આ રસ્તા પર ગાડી ચલાવવા માટે તમારે નહિ ચાલુ કરવી પડે ગાડી…

આ દુનિયાના અનેક રહસ્યો એવા છે, જેની શોધ કરવામાં સાયન્સ પણ અસમર્થ છે. આવી રહસ્યમયી જગ્યાઓ વિશે સાંભળીને સામાન્ય લોકો વિચારમાં મૂકાઈ જાય છે. આજે અમે તમને ભારતની એક આવી જ રહસ્યમયી જગ્યા વિશે જણાવીશું. ભારતમાં આવેલ લેહ-લદ્દાખમા એક એવી રહસ્યમયી જગ્યા છે, જેના વિશે તમારે જાણવું જરૂરી છે. જેનું નામ મેગ્નેટિક હિલ છે. અહીં તમારી ગાડી પેટ્રોલ વગર ચાર કિલોમીટર સુધી જાતે જ ચાલી શકે છે. જરા વિચારો કે, ગાડીમાં બેસીને ક્યાંક જઈ રહ્યા છો, તો ગાડી સ્ટાર્ટ કર્યા વગર જ અચાનક ગાડી ચાલવા લાગે, તો તમને ડર તો લાગશે જ ને.

જમ્મુ-કાશ્મીરના લદ્દાખ ક્ષેત્રમાં લેહની પાસે આવેલ એક પહાડી પોતાના મેગ્નેટિક રહસ્યો માટે પ્રખ્યાત છે. પહાડીથી ઘેરાયેલ આ વિસ્તારમાં અનેકવાર એવું થાય છે કે, ઢોળાવ હોવાને કારણે ગાડી સ્ટાર્ટ કર્યા વગર જ અનેક કિલોમીટર સુધી ન્યૂટ્રલ ચાલી શકે છે. પરંતુ જે મેગ્નેટિક હિલની આપણે વાત કરી રહ્યા છે, ત્યાં ગાડી 20 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી ઉપરી તરફ ચઢવા લાગે છે.

આ જગ્યા પર આવીને ગાડી બંધ કરી દેવી અને આવુ કર્યા બાદ ગાડી ખુદ 20 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી પહાડીના રસ્તા પર ખુદ જ ચઢવા લાગે છે. ડ્રાઈવરને માત્ર ગાડીનું સ્ટીયરિંગ સંભાળવાનું હોય છે. ખાસ વાત એ પણ છે કે, જ્યારે ગાડી પહાડી પરથી ઉતરતી હોય છે, ત્યારે તેની સ્પીડ નોર્મલની અપેક્ષાએ વધી જાય છે.

જો તમે ગાડીને ન્યૂટ્રલ કરી રહ્યાં છો, તો નીચે ઉતરતા સમયે ગાડી પોતાની જાતે 30 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી ચાલવા લાગે છે. માત્ર ગાડીઓ જ નહિ, આકાશના ઉડનારા વિમાનો પણ ગુરુત્વાકર્ષણથી ખુદને બચાવી શક્યા નથી. પરંતુ આ તો આ પહાડીનો ચમત્કાર છે.

વૈજ્ઞાનિકોના જણાવ્યા અનસુાર, આ વિસ્તારમાં ચુંબકીય તીવ્રતા વધુ જ માત્રામાં છે. તેનો મેગ્નેટિક ફીલ્ડ પણ બહુ જ મોટા ક્ષેત્રમાં ફેલાયેલો છે. અહીંની ચુંબકીય તીવ્રતાના પરીક્ષણ માટે કોઈ વાહનના એન્જિનને બંધ કરીને ત્યા ઉભા રહેવું જ પૂરતુ છે. તેના બાદ આ ચમત્કાર આપોઆપ સર્જાઈ જાય છે.

મેગ્નેટિક હિલથી થઈને વિમાન પણ ઉડાવી ચૂકેલી પાયલટોનો દાવો છે કે, આ હિલના ઉપરથી વિમાન પસાર થતા સમયે તેમાં હળવા ઝાટકા અનુભવાય છે, તેથી આ જાણી ચૂકેલા પાયલટ પણ આ ક્ષેત્રમા પ્રવેશ કરતા પહેલા જ વિમાનની ગતિ વધારી દે છે, જેથી વિમાનને હિલના ચુંબકીય પ્રભાવથી બચાવી શકાય.

તેથી જો તમે લેહ-લદ્દાખ જાઓ તો આ પહાડી પર જવાનું ન ભૂલતા, અહીં આવીને તમે એડવેન્ચરસ ડ્રાઈવનો અનુભવ થશે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક રસપ્રદ માહિતી વાંચો ફક્ત આપણા પેજ પર.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ