અગિયારસમાં ક્યારેય ન કરશો આ ૫ ભૂલ, નહિ મળે અગિયારસનું ફળ…

અગિયારસમાં ક્યારેય ન કરશો આ ૫ ભૂલ, જરૂર મળશે ઉપવાસ કરવાનું યોગ્ય ફળ…


તમે કાયમ અગિયારસનો ઉપવાસ કરતા હોવ તો અમે આજે તમારા માટે જે વાતો લાવ્યાં છીએ તેના વિશે તમને જરૂર જાણકારી હશે. અને જો તમે પહેલીવાર કરવાનું નિર્ધાર્યું છે તો તમારે આ પાંચ બાબતોને જરૂરથી ધ્યાનમાં રાખવી જોઈએ. જેથી તેનું યોગ્ય પૂણ્ય તમને અચૂકથી મળે. અગિયારસનું વ્રત એવું હોય છે કે જેમાં તમે એકટાંણું કરીને ફળફળાદી ખાઈને કરી શકો છો અથવા આખો દિવસ ધાન ખાધા વિના માત્ર ફરાળી ખોરાક આરોગી શકાય છે.

અગિયારસનું મહત્વ –


આ એકાદશીનું વ્રત આપણને ભગવાન વિષ્ણુની પરમ કૃપા આપનારું છે, તે હિન્દુ ધાર્મિક પારંપરિક સંસ્કૃતિમાં દરેક વ્રત – ઉપવાસમાં સૌથી વધુ મહત્વ ધરાવે છે. પદ્મપુરાણનઅનુસાર, આ એકાદશીનો ઉપવાસ કરીને, કોઈને પ્રેત યોનિમાં ફરીથી પીડા લેવા જન્મ મળતો નથી અને સાધકને મુક્તિ મળે છે.

આ મહાઉપવાસને સંપૂર્ણ વિધિ – વિધાન સાથે કરાશે તો તેનું પૂણ્ય હજાર ઘણું વધી જાય છે અને તેનું પૂણ્ય ફળ અવશ્ય મળશે. ભગવાન વિષ્ણુની આરાધના કરવા સમાન છે. ત્યારે આ વ્રત – ઉપાસના કરીએ ત્યારે કેટલી સાવચેતી રાખવી પણ અપેક્ષિત રહેશે. અગિયારસ રાખીને તેનું ચોક્કસ ફળ મેળવવા ઇચ્છતા હોવ તો કેટલીક એવી ભૂલ છે જે અમે આપને આજે જણાવીશું જે તમે કદી ન કરશો…

૧ ધાન ન ખાવું


એકાદશીના વ્રતમાં જમવામાં ઘઉં, ચોખા, મગ કે કઠોળ જેવાં ધાન ન ખાવા જોઈએ. આ દિવસે ધાન ખાવાથી કહેવાય છે કે મન વિચલિત થાય છે અને સાધકનું ધાન ખોરાક અને અન્ય વિષય પર ભટકે છે. વધુમાં, એવી પણ માન્યતા છે કે ધરતી પર ઊગતા ધાનમાં પણ જીવ હોય છે તેથી મનાય છે અને એવો આગ્રહ રાખવામાં આવે છે વિષ્ણુપ્રિયા દિવસે સાત્વિક રૂપે વ્રત કરવામાં આવે.

૨ નશો ન કરવો


અગિયારસની આ પવિત્ર તિથિએ કોઈ પણ પ્રકારનો નશો ન કરવો જોઈએ. હકીકતે જે લોકો ધાર્મિક માનસ ધરાવતા હોય અને ધર્મના માર્ગે ચાલવાની નિષ્ઠા રાખતા હોય તેઓએ માત્ર વ્રતના દિવસે જ નહીં, પરંતુ કદી પણ નશો ન કરવો જોઈએ. આ દિવસે વ્રત રહેતા તેમના પરિવારના સભ્યોએ પણ કોઈ પ્રકારનો નશો ન કરવો જેમાં ધૂમ્રપાન અને મદ્યપાન વગેરેનો સમાવેશ થાય છે.

૩ કોઈની પર ગુસ્સો ન કરવો


તે શાંત મન અને ભક્તિ સાથે ઉપવાસ અને ઉપાસના કરવાથી પૂણ્ય મેળવવામાં સફળતા મળે છે. આ રીતે, એકાદશીનું વ્રત રાખવામાં આવે તે દિવસે, તે દિવસે ભૂલીથી પણ વ્યક્તિએ ગુસ્સે થવું જોઈએ નહીં. વ્રત કરનાર વ્યક્તિએ તણાવથી દૂર રહેવું જોઈએ, કારણ કે ક્રોધ અને તાણ મનમાં નકારાત્મક વિચારો આવે છે, જેના કારણે મન અનુકૂળતા અનુભવશે નહીં.

૪ દાતણ ન કરવું જોઈએ


કહેવાય છે કે એકાદશીના દિવસે દાતણ કરવું જોઈએ નહીં એની પાછળ માનવામાં આવે છે પહેલાંના જમાનામાં લીમડા કે દાડમડી જેવા વૃક્ષની ડાળ તોડીને દાતણ કરાતું. અગિયારસના દિને કોઈપણ ઝાડને તોડવું ન જોઈએ તેવું માનવામાં આવતું તેથી અગાઉ આવી માન્યતા હતી. વધુમાં એવું પણ કહેવાય છે કે મોંમાં જો કોઈ ધાન દાંતમાં ભરાયું હોય કે ઉલ્ડી કે કોગળા કરાવાથી વ્રતમાં બાધા આવવી મનાય છે. તેથી આ દિને દાંતણ કરવું વર્જ્ય છે.

૫ જમીન પર શયન ન કરવું


એકાદશી કરતા હોય તે સાધકે ગાદલા પર ન સૂવું એવી માન્યતા છે. તે દિવસે જમીન પર શેતરંજી પાથરીને સૂવું જોઈએ. આપણે દરરોજ જેના પર સૂઈએ છીએ તે સ્થાને સૂવાથી પૂણ્ય લાભ નથી મળતો એવું મનાય છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ