કોરોના વાયરસને પગલે સતત સેવા નિભાવી રહેલા આ ડોક્ટર પાંચ દિવસ પછી આવ્યા ઘરે, અને પરિવારથી દૂર બેસીને પીધી ચા, તસવીરો જોતાની સાથે જ આંખો ભરાઇ જશે આસુંથી

24X7 હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટરે પાંચ દિવસ બાદ પરિવાર સાથે દૂર બેસીને પીધી ચા – જુઓ લાગણીસભર તસ્વીર

કોરોના વાયરસની વૈશ્વિક મહામારીના કારણે ડોક્ટરો પર કામનો બોજો સતત વધતો જઈ રહ્યો છે. ઇટાલી, અમેરિકા, બ્રીટન તેમજ ચીનથી ડોક્ટર્સ તેમજ નર્સની હાલત કેટલી કથળી ગઈ છે તે દર્શાવતી સેંકડો તસ્વીરો તેમજ વિડિયો હાલ સોશિયલ મિડિયા પર તમે જોઈ શકો છો. કેટલાએ દિવસો સુધી ડોક્ટર્સ કે નર્સ પોતાના કુટુંબીજનોને નથી મળી શકતાં પોતાના ઘરે પણ નથી જઈ શકતા.

image source

ડોક્ટર્સની સ્થિતિ તો એટલી બધી દયનીય બની જાય છે કે તેઓ પોતાના પરિવારજનોને અડી પણ નથી શકતાં કે તેમની સાથે બેસીને ચા-પાણી પણ નથી કરી શકતાં. તાજેતરમાં એક તસ્વીર સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહી છે. જે મધ્ય પ્રદેશના ભોપાલ શહેરના ચીફ મેડિક હેલ્થ ઓફિસરની છે. તેમનું નામ છે સુધીર દેહારિયા.

તસ્વિરમાં ડોક્ટર સુધીર પોતાના ઘરની ઝાંપલી બહાર ચા પીતા જોઈ શકાય છે. તેઓ પાંચ દિવસની એકધારી ડ્યુટી બાદ ઘરે પાછા આવ્યા હતા. આ તસ્વીરમાં ડોક્ટર ઘરની ઝાંપલી બહારની દીવાલ પર બેસીને ચા પી રહ્યા છે અને ઘરની ઝાંપલી આગળ ઉભેલા તેમના પત્ની તેમજ બાળકો તેમને જોઈ રહ્યા છે. તેમની વચ્ચે ત્રણ-ચાર ફૂટનું અંતર છે, જે જાળવવું પડે તેમ છે.

image source

ડોક્ટરની પોતાના કુટુંબીજનોને આ ઉડતી મુલાકાત હતી. તેમણે ઘરની ચા પીધી અને ફરી પાછા કોરોનાની લડતમાં શામેલ થવા હોસ્પિટલ ઉપડી ગયા. મળેલી માહિતી પ્રમાણે ડોક્ટર સુધીર પાંચ દિવસથી સતત સેવામાં હતા અને ત્યાર બાદ પોતાના ઘરે આવ્યા હતા તે પણ ઘરમાં તો તેઓ જઈ જ નહોતા શક્યા. પણ પત્નીના હાથની ચા જરૂર પીધી હતી. આજે આપણા પોલીસ અધિકારીઓ, પેરામેડિકલ સ્ટાફ તેમજ સફાઈ કર્મચારીઓ સાચા હીરો સાબિત થઈ રહ્યા છે. જેઓ પોતાના જીવના જોખમે લોકોની સેવા કરી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ