બોલીવુડની આ ૬ રોમેન્ટિક ફિલ્મો, જેને જોયા બાદ તમને પણ થઇ જશે પ્રેમ, તમારી ફેવરિટ મુવી ખાસ જણાવશો…

મિત્રો, અમુક ફિલ્મોએ પ્રેમના રંગ સાથે એક વિશેષ છાપ છોડી છે. પછી તે ‘મુગલ-એ-આઝમ’ હોય કે ‘દેવદાસ’. આ બધી જ ફિલ્મોની વાર્તામા પ્રેમની ચરમસીમા દર્શાવવામા આવી છે. ફિલ્મ ‘પ્યાસા’ ને તો ટાઇમ મેગેઝીને સદીની શ્રેષ્ઠ રોમેન્ટિક ફિલ્મોમાંની એક તરીકે વર્ણવી હતી. ચાલો હિન્દી સિનેમાની કેટલીક પ્રખ્યાત રોમેન્ટિક ફિલ્મો વિશે આજે માહિતી મેળવીએ.

મુગલ-એ-આઝમ :

image source

કે.આસીફે માત્ર બે ફિલ્મો ‘ફૂલ’ અને પછી ‘મુગલ-એ-આઝમ’નું દિગ્દર્શન કર્યું હતુ કે, જેણે ઇતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યુ હતુ. આ ફિલ્મને બનાવવા માટે તેમણે ૧૪ વર્ષનો સમય લીધો હતો. આ ફિલ્મમા અકબરના પુત્ર પ્રિન્સ સલેમ એટલે કે દિલીપ કુમાર અને કનીઝ નાદિરા એટલે કે મધુબાલા વચ્ચેની લવ સ્ટોરી બતાવવામાં આવી છે. આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે, સલીમ અને અનારકલી પ્રેમમાં છે, જે અકબરને પસંદ નથી. આ ફિલ્મ લગભગ ૧૫૦ સિનેમા હોલમાં એકસાથે પ્રદર્શિત કરવામાં આવી હતી. તે સમયે આ ફિલ્મે પહેલા અઠવાડિયામા ૪૦ લાખ ટર્નઓવર કર્યુ હતુ.

પ્યાસા :

image source

ગુરુદત્ત દિગ્દર્શિત, નિર્મિત અને અભિનીત હિન્દી સિનેમાની એવરગ્રીન રોમેન્ટિક ફિલ્મોમાંની આ ફિલ્મ એક છે. આ ફિલ્મમા એક કવિની સેક્સ વર્કર સાથેની સુંદર મિત્રતા રજૂ કરવામાં આવી છે. આ ફિલ્મ સ્વતંત્રતા પહેલાના ભારતની પરિસ્થિતિ દર્શાવે છે. ટાઇમ મેગેઝિને ૨૦૦૫મા શ્રેષ્ઠ ૧૦૦ ફિલ્મોમાં આ ફિલ્મનો સમાવેશ કર્યો હતો.

મધુમતી :

image source

આ ફિલ્મ વર્ષ ૧૯૫૮મા રજૂ થઈ હતી. આ ફિલ્મના ઘણા પાસાઓ છે, જે તેને ભારતીય સિનેમાની ફ્લેગબેરર ફિલ્મ બનાવે છે. મુંબઈના ઓપેરા હાઉસ ખાતે તેનો પ્રીમિયર થયો હતો. આ ફિલ્મનુ શૂટિંગ મુંબઈના રાણીખેત, ઘોડાખાલ, વૈતરાણા ડેમ અને મુંબઈની મિલ્ક કોલોનીમાં કરવામાં આવ્યું હતુ. આ ફિલ્મ તેના યુગ પહેલાની ફિલ્મ કહેવામાં આવે છે કારણકે, તેણે પછીના દાયકાઓમાં બધી ફિલ્મોને પ્રેરણા આપી હતી. આ ફિલ્મમાં દિલીપ કુમાર, વૈજયંતી માલા અને પ્રાણે મુખ્ય ભૂમિકા ભજવી હતી.

દેવદાસ (૧૯૫૫) :

image source

આ ફિલ્મ હિન્દી સિનેમા ઇતિહાસની યાદગાર ફિલ્મ છે. દિલીપ કુમારની કારકિર્દીમાં આ ફિલ્મ એક માઈલસ્ટોન સાબિત થઇ હતી. આ ફિલ્મમા સુપુત્ર સેન અને વૈશજયંતી માલા હતી. વૈશજયંતી માલા અને સુપુત્ર સેને પરો ભજવ્યો હતો. ચુન્ની બાબુ આ ભૂમિકામા મોતીલાલ હતા. દેવદાસ ફિલ્મની ગણતરી દિગ્દર્શક બિમલ રોયની શ્રેષ્ઠ ફિલ્મોમાં થાય છે, જે શરતચંદ્રની નવલકથા પર આધારિત હતી.

ગાઇડ :

image source

આ ફિલ્મ એ વિજય આનંદ દિગ્દર્શિત વર્ષ ૧૯૬૫મા રજૂ થયેલી રોમાંસ ડ્રામા ફિલ્મ છે. આ ફિલ્મના નિર્માતા દેવ આનંદ હતા. આ ફિલ્મમાં દેવ આનંદ અને વહિદા રહેમાન મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મ આર.કે.નારાયણની નવલકથા ‘ધ ગાઈડ’ પર આધારિત છે.

દાગ (૧૯૭૩) :

image source

આ ફિલ્મમા સુનીલ કોહલી એટલે લે રાજેશ ખન્ના એ સુંદર સોનિયા એટલે કે શર્મિલા ટાગોરને પસંદ કરે છે અને બંને લગ્ન કરીને હનીમૂન માટે રવાના થઈ જાય છે. માર્ગમાં ખરાબ હવામાનને કારણે તેઓ સુનીલના માલિકના બંગલા પર રોકાઈ જાય છે, જ્યાં બોસનો પુત્ર ધીરજ કપૂર એટલે કે પ્રેમ ચોપરા સોનિયા પર બળાત્કાર કરવાનો પ્રયાસ કરે છે. બંને વચ્ચેની લડાઈમાં ધીરજ મરી જાય છે અને સુનીલને હત્યાના આરોપમાં ફાંસીની સજા મળે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ