જો તમે વેજિટેરિયન હોવ તો આ પોસ્ટ તમારે શાંત ચિતે વાંચવી જોઈએ।…! અચૂક શેર કરજો !!

આજકાલ જીલેટીન નો વપરાશ વધી રહ્યો છે, પરંતુ ખરેખર તે શું છે તે તમે જાણો છો? પેટા (PETA) અનુસાર, જિલેટીનને પ્રોટીન ત્વચા, હાડકાંમાંથી મેળવવામાં આવે છે. જીલેટીન માંસ ઉદ્યોગો દ્વારા કાઢી નખાતા ભીંગરા, ત્વચા, શીંગડામાંથી બને છે. એટલે એ ખાદ્ય પદાર્થ નથી પરંતુ ખોરાકને ઘટ્ટ કરતો થીકનીંગ એજન્ટ છે.

અજ્ઞાનતાવશ લાખો શાકાહારીઓ અજાણતા જીલેટીન નો ઉપયોગ કરી બનાવેલ ખાદ્ય પદાર્થો હોંશે હોંશે આરોગે છે. આવા પદાર્થોની સુચિ લંબાતી જાય છે…. જિલેટીન ધરાવતા ખાદ્ય પદાર્થ – માર્શ મેલોઝ, ફ્રુટ જીલેટીન કે પુડીંગ, જેલ-ઓ, ગમી ટેડી, જેલી કેન્ડી, આઈસીંગ, સુગર પેસ્ટ, યોગર્ટ અને ઘણું બધું…. ખાદ્ય પદાર્થો સિવાય પણ અન્ય પદાર્થો માં જીલેટીનનો વપરાશ થવા લાગ્યો છે…

જીલેટીનનો વિકલ્પ અગર-અગર

જીલેટીનના વિકલ્પોમાં અગર-અગર, કારેજીનેન, પેક્ટિન, કોનજક અને ગુવાર ગમ જેવા બિન-પ્રાણીજન્ય સ્ત્રોતો શામેલ છે. તેથી તમારે સ્વાદિષ્ટ વાનગીઓ છોડવાની જરૂર નથી. અગર અગર એ જીલેટીનનો મુખ્ય વિકલ્પ છે. સાઉથ એશિયન સાઈડ જોવા મળતી લા રંગની સીવીડ નામની દરિયાઈ વનસ્પતિમાંથી બને છે. તે માટે તે વનસ્પતિમાંથી જેલ કાઢવામાં આવે છે ત્યારબાદ જેલને દબાવી, સુકવી, ક્રશ કરી નાખવામાંઆવે છે ને અગર અગર તૈયાર. અગર અગરને અગર, ચાઈના ગ્રાસ, કેન્ટન (જાપાની કેન્ટન) તરીકે પણ ઓળખાય છે. અગર અગરનું ઉત્પાદન મુખ્યત્વે જાપાન, દક્ષિણ અમેરિકા અને મેડિટેરાનીયનમાં થાય છે.

અગર અગર ની વિશેષતા

અગર અગર પાવડર, ફલેક્સ અને સ્ટીક કે સ્ટ્રેન્ડ એમ ત્રણ પ્રકારે ઉપલબ્ધ છે. તેનો દેખાવ સામાન્યપણે પારદર્શક પાતળા પ્લાસ્ટિક ના ચુરા જેવો હોય છે. કોઈપણ સ્વાદ, રંગ કે ખશ્બુ વિના નો હોય છે. જીલેટીનયુક્ત વાનગી બોડી ટેમ્પરેચર પર ઓગળવા લાગે છે. જયારે અગર અગરથી બનેલી વાનગી હુંફાળા વાતાવરણમાં પણ ઓગળતી નથી. અગર અગર ૫૦ ડિગ્રી સે. થી ઓછા તાપમાને સેટ થઈ જાય છે એટલે કે અગર અગર રૂમ ટેમ્પરેચર પર પણ સેટ થઈ જાય છે. તેને સેટ કરવા સ્પેશયલી ફ્રિજ કે ફ્રિજરમાં મુકવાની જરૂર પડતી નથી.

આ જ ગુણધર્મ અગર અગર ને ખાસ બનાવે છે. તેને જે પણ મિશ્રણમાં ભેળવો તે મિશ્રણના સ્વાદ, રંગ કે ફોરમમાં કોઈપણ પ્રકારનો ફરક પડશે નહિ. અગર અગર જીલેટીન કરતા વધુ પાવરફુલ જેલીંગ એજન્ટ છે. ૧ ટીસ્પુન અગર અગર ૮ ટીસ્પુન જીલેટીન ના બરાબર હોય છે. તે મેગ્નેશિયમ, આયર્ન, મેંગેનીઝ, એમિનો એસિડ્સ, કેલ્શિયમ, ફોલિક એસિડ, આવશ્યક ફેટી એસિડ્સ ઓમેગા -3 અને ઓમેગા -6 સહિતના ઘણા વિટામિન્સ અને ખનિજોથી સમૃદ્ધ છે તથા તેમાં ઘણા એન્ટિઑક્સિડન્ટ્સ પણ આવેલા છે.

શેમાં શેમાં વાપરી શકાય

અગર અગર પાઈ ફિલીંગ, ડોનટ ગ્લેસ, શરબત, સોસીસ, આઈસીંગ, પુડીંગ, પેનાકોટા, જેલી, જેલી કેન્ડી, કેક, ગ્લેસીંગ, ડિઝર્ટ અને ઘણી બધી વસ્તુઓમાં વાપરી શકાય.આ બધું વાંચીને મોઢામાં પાણી આવી ગયું ને… આટલા બધા વિટામીન્સ વાળું અને એ પણ મિઠાઈ રૂપે…

અગર અગર ના ફાયદાઓ

* વજન ઘટાડવામાં મદદરૂપ –

અગર અગરમાં મોટા પ્રમાણમાં ફાયબર મળી આવે છે. તેમજ લો કેલરી, ફેટ, સુગર, કાર્બોહાઈડ્રેટ યુક્ત છે. તેથી જ તેને હેલ્ધી વિકલ્પ તરીકે વેઈટ લોસ પ્લાનમાં સમાવવામાં આવે છે. પાણી સાથે ભળવાથી ઓછી કેલરીમાં વધુ ફુલે છે તેથી જ લાંબા સમય સુધી પેટ ભરેલું હોય તેવી લાગણી થાય છે અને ખોરાક ઘટે છે. જાપાનમાં અગર અગર નો ઉપયોગ કરી કુદરતી રીતે વેઈટ લોસ કરવાના ડાયેટ પ્લાનને કેન્ટન ડાયેટ તરીકે ઓળખાય છે.

* પાચનતંત્ર સુધારે –

અગર અગરમાં જોવા મળેલ ફાઈબરથી પાચનતંત્રને લગતા ઘણા ફાયદા થાય છે. આંતરડામાંથી પસાર થઈ અંદર રહેલા ઝેરી તત્વો શોષી લઈ શરીરમાંથી બહાર કાઢવામાં મદદ કરે છે. આંતરડાઓ સાફ કરી તમારા પાચનતંત્રને સુધારે છે.

* હાડકા માટે સારું –

એક સ્વસ્થ હાડકા માટે જરૂરી છે વિટામીન ડી, સી અને કે તેમજ કેલ્શિયમ, પોટેશીયમ અને મેગ્નેઝિયમ જેવા વિટામીન્સ અને મિનરલ્સ. કેલ્શિયમથી હાડકાની ઘનતા વધે છે અને હાડકામજબુત બને છે એ જગજાહેર વાત છે પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે તે માટે કેલ્શિયમ અને મેગ્નેઝિયમની સમતોલ પ્રમાણમાં જરૂર હોય છે. તેથી ઘણીવાર ખુબ સારા પ્રમાણમાં કેલ્શિયમ ધરાવતા ડાયેટને અનુસરવાથી સાંધાઓમાંદુખાવો ની ફરિયાદો જોવા મળે છે.અગર અગરમાં સમતોલ પ્રમાણમાં હાડકા માટે જરૂરી બંને મહત્વના મિનરલ્સ એવા મેગ્નેઝિયમ.અને કેલ્શિયમ મળી આવે છે જે હાડકા મજબુત કરવામાં મદદરૂપ બને. તેથી જો તમને કે તમારા પરિવારમાં કોઈને ઑસ્ટિયોપોરોસિસ ની બિમારી કે અન્ય કોઈ પ્રકારના હાડકાનો ડિસઓર્ડર હોય તો અગર અગર આપના માટે લાભદાયી નીવડી શકે.

* એમોનિયામાં ફાયદાકારી-

અગર અગરને આર્યનનો સારો સ્ત્રોત ગણવામાં આવે છે તે લાલ રક્ત રણ બનાવવામાં પણ મદદરૂપ થાય છે. માટે એમોનિયાથી બચવામાં ફાયદાકારી કહી શકાય.

કેવી રીતે વપરાય

આગળ જણાવ્યું તેમ અગર અગર પાવડર, ફલેક્સ અને સ્ટીક કે સ્ટ્રેન્ડ એમ ત્રણ પ્રકારે ઉપલબ્ધ છે. અગર અગર સીધું વાનગીમાં ન વપરાય. તેને પહેલા પાણીમાં પલાળવું, ગરમ કરી ઓગાળવું પડે પછી જે તે વાનગીમાં ઉમેરાય અને સેટ કરવા મુકાય.જો તે બરાબર ઓગળે નહી તો વાનગી બરાબર સેટ નહી થાય અથવા વાનગીમાં વચ્ચે ગઠ્ઠા જેવું થશે. અગર અગર પાવડર સહેલાઈથી ઓગળી જશે. જયારે ફલેક્સ ને ઓગાળવું સ્ટીક કરતા થોડું સહેલું છે. સ્ટીક થોડું મુશ્કેલ છે. ફલેક્સ અને સ્ટીક ને અનુક્રમે ૧૦ થી ૩૦ મિનિટ માટે પલાળવું પછી ગરમ કરવું. ગરમ કરતી વખતે હલાવતા રહેવું. અગર અગર પાવડર સહેલાઈથી મળતું નથી. તેમજ અન્યોના પ્રમાણમાં મોંઘુ છે. જયારે ફલેક્સ અને સ્ટીક સહેલાઈ થી મળી રહે છે….

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ