪૮૦ કેસ નોંધાયાનું જાહેર કર્યુ હતુ. જેમાં અમદાવાદમાં ૯૮, સુરતમાં ૧૦૫, વડોદરામાં ૯૩, રાજકોટમાં ૪૫ કેસોનો સમાવેશ થાય છે. ગુજરાતમાં કોરોના વાઈરસનો પ્રથમ કેસ નોંધાયા પછીના ૩૫૩માં દિવસમાં સત્તાવારપણે કુલ ૨,૭૧,૭૨૫ નાગરીકો ચેપગ્રસ્ત થઈ ચૂક્યા છે. જેમાં ૪,૪૧૨ના મૃત્યુ થયા છે. છેલ્લી સ્થિતિ મુજબ સારવાર હેઠળના ૨૭૪૯ દર્દીઓ પૈકી ૪૦ને વેન્ટિલેટર છે. બીજી તરફ ગુરૂવારે વધુ ૧,૩૧,૯૬૯ સહિત કુલ ૧૧,૦૯,૫૧૫ નાગરીકોએ કોરોનાની રસી લીધી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ